સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 24th May 2021

Spread the love
Reading Time: 4 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ


જી.એસ.ટી

  1. અમારા અસીલને HP પેટ્રોલ પંપની ડીલરશીપ મળેલ છે. આ અંગે એગ્રીમેંટ ફેબ્રુઆરી 2019 માં થયેલ છે. ભાડા કરાર પણ ફેબ્રુઆરીએ 2019 માં થયો હતો. હવે પેટ્રોલ પંપ બની ને તૈયાર છે. તો આવા કિસ્સામાં વેટ તથા જી.એસ.ટી. રજીસ્ટ્રેશનમાં ધંધો શરૂઆતની તારીખ કઈ બતાવવી જોઈએ?         સંદીપ પટેલ

જવાબ: વેટ તથા જી.એસ.ટી. રજીસ્ટ્રેશન માટે ધંધા શરૂઆતની તારીખ HP સાથે થયેલ એગ્રીમેટ/લેટર ઓફ ઇન્ટેન્ટની તારીખ ગણવાની રહે તેવો અમારો મત છે.

 

  1. અમારા અસીલ જી.ટી.એ. સેવાઓ લે છે. તેમના GSTR 2B માં દર્શાવતો હોય છતાં પણ શું તેમણે RCM ભરવાની જવાબદારી આવે?                                                                                                                                                                                                                          વિજય પ્રજાપતિ

જવાબ: GSTR 1 માં જ્યારે સર્વિસ પ્રોવાઇડર દ્વારા રેસિપ્યંટનો GST નંબર દર્શાવવામાં આવેલ હોય ત્યારે GSTR 2B માં દર્શાવે છે. જો સપ્લાયર દ્વારા GSTR 1 માં ટેક્સ પેએબલ ઓન રિવર્સ ચાર્જમાં “YES” બતાવવામાં આવ્યો હોય તો રેસિપ્યંટએ આ ટેક્સ ભરવાનો રહે. જો આ ટેક્સ સર્વિસ પ્રોવાઇડર દ્વારા ભરી આપવામાં આવ્યો હોય તો સર્વિસ રેસિપ્યંટની કોઈ જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.

 

  1. કોઈ કરદાતાનો માર્ચ 2021નો રિવર્સ ચાર્જ ભરવાનો બાકી રહી ગયો હોય તો એપ્રિલ 2021માં આ RCM દર્શાવી શકાય?        વિજય પ્રજાપતિ                                                                                                                                                                                                                                     

જવાબ: હા, માર્ચ 2021 માટે ભરવાનો બાકી RCM એપ્રિલ 2021 માં દર્શાવી ભરી આપવો જોઈએ અને જો ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળવા પાત્ર હોય તો ઈન્પુટ પણ ક્લેમ કરી લેવો જોઈએ.

 

  1. અમારા અસીલ પીપરમિંટ/ગોળી બિસ્કિટનું વેચાણ ફેરી દ્વારા કરે છે. તેઓ રોજ અંદાજે 70000/- (સિતેર હજાર) જેવા માલની રકમ લઈ 100 જેટલી અલગ અલગ વસ્તુ લઈ 50 થી 70 કી.મી. સુધી વેચાણ માટે જાય છે. તેઓએ ઇ વે બિલ બનાવવું જરૂરી છે? જો હા તો આ ઇ વે બિલ કેવી રીતે બનાવવું તે અંગે માર્ગદર્શન આપવા વિનંતી.                                                                                               સચિન ઠક્કર, ટેક્સ એડ્વોકેટ, ડીસા    

જવાબ: તમારા અસીલ દ્વારા જે ફેરી દ્વારા વેચાણ કરવામાં આવે છે તેમણે ઇ વે બિલ બનાવવું જરૂરી બને. આ ઇ વે બિલ લાઇન સેલ્સ તરીકે બનાવવાનું રહે. ઇ વે બિલ સાથે ડિલિવરી ચલણ રાખવું જરૂરી છે. અલગ અલગ 100 ચીજ વસ્તુ માટે HSN કોડ પ્રમાણે ઇ વે બિલ બનાવવું જોઈએ.

  1. અમારા અસીલ એક ભાગીદારી પેઢી છે, જે ઍક નિદાન સેવા (ડાએગનોસિસ સેવા) કેન્દ્ર છે. આ ભાગીદારી પેઢીના એક ભાગીદાર ડોક્ટર છે જ્યારે અન્ય ભાગીદાર વેપારી છે. અમારો પ્રશ્ન એ છે કે:
  • શું તેઓની સેવા માટે ટર્નઓવર 20 લાખ થી વધુ થાય તો નોંધણી દાખલો લેવો ફરજિયાત છે?
  • શું તેમની નિદાન સેવા ઉપર ટેક્સ લાગે કે કરમુક્ત બને?
  • રજીસ્ટ્રેશન ફરજિયાત હોય તો શું તેઓ કંપોઝીશન માટે હક્કદાર બને

રઘુભાઈ ચોમાલ, ટેક્સ એડવોકેટ, વેરાવળ

જવાબ: અમારા મતે તમારા અસીલની ભાગીદારી પેઢીએ “ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ” ગણાય અને જી.એસ.ટી. રેઇટ નોટિફિકેશન 12/2017 (તા.28.06.2017) ની એન્ટ્રી 74 મુજબ આ સેવા કરમુક્ત ગણાય. આ સેવા કરમુક્ત ગણાતી હોય 20 લાખ થી વધુ ટર્નઓવર થવા છતાં જી.એસ.ટી. નંબર લેવાની જવાબદારી આવે નહીં તેવો અમારો મત છે.

  :ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિતિ થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

 

error: Content is protected !!