PAN અને Aadhar લિન્ક કરવા બાબતે અવારનવાર પુછવામાં આવતા પ્રશ્નોની સરળભાષામાં સમજૂતી: By Lalit Ganatra

Spread the love
Reading Time: 4 minutes

By Lalit Ganatra

આપણે બધા જાણીએ જ છીએ કે તા. 31/03/2023 પહેલા પાન અને આધાર લીંક કરાવા ફરજીયાત છે. આ બાબતે ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા FAQ બહાર પાડવા માં આવ્યા છે તે FAQ ના અભ્યાસ પર થી આપણને ઘણા પ્રશ્નો ના જવાબ મળી જાય છે

આ FAQ નો આપણે ક્રમશ અભ્યાસ કરીએ

1) પાન આધાર સાથે કોને લીંક કરાવવું ફરજીયાત છે?
દરેક વ્યક્તિ કે જેને 01ST July 2017 પહેલા પાન કાર્ડ એલોટ કરવા માં આવેલ છે એમણે પાન અને આધાર લીંક કરાવવું ફરજીયાત છે. આ પાન અને આધાર 31/03/2022 પહેલા ફી ભર્યા વગર લીંક કરાવવાનું ફરજીયાત હતું. ત્યાર બાદ 31/03/2023 સુધી માં ફી સાથે પાન અને આધાર લીંક કરાવવું ફરજીયાત છે. વધારે વિગત માટે CBDT નો તા. 30/03/2022 નો સર્ક્યુલર નં 07/2022 નો અભ્યાસ કરવા વિનંતી

2) પાન આધાર સાથે કોને લીંક કરાવવું કોના માટે ફરજીયાત નથી?
પાન અને આધાર જણાવ્યા મુજબ ના વ્યક્તિએ લીંક કરવવું ફરજીયાત નથી
– આસામ, જમ્મુ કાશ્મીર, અને મેઘાલય માં રહેતા વ્યક્તિઓ માટે
– આવકવેરા કાયદા 1961 મુજબ Non-Resident માં આવતા વ્યક્તિઓ માટે
– જેની ઉમર 80 વર્ષ ની ઉપર ની છે એટલે કે સુપર સીનીયર સીટીઝન છે એમને ફરજીયાત નથી
– NRI ને પણ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લીંક કરાવવું ફરજીયાત નથી
વધારે વિગત માટે સર્ક્યુલર નં 7/2022 અને નોટીફીકેશન નં. 37/2017 નો અભ્યાસ કરી શકો છો
તે ઉપરાંત નોંધવાનું રહે કે ઉપરોક્ત દર્શાવેલ વ્યક્તિ જો સ્વૈચ્છીક લીંક કરાવા ઈચ્છતા હોય તો તેમણે હવે ફી ભરી ને જ લીંક કરાવાનું રહેશે

3) PAN અને AADHAR લીંક કઈ રીતે થશે?
પાન અને આધાર લીંક કરાવવા માટે ની લીંક અહી આપેલ છે જેની ઉપર ક્લીક કરવા થી પાન અને આધાર લીંક કરવાનો ઓપશન આવી જશે
https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar

4) પાન અને આધાર લીંક કરાવા માટે જરુરી ફી કઈ રીતે ભરવાની થશે ?
ઉપરોક્ત લીંક પર ક્લીક કરવા થી પાન અને આધાર ની વિગત ભરવાનો ઓપશન આવશે. જો પાન અને આધાર લીંક ના હોય તો ત્યાં જ તમને ફી ભરવા માટે નો ઓપશન Continue To Pay Through E-Pay Tax આવશે જેની ઉપર ક્લીક કરવા થી ફરી પાન અને મોબાઈલ નંબર નાખી ને તમે ચલણ ભરવા તરફ આગળ વધી શકો છો. ચલણ ના ઓપશન માં તમારે Income Tax નો ઓપશન લેવાનો છે ત્યાર બાદ A.Y. 2023-24 નો ઓપશન Other Receipts(500) લેવાનું છે.
ત્યાર બાદ Others માં રુ. 1000/- ઓટો આવી જશે ને ત્યાર બાદ જે બેંક મા થી ચલણ ભરવું હોય તે ઓપશન સીલેક્ટ કરી ને આગળ વધવાનું છે.

5) પાન અને આધાર લીંક કરવા કેટલી ફી ભરવી પડશે.?
01/04/2022 થી 30/06/2022 સુધી માં રુ. 500/- ફી ભરવાની હતી પંરંતુ જો કોઈએ હજુ લીંક ના કરાવ્યુ હોય તો હવે રુ. 1000/- ની લેઈટ ફી ભરવાની થશે.

6) ક્યાં પ્રકારનું પેમેન્ટ માન્ય રહેશે ?
સીંગલ ચલણ મા ભરેલ ચલણ એટલે કે રુ. 1000/- સાથે ભરેલ ચલણ અને તે પણ માઈનોર હેડ 500 અને વર્ષ 23-24 સીલેક્ટ કર્યુ હોય તે માન્ય રહેશે

7) રુ. 1000/- ને અલગ અલગ ચલણ થી ભરેલ હશે તો ?
અલગ અલગ રકમ ને 500 હેડ નીચે ભરેલ હશે તો પણ તે ચલણ માન્ય રહેશે નહી. ફકત રુ. 1000/- નું સાથે ભરેલ ચલણ જ માન્ય રહેશે

