ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાંની મુદતમાં રાહત આપવા ગુજરાત હાઇકોર્ટનો ઇન્કાર
તા. 11.01.2022: ઇન્કમ ટેક્સ હેઠળ ટેક્સ ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવાની છેલ્લી મુદત 15 જાન્યુઆરી 2022 છે. આ મુદતમાં ખૂબ ઓછો સમય બાકી રહ્યો છે. ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર સતત જોવા મળી રહેલી ટેકનિકલ ક્ષતિઓના કારણે આ ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવામાં ખૂબ તકલીફો પડી રહી છે. આ બાબતે CA એસો સુરત દ્વારા ફાઇલ કરવામાં આવેલ છે. આ રિટ પિટિશનની સુનાવણી દરમ્યાન અરજદાર વતી ઉપસ્થ્તિ વકીલ ડો. અવિનાશ પોદ્દાર દ્વારા કરદાતા તથા ટેક્સ પ્રોફેશનલ્સને પડી રહેલી તકલીફો બાબતે દલીલો રજૂ કરી હતી. ઇન્કમ ટેક્સ પોર્ટલની કામગીરી બાબતે પણ દલીલો રજૂ કરવામાં આવી હતી. સામે કોર્ટ દ્વારા એ બાબતની નોંધ લેવામાં આવી હતી કે ઇન્કમ ટેક્સ ઓડિટ રિપોર્ટ મોડો દાખલ કરવાથી લગતો દંડ બાબતે અધિકારી દ્વારા નોટિસ આપવી જરૂરી છે. આ નોટિસ આવે તો કરદાતા દ્વારા ટેકનિકલ ખામી અંગે રજૂઆત કરી શકાય છે. કોર્ટ દ્વારા એ નોંધ કરવામાં આવી હતી કે માત્ર આ કારણે તમામ કરદાતાઑ માટે ઓડિટની મુદતમાં વધારો કરવો જરૂરી લાગતો નથી. ગુજરાત હાઇકોર્ટના આ કેસ ઉપર સૌ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા ટેક્સ પ્રોફેશનલ્સ મીટ માંડીને બેઠા હતા. હવે જ્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા મુદતમાં વધારો કરવામાં આવ્યો નથી ત્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા તેમના સ્ટાફ માટે કોવિડની આ વિષમ પરિસ્થિતીમાં પણ કોઈ રાહત રહેશે નહીં. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે.