ધી વેરાવળ મર્કન્ટાઈલ કો-ઓપરેટિવ બેન્ક લી. ને સતત ચોથા વર્ષે મળ્યો “બેન્કો બ્લૂ રિબન” એવોર્ડ

Spread the love
Reading Time: < 1 minute

તા. 02.03.2023: સહકારી ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા “બેન્કો મેગેઝિન” દ્વારા ભારતભરની નાગરિક સહકારી બેન્કો માટે યોજવામાં આવેલ “બેન્કો બ્લુ રિબન” સ્પર્ધામાં વર્ષ 2021-22 દરમ્યાન ઉત્કૃષ્ટ કામગીરી બદલ ધી વેરાવળ મર્કન્ટાઈલ કો – ઓપરેટિવ બેન્ક લી. ને રૂ.500 થી 600 કરોડ ડિપોઝિટ કેટેગરીમાં પ્રથમ સ્થાન હાંસલ કરવા બદલ તા. 28/02/2023 ના રોજ મહાબલેશ્વર મુકામે ભવ્ય સમારંભમાં NAFCIB ના ચેરમેન શ્રી જ્યોતીન્દ્રભાઈ મહેતાના હસ્તે Banco Blue Ribbon એવોર્ડ એનાયત કરવામાં આવેલા છે. ઉલ્લેખનીય છે કે ધી વેરાવળ મર્કન્ટાઈલ કો – ઓપરેટિવ બેન્ક લી. ને સતત ચોથા વર્ષે આ એવોર્ડ પ્રાપ્તથયેલછે. ભારતના સહકારી બેન્ક ક્ષેત્રે વિવિધ કેટેગરીમાં સારી કામગીરી બદલ પ્રતિસ્થિત “બેન્કો મેગેઝીન” દ્વારા આ પ્રકારના એવોર્ડ આપવામાં આવતા હોય છે. વેરાવળ સ્થિત હેડઓફિસ સિવાય વેરાવળ મરકંટાઇલ કો. ઓપ. બેન્કની રાજકોટ, જામનગર, જુનાગઢ સહિત 10 થી વધુ બ્રાન્ચ ધરાવે છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!