ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટસ અને ઇનકમ ટેક્ષ બાર એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતે “ટેક્ષ કોનક્લેવ” નું આયોજન કરવામાં આવ્યું

Spread the love
Reading Time: < 1 minute

તા. ૦૪/૦૩/૨૦૨૩: ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટસ અને ઇનકમ ટેક્ષ બાર એસોસીએશન, અમદાવાદ દ્વારા સંયુક્ત ડાઈરેક્ટ ટેક્ષ અને જી.એસ.ટી. કાયદાના વિવિધ વિષયો ઉપર એક સેમિનારનું આયોજન ૦૩/૦૩/૨૦૨૩ અને ૦૪/૦૩/૨૦૨૩ તારીખના રોજ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.  “ટેક્ષ કોનક્લેવ” નામના આ સેમિનારનું આયોજન જે.બી.ઓડિટોરિયમ, એ.એમ.એ. કેમ્પસ, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ “ટેક્ષ કોનક્લેવ” ના ઉદ્દઘાટન સમારંભમાં ગુજરાત હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ – જસ્ટિસ સોનિયા ગોકાણી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.  આ બે દિવસ્ય સેમિનારમાં ટેક્ષ કાયદાના વિવિધ વિષયો પર સમજૂતી આપવા દેશભરના જાણીતા વક્તાઓ ડો. ગિરીશ આહુજા, સીનિયર એડવોકેટ વી. શ્રીધરણ, એડવોકેટ વી. રઘુરામન, સીનિયર એડવોકેટ તુષાર હેમાની, એડવોકેટ મનીષ શાહ અને એડવોકેટ ધીનલ શાહ ઉપસ્થિત રહ્યા હતા. અંદાજે રાજ્યભરમાંથી ૩૦૦થી વધારે કરવેરા સલાહકારો આ સેમિનારમાં હાજર રહ્યા. રોનક પલાણ, ટેક્સ ટુડે

error: Content is protected !!