8) ચલણ ભરેલ છે પંરંતુ પોર્ટલ પર બતાવતુ નથી અને ફરી થી ભરવાનો મેસેજ આવે છે ?
ચલણ ભર્યા પછી તરત તે ઓનલાઈન મા આવતા થોડો સમય લાગે છે એટલે જો ચલણ આઈટી ની નવી વેબસાઈટ પર થી ભર્યુ હોય તો 2 કલાક રહી ને લીંક કરવા માટે પ્રય્તન કરવાનો અને જો જુની ટીન એનએસડીએલ વેબસાઈટ પર થી ભર્યું હોય તો 4 થી 5 દીવસ ચલણ આવે ત્યા સુધી રાહ જોવાની

9) ચલણ ભરવામાં ભુલ થઈ હોય તો રીફંડ મળે ?
જો ચલણ ભરવા મા ભુલ થઈ હોય તો રીફંડ મળવા પાત્ર નથી

10) ચલણ ભર્યુ હોય અને પાન આધાર મેચ ના થવાના કારણે લીંક ના થઈ શકે તો બીજી વખત ચલણ ભરવુ પડે ?
જો 31/03/2023 પહેલા મેચ કરાવી ને ફરીથી ટ્રાય કરો લીંક ની તો ચલણ બીજી વખત ભરવાની જરુર નથી. 31/03/2023 પછી ફી માં કોઈ ચેન્જ થાય અથવા સીસ્ટમ મા ફેરફાર થાય તો ચલણ બીજી વખત ભરવુ પડે

11) પાન અને આધાર લીંક છે ને તેને જો કોઈ કારણસર વ્યક્તિ ની અરજી પર ડીલીંક કરવા મા આવે તો તેને ફરીથી રુ. 1000/- ભરવા પડે
હા, જો આધાર અને પાન લીંક હોય અને તેને ડી લીંક કરાવો તો ફરીથી લીંક કરાવા માટે રુ. 1000/ ની લેઈટ ફી ભરવી પડે.

12) પાન અને આધાર લીંક ના કરાવીએ તો શુ થશે?
તા. 30/03/2022 ના 07/2022 ના સર્ક્યુલર મુજબ પાન કાર્ડ Inoperative થઈ જશે

13) પાન અને આધાર મા મીશ મેચ હોવા ના કારણે લીંક કરી શકાયુ નથી
પાન અને આધાર જેમા તફાવત હોય તે મુજબ ચેન્જ કરાવો પડશે એટલે કે પાન મુજબ આધાર કરાવુ હોય તો આધાર માં કરેકશન કરાવા અરજી કરવાની અને જો આધાર મુજબ પાન કરવુ હોય તો પાન માં કરેકશન ની અરજી કરવાની

14) પાન કાર્ડ Inoperative થઈ જાય તો શુ કરવાનું થશે?
આ બાબતે FAQ મા સર્ક્યુલર 07/2022 તા. 30/03/2022 નો રીફર કરવાનો છે

15) માઈનોર નો આધાર નંબર મેજર ના પાન સાથે લીંક થઈ ગયેલ હોય તો શુ કરવાનું ?
માઈનોર કે અન્ય કોઈ નો આધાર નંબર ભુલ થી લીંક થયેલ હોય તો Jurisdiction Assessing Officer ને Delink કરવા અરજી કરવાની રહેશે.

16) આધાર ખોટા પાન સાથે અથવા પાન ખોટા આધાર સાથે લીંક થઈ ગયો હોય તો ?
Jurisdiction Assessing officer ને આધાર પાન Delink કરવા અરજી કરવાની રહેશે

17) માઈનોર કે જે પાન અને આધાર બને ધરાવે છે તેણે પાન લીંક કરાવુ ફરજીયાત છે ?
હા, માઈનોર ને પણ પાન અને આધાર લીંક કરાવાનું ફરજીયાત છે. Q-2 ના આપેલ Exempt category સિવાય ના એ પાન અને આધાર લીંક કરાવાનું ફરીજીયાત છે

18) આધાર અને પાન આઈટી નું રીટર્ન ભરવુ હોય તો લીંક કરાવુ ફરજીયાત છે
આધાર અને પાન લીંક કરાવુ ફરજીયાત છે પણ જો કોઈ કારણસર હજુ લીંક થઈ ના શક્યુ હોય તો હાલ આઈટી નું રીટર્ન પાન અને આધાર લીંક કરાવ્યા વગર ફાઈલ કરી શકાય છે

19) જો 31/03/2023 પહેલા પાન અને આધાર લીંક ના કરાવીએ તો શુ થઈ શકે ?
પાન અને આધાર 31/03/2023 પહેલા જો લીંક ના કરાવીએ તો પાન Inoperative થઈ જશે સાથે
તમે (i) આવા કેઈસ મા તમે રીટર્ન ફાઈલ નહી કરી શકો
(ii) રીટર્ન પેન્ડીગ હશે પ્રોસેસ થવાનું તો થશે નહી
(iii) રીફંડ પેન્ડીગ હશે તો તે પણ પ્રોસેસ નહી થાય
(iv) અન્ય પ્રોસીંડીગ પેન્ડીગ હશે તો તે પણ પુર્ણ કરી શકાશે નહી
(v) ટીડીએસ જ્યા કપાતો હશે આવા ઈનઓપરેટીવ પાન કાર્ડ પર ત્યાં ડીટીએસ નો હાઈર રેઈટ લાગુ પડશે

પાન અને આધાર લીંક ના હોય તો આટલા મહત્વના FAQ હતા જે અહી સરળ રીતે રજુ કરી આપેલ છે.

 

2 thoughts on “PAN અને Aadhar લિન્ક કરવા બાબતે અવારનવાર પુછવામાં આવતા પ્રશ્નોની સરળભાષામાં સમજૂતી: By Lalit Ganatra

Comments are closed.

error: Content is protected !!