GST હેઠળ E-Way Bill અંગે વેપારી દ્વારા અવારનવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
-By Bhavya Popat, Tax Advocate,
વેપારીઓ માટે સંપૂર્ણ માર્ગદર્શિકા
GST વ્યવસ્થામાં E-Way Bill એ એક અત્યંત મહત્વપૂર્ણ compliance છે. માલની હેરફેર દરમિયાન સરકાર દ્વારા માલની movement પર નજર રાખવા અને કરચોરી અટકાવવા માટે E-Way Bill ની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. ઘણા વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો અને ઉદ્યોગકારો માટે E-Way Bill સંબંધિત નિયમો હજુ પણ ગૂંચવણભર્યા લાગે છે. ખાસ કરીને inspection, validity, cancellation, distance, multiple vehicles, job work અને penalties જેવા મુદ્દાઓ પર વારંવાર પ્રશ્નો ઊભા થાય છે.
આ લેખમાં E-Way Bill સંબંધિત તમામ મહત્વપૂર્ણ પ્રશ્નોના સરળ ગુજરાતી ભાષામાં જવાબ આપવાના પ્રયાસ કરવામાં આવ્યા છે જેથી વેપારીઓને ઈ વે બીલ અંગે પ્રાયોગિક માર્ગદર્શન મળી રહે.
- E-Way Bill શું છે?
E-Way Bill એટલે “Electronic Way Bill”. GST હેઠળ માલની હેરફેર માટે ઓનલાઈન જનરેટ થતો દસ્તાવેજ છે. જ્યારે ૫૦૦૦૦ થી વધુ કિંમતનો માલ એક જગ્યાથી બીજી જગ્યાએ મોકલવામાં આવે ત્યારે E-Way Bill બનાવવું ફરજિયાત બને છે.
- કયા કાયદા હેઠળ E-Way Bill ની જોગવાઈ છે?
E-Way Bill ની જોગવાઈ CGST Rules, 2017 ના Rule 138 હેઠળ કરવામાં આવી છે.
- ક્યારે E-Way Bill બનાવવું ફરજિયાત બને છે?
જ્યારે માલની કિંમત ₹50,000 કરતાં વધુ હોય અને માલનું transportation કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે E-Way Bill ફરજિયાત બને છે.
- ₹50,000 ની મર્યાદા કેવી રીતે ગણાય?
જો એક જ invoice હેઠળ માલની કિંમત ₹50,000 થી વધુ હોય તો E-Way Bill ફરજિયાત બને છે. આ મર્યાદા ગણવામાં જી.એસ.ટી. ની રકમ ગણવાની રહેતી નથી.
- કોણ E-Way Bill જનરેટ કરી શકે?
નીચે મુજબની વ્યક્તિઓ E-Way Bill જનરેટ કરી શકે છે: ઈ વે બીલ બનાવવાની જવાબદારી એ માલ વહન માટે જવાબદાર હોય તે વ્યક્તિની રહે છે. માલની ખરીદી પછી જો ખરીદનાર માલનું વહન કરાવે છે, તો તેઓએ ઈ વે બીલ બનાવવાનું રહે છે. જયારે વેચનાર ખરીદનારને તેના ધંધાકીય સ્થળ સુધી માલ પહોચાડે તો તેવા સંજોગોમાં વેચનાર ઈ વે બીલ બનાવવા જવાબદાર બને છે. સામાન્ય રીતે નીચે પૈકી કોઈ પણ વ્યક્તિ ઈ વે બીલ બનાવવા જવાબદાર બની શકે.
- Supplier (વેચનાર)
- Recipient (ખરીદનાર)
- Transporter
- E-commerce operator
- Unregistered વ્યક્તિએ E-Way Bill બનાવવું પડે?
જો Unregistered વ્યક્તિ Registered વ્યક્તિને માલ મોકલે છે તો Registered recipient એ compliance કરવું પડે છે. એવી રીતે જયારે Unregistered વ્યક્તિ Registered વ્યક્તિ પાસેથી માલ ખરીદે ત્યારે બીલની રકમ નિયત મર્યાદાથી વધુ હોય તો વેચનારે ઈ વે બીલ બનાવવાનું રહે છે. જી.એસ.ટી. હેઠળ અનરજીસ્ટરડ વ્યક્તિ ધારે તો ઈ વે બીલ બનાવી શકે છે પરંતુ તેના માટે ઈ વે બીલ બનાવવું ફરજીયાત નથી.
