જી.એસ.ટી. પોલિસી વિંગ દ્વારા “GST નંબર કેંસલેશન” બાબતે બહાર પાડવામાં આવી મહત્વપૂર્ણ સૂચના. જાણો શું છે આ સૂચના…

Spread the love
Reading Time: < 1 minute

જી એસ ટી નંબર રદની અરજીનો નિકાલ 30 દીવસમાં થાય તેવી સૂચના બહાર પાડવામાં આવી. CAG ઓડિટમાં આ અરજીનો નિકાલ સમયસર થતો ના હોવાનો અહેવાલ

તા. 25.05.2021: જી.એસ.ટી કાયદા હેઠલ નોંધણી દાખલો રદની અરજી કાર્યના 30 દિવસમાં અરજી અંગે નિર્ણય લેવો જરૂરી છે. જમીની સ્તરે 30 દિવસમાં આ અરજીનો નિકાલ થતો ના હોવાની ફરિયાદ અવારનવાર ઉઠતી હોય છે. આ અંગે GST પોલિસી વિંગ દ્વારા 24 મેં 2021ના રોજ એક પત્ર પ્રિન્સિપાલ/ચીફ કમિશ્નર સેન્ટ્રલ ટેક્સને લખવામાં આવેલ છે. આ પત્રમાં ખાસ જણાવાયું છે કે જી.એસ.ટી. નિયમોના નિયમ 22 મુજબ કોઈ વ્યક્તિ જ્યારે જી.એસ.ટી. હેઠળ નોંધણી દાખલો ચાલુ રાખવા જવાબદાર ના હોય ત્યારે નોંધણી રદ માટેની અરજી કરે તેના 30 દિવસમાં અધિકારીઓ દ્વારા નોંધણી રદનો આદેશ કારવાનો રહે છે. આ આદેશ અમુક કિસ્સામાં 120 દિવસ સુધી ના થયાં હોવાના પણ દાખલા છે. આ સૂચનાઓમાં ખાસ જણાવવામાં આવ્યું છે જ્યારે નોંધણી દાખલો રદની અરજી પૂર્ણ રીતે ભરેલ ના હોઈ અથવા તો ટ્રાન્સફર, મર્જર, અમાલગમેશનના કિસ્સામાં નવા કરદાતાએ રદની અરજી સુધીમાં નોંધણી માટે અરજી કરેલ ના હોય તે સિવાયના કિસ્સામાં  રદની અરજીનો નિકાલ 30 દિવસમાં કરવો જરૂરી છે. અગાઉ 26.10.2018 ના રોજ સર્ક્યુલર દ્વારા પણ આ બાબતે સ્પષ્ટતા કરવમાં આવેલ છે. આ સુચનાઓનું અધિકારીઓને પાલન કરવા જણાવવામાં આવ્યું છે. આ સુુુચના ઓના કારણે નોંધણી રદની અરજીઓ નો નિકાલ સમયસર કરવામાં આવશે તેવી આશા કરદાતાઓ સેવી રહ્યા છે. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

 

error: Content is protected !!