જી.એસ.ટી. હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ અને સેસ બાબતે ડો. ભગવત કરાદને રજૂઆત

Spread the love
Reading Time: < 1 minute

ઉના ખાતે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન રિવોકેશન અરજી કરતાં કરદાતાઓની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ બાબતે તથા સેસ બાબતે રજૂઆત

તા. 11.05.2023: રાજ્ય કક્ષાના કેન્દ્ર સરકારના નાણાંમંત્રી ડો. ભગવત કરાડ ભારતીય જનતા પાર્ટીના લોકસંપર્ક અભયાન માટે 09 તથા 10 મે 2023 ના રોજ ઉનાના પ્રવાસમાં હતા. આ દરમ્યાન તેઓ દ્વારા સરકારના કર્યો અંગે પ્રજાને અવગત કરાવવામાં આવ્યા હતા તથા વિવિધ યોજનાની અસરકારતા તેઓ દ્વારા સમજાવવામાં આવી હતી. આ સાથે જ આ પ્રવાસમાં તેઓ દ્વારા વેપારીઓ, ડોક્ટરો, વકીલો, વિવિધ યોજનાનાઓના લાભાર્થીઓ સાથે એ સંવાદ કર્યો હતો.   આ કાર્યેક્રમમાં વેપારીઓ દ્વારા વેપાર જગતને સ્પર્શતા અમુક મુદ્દાઓ બાબતે મંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી જેનો મંત્રીશ્રી દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો હતો. તારીખ 10 મે 2023 ના રોજ ઉના ખાતે પત્રકાર પરિષદમાં તેઓ દ્વારા તેઓના પ્રવાસ વિષે પત્રકારોને અવગત કરવવામાં આવ્યા હતા. ટેક્સ ટુડે વતી આ પત્રકાર પરિષદમાં ભવ્ય પોપટ દ્વારા મંત્રીશ્રીને હાલ વેપારીઓને પડી રહેલી અમુક તકલીફો બાબતે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતો પૈકી સૌથી પ્રથમ રજૂઆત એ હતી કે હાલ જે રિવોકેશનની ખાસ યોજના ચાલી રહી છે તેનાથી કરદાતાઓને ખૂબ થઈ શકે છે પરંતુ જ્યારે આકારણી દરમ્યાન જી.એસ.ટી. કલમ 16(4) હેઠળ તેઓની ક્રેડિટના પ્રશ્ન ઊભો કરવામાં આવશે ત્યારે કરદાતાઓ માટે મોટી મુસીબત ઊભી થઈ શકે છે. તો આ બાબતે સેન્ટરલ બોર્ડ ઓફ ઇંડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ દ્વારા “રીમુવાલ ઓફ ડિફિકલ્ટી ઓર્ડર” (RoDO) બહાર પાડવામાં આવે તેવી ખાસ રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત તમાકુની બતાવતો ઉપર લાગુ પાડવામાં આવતા “સેસ” ના માર્કેટ રેઇટ ઉપર સેસ લેવા અંગેના નવા નોટિફીકેશન બાબતે સરળ ભાષામાં “ટ્રેડ નોટિસ” બહાર પાડવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ આ બાબતે શક્ય એટલું જલ્દી ઘટતું કરવા ખત્રિ આપવામાં આવી હતી. બ્યૂરો રિપોર્ટ ટેક્સ ટુડે

 

error: Content is protected !!