- E-Way Bill માટે Registration અલગથી લેવું પડે?
GST Registration ધરાવતા વેપારીઓ પોતાના GST portal credentials થી E-Way Bill portal પર login કરી શકે છે. તેઓએ આ માટે કોઈ અલગ રજીસ્ટ્રેશન લેવું પડતું નથી. Transporter માટે અલગ Enrollment નંબર લેવાની જરૂર પડી શકે છે.
- 8. E-Way Bill માં મુખ્યત્વે કયા ભાગો હોય છે?
E-Way Bill માં બે ભાગ હોય છે:
Part-A
તેમાં invoice સંબંધિત વિગતો હોય છે:
- GSTIN
- Invoice નંબર
- માલની કિંમત
- HSN Code
- Place of dispatch
- Place of delivery
Part-B
તેમાં transportation સંબંધિત માહિતી હોય છે:
- Vehicle Number
- Transport document number
- 9. Part-B ભર્યા વગર E-Way Bill માન્ય ગણાય?
ના. સામાન્ય રીતે Part-B વગર E-Way Bill અધૂરું ગણાય. પરંતુ 50 KM સુધી કેટલીક છૂટછાટ હોઈ શકે છે. પરંતુ કરદાતાએ ઈ વે બીલ તો જ ભર્યું ગણાય જયારે Part-A અને Part-B બન્ને ભરેલા હોય.
- 10. E-Way Bill કયા પ્રકારના transaction માટે લાગુ પડે છે?
ઈ વે બીલ સપ્લાયના તમામ વ્યવહારો માટે લાગુ પડે છે જેવા કે
- Supply
- Branch transfer
- Job work
- Export
- Import
- Sales return
- SKD/CKD supply
- Exhibition purpose
- 11. Job Work માટે E-Way Bill ફરજિયાત છે?
હા. Principal અથવા Job Worker બંને E-Way Bill બનાવી શકે છે. જોબ વર્ક સહીત અમુક કેટલાક કેસમાં ₹50,000 ની મર્યાદા વગર પણ ઈ વે બીલ ફરજિયાત બને છે.
- 12. Handicraft goods માટે ખાસ નિયમ છે?
હા. Handicraft goods interstate movement માટે ૫૦ હજારની મર્યાદા વગર E-Way Bill ફરજિયાત બની શકે છે.
- 13. કયા કેસમાં E-Way Bill જરૂરી નથી?
નીચેના કેટલાક કેસોમાં E-Way Bill જરૂરી નથી:
- Non-motorized conveyance (બળદ ગાડા, ઊંટ ગાડા, રેકડી વગેરે દ્વારા થતી માલની હેરફેર માટે)
- Exempted goods
- Empty cargo containers
- Customs bonded movement
- Defence formation movement
- Distance 10 KM સુધીના કેટલાક notified કેસ
- 14. Exempted goods માટે E-Way Bill જોઈએ?
સામાન્ય રીતે કરમુક્ત વસ્તુઓ માટે ઈ વે બીલની જરૂરિયાત રહેતી નથી. પરંતુ જો taxable અને exempt goods સાથે હોય તો ઈ વે બીલ બનાવવું જરૂરી છે તે ખાસ ધ્યાન રાખવું.
- 15. E-Way Bill ની validity કેટલી હોય છે?
સામાન્ય માલ માટે:
- 200 KM સુધી – 1 દિવસ
- ત્યારબાદ દરેક 200 KM અથવા તેનો ભાગ – 1 વધારાનો દિવસ
- Over Dimensional Cargo માટે validity કેટલી?
ODC માટે અલગ નિયમ છે:
- 20 KM સુધી – 1 દિવસ
- ત્યારબાદ દરેક 20 KM માટે 1 દિવસ
ઈ વે બીલ ઉપર વેપારીના મનમાં સામાન્ય રીતે ઉદ્ભવતા પ્રશ્નો ઉપર આ ભાગ ૧ છે. આગામી અંકમાં આ અંગે ભાગ-૨ પ્રકાશિત કરવામાં આવશે. ઈ વે બીલ અંગે વેપારી મિત્રોના કોઈ પ્રશ્ન હોય તો તે adv.bhavyapopat@gmail.com ઉપર મોકલવા વિનંતી.
(આ લેખ જાણીતા ગુજરાતી દૈનિક ફૂલછાબની વ્યપર્ભુમી પૂર્તિમાં પ્રકાશિત થયેલ છે. )
