01 ઓગસ્ટ 2023 થી 5 કરોડ ઉપર ટર્નઓવર હશે તો બનાવવું પડશે ઇ ઇંવોઇસ

Spread the love
Reading Time: < 1 minute

ઇ ઇંવોઇસની મર્યાદામાં કરવામાં આવ્યો ઘટાડો: 10 કરોડના બદલે 5 કરોડથી વધુ ટર્નઓવર હશે તેવા વેપારીઓએ બનાવવું પડશે ઇ ઇંવોઇસ

તા. 11.05.2023: ઇ ઇંવોઇસ બનાવવાની જવાબદારી હાલ 10 કરોડ ઉપર ટર્નઓવર હોય તેવા કરદાતાઓ માટે ફરજિયાત છે. આ મર્યાદામાં ઘટાડો કરી હવે 01 ઓગસ્ટ 2023 થી 5 કરોડ કરી આપવામાં આવી છે. આમ, 01 ઓગસ્ટ 2023 થી 5 કરોડ ઉપર ટર્નઓવર હશે તેમના માટે ઇ ઇંવોઇસ બનાવવું ફરજિયાત રહેશે. ઉલ્લેખનીય છે કે 2017 18 થી એટ્લે કે જી.એસ.ટી. લાગુ થયો છે ત્યારથી કોઈ કરદાતાનું ટર્નઓવર 5 કરોડથી વધુ હોય તો કરદાતા ઇ ઇંવોઇસ બનાવવા જવાબદાર બની જશે. જો કે B2C એટ્લે કે સીધા ગ્રાહક સાથે વેપાર કરતાં કરદાતાને આ વ્યવહારો માટે ઇ ઇંવોઇસ લાગુ પડતું નથી. B2B એટ્લે કે જી.એસ.ટી. હેઠળ નોંધાયેલ કરદાતાઑની સાથે થતાં વ્યવહારોમાં આ ઇ ઇંવોઇસ બનાવવું ફરજિયાત બની જશે. નિષ્ણાંતો માની રહ્યા છે કે મોટા પ્રમાણમાં ચાલી રહેલી બોગસ બિલિંગ પ્રવૃતિને કાબૂમાં લેવાના એક મહત્વના ઉપાય તરીકે આ પ્રકારે ઇ ઇંવોઇસની મર્યાદામાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે 

error: Content is protected !!