વિદેશમાંથી દાનફાળો મેળવતી સખાવતી કે ધાર્મિક સંસ્થાને આપવામાં આવી મોટી રાહત

Spread the love
Reading Time: < 1 minute

વિદેશમાંથી દાનફાળો મેળવતી સખાવતી કે ધાર્મિક સંસ્થાના ના.વર્ષ ૨૦૨૦-૨૧ના ઓનલાઇન વાર્ષિક ફોર્મ fc-4 ભરવાની તારીખ 30/0૬/૨૦૨૨ સુધી લંબાવાઇ.

   ફોરેન કોંટ્રિબ્યુશન રૂલ્સ ૨૦૧૧ ના નિયમ ૧૭ મુજબ જે સખાવતી કે ધાર્મિક સંસ્થાઓ વિદેશમાંથી દાન પ્રાપ્ત કરે છે તેમણે વાર્ષિક ઓનલાઇન એફસી-૪ સ્કેન સાથે સહી કરેલ અથવા ડિજિટલ સહી કરેલ રિપોર્ટ સબમિટ કરવો પડે છે અને તેની સાથે નાણાકીય વર્ષ ના આવક-જાવક પત્રક, પાકુ સરવૈયું ની નકલો અપલોડ કરવાની છે જેનો સમય નાણાકિય વર્ષ પૂરું થયે થી નવ મહિના માં આપવાનો છે એટ્લે કે ના. વર્ષ ૨૦૨૦-૨૧ ની છેલ્લી તારીખ ૩૧/૧૨/૨૦૨૧ હતી તેમાં મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ  ધ્વારા પબ્લિક નોટિસ જારી કરીને  તા. ૩૧/૦૩/૨૦૨૨ ના રોજ fc-4 વાર્ષિક રિટર્ન ની મુદતમાં વધારો કરીને તા. ૩૦/0૬/૨૦૨૨ કરેલ છે.

અમિત સોની ( ટેક્ષ એડવોકેટ)

૯૮૨૪૭૦૧૧૯૩

2 thoughts on “વિદેશમાંથી દાનફાળો મેળવતી સખાવતી કે ધાર્મિક સંસ્થાને આપવામાં આવી મોટી રાહત

Comments are closed.

error: Content is protected !!