ઇ વે બિલ બ્લોક ના થવાની સ્વતંત્રતા થશે સ્વતંત્રતા દિવસથી બંધ!!

Spread the love
Reading Time: < 1 minute

હાલ, કોવિડ મહામારીના કારણે રિટર્ન બાકી હોય છતાં નથી કરવામાં આવી રહ્યા ઇ વે બિલ બ્લોક

તા. 05.08.2021: જી.એસ.ટી. કાયદા હેઠળ બે કે તેથી વધુ સમયગાળા માટેના રિટર્ન ભરવાના કોઈ કરદાતા માટે બાકી હોય ત્યારે તેમના દ્વારા કરવામાં આવતી ખરીદી વખતે વેચનાર દ્વારા બનાવવાના થતાં ઇ વે બિલ તથા વેચાણ વખતે બનાવવાના થતાં ઇ વે બિલની સગવડ બ્લોક કરી દેવામાં આવતી હતી. કોરોના મહામારીમાં વેપારીઓને રાહત આપતા આ પ્રકારે ઇ વે બિલ બ્લોક કરવામાં સરકાર દ્વારા રાહત આપવામાં આવી હતી.  આમ, આગામી 15 ઓગસ્ટથી જે વેપારી માસિક રિટર્ન ભરવા જવાબદાર હોય તેમના મે અને જૂન મહિના કે તેથી વધુના 3B રિટર્ન બાકી હશે તો તેઓના GSTIN ઉપર ઇ વે બિલ જનરેટ થઈ શકશે નહીં. આ આ ઉપરાંત ત્રિમાસિક 3B ભરવા જવાબદાર વેપારી કે જેઓના જાન્યુઆરીથી માર્ચ અને એપ્રિલથી જૂન એમ બે ત્રિમાસ કે તેથી વધુના જી.એસ.ટી. રિટર્ન બાકી હશે તો તેઓના GSTIN ઉપર ઇ વે બિલ જનરેટ થઈ શકશે નહીં. કંપોઝીશનની પરવાનગી ધરાવતા કરદાતા કે જેમના જાન્યુઆરીથી માર્ચ અને એપ્રિલથી જૂનના CMP-08 (ટેક્સ પેમેન્ટ) બાકી હશે તેમના GSTIN ઉપર પણ ઇ વે બિલ બનવાના બ્લોક થઈ જશે.

જી.એસ.ટી. પોર્ટલ ઉપર આ અંગે કરદાતાઓને આ અંગે સૂચના આપવામાં આવી છે કે જે કરદાતાઓના બાકી રિટર્ન છે તેઓ દ્વારા ભરી આપવામાં આવે, અન્યથા 15 ઓગસ્ટ 2021 થી તેઓના GSTIN ઉપર ઇ વે બિલ બનવાના બ્લોક થઈ જશે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!
18108