GTA ને લાગુ પડતા નિયમોમાં GST અંતરગત થયેલા ફેરફારની સરળ ભાષામાં સમજુતી.

Spread the love
Reading Time: 4 minutes

તારીખ : 07/02/2024

By Prashant Makwana, GST Practitioner

પ્રસ્તાવના

GTA ને લાગુ પડતા નિયમોમાં GST અંતર્ગત છેલ્લા 2 વર્ષમાં ઘણા બધા ફેરફારો આવ્યા છે. GTA ની સર્વિસ ના GST દર માં ફેરફાર થયો છે. અને GTA દ્વારા એક ડેકલેરેશન ફાઈલ કરવાનું આવે છે આ ડેકલેરેશન GST દ્વારા નવું શરુ કરવામાં આવ્યું હતું તેથી તેની તારીખ માં પણ ફેરફાર કરવામાં થયો છે આ આર્ટીકલમાં આપણે GTA ને લાગુ પડતા નિયમોમાં GST અંતર્ગત થયેલા ફેરફારની સરળ ભાષામાં સમજુતી આપવામાં આવી છે.

GST અંર્તગત GTA (Goods and Transport Agency) લાગુ પડતા GST ના દર

GTA બે માંથી કોઈ પણ એક રીતે ટેક્ષ ભરી શકે છે.

  • FORWARD CHARGE.
  • REVERSE CHARGE MECHENISUM (RCM)
  • FORWARD CHARGE.

FORWARD CHARGE એટલે કે GTA ટેક્ષ ઇન્વોઇસ ઇસ્યુ કરીને ટેક્ષ ઉઘરાવીને સરકારમાં તે ટેક્ષ ભરવાનો.

FORWARD CHARGE અંતર્ગત GST ના 2 દર હોય છે.

  1. 5% GST નો દર.

        5% GST ના દર માં GTA એ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ આપવા માટે જે વસ્તુ કે સેવાની ખરીદી કરી હોય તેની ITC બાદ મળવા પત્ર નથી.

   જે વ્યક્તિ એ GTA સર્વિસ રીસીવ કરેલ છે તેમને આ 5% ટેક્ષ બાદ મળવા પાત્ર છે.

  1. 12% નો GST દર.
  • 12% ના GST દર માં GTA એ ટ્રાન્સપોર્ટેશનની સર્વિસ આપવા માટે જે વસ્તુ કે સેવાની ખરીદી કરી હોય તેની ITC બાદ મળવા પાત્ર છે.
  • REVERSE CHARGE MECHENISUM (RCM)
  • REVERSE CHARGE MECHENISUM માં GTA એ GST  ટેક્ષ ભરવાનો નથ.  GTA જે વ્યક્તિને સર્વિસ આપશે તે  વ્યક્તિ એ 5% ના દરે GST નો ટેક્ષ ભરવાનો રહેશે.

18/07/2022 પહેલા GST અંતર્ગત ટ્રાન્સપોર્ટેશન સર્વિસ માં RS 750 અને 1500 સુધીની ટ્રાન્સપોર્ટેશન સર્વિસ માં GST નો દર 0% હતો.

18/07/2022 સુધી GST માં ટ્રાન્સપોર્ટેશનરે કોઈ પણ પ્રકારનું ડેકલેરેશન FORWARD CHARGE માં રહેવા અથવા RCM માં રહેવા માટે આપવું પડતું નહોતું.

જે વ્યક્તિ એ GTA સર્વિસ રીસીવ કરેલ છે તેમને આ 5% ટેક્ષ બાદ મળવા પાત્ર છે.

  • 18/07/2022 થી GTA ને લાગુ પડતા GST દર અને તેના નિયમમાં થયેલ ફેરફાર. 
  • 18/07/2022 થી ટ્રાન્સપોર્ટેશન સર્વિસમાં 750 અને 1500 સુધીના ટ્રાન્સપોર્ટેશન પર 0% GST નો દર હતો તે નિકળી ગયો છે.
  • તેથી 18/07/2022 થી ટ્રાન્સપોર્ટરે જો FORWARD CHARGE સિલેક્ટ કર્યું હોય તેમાં 5% અથવા 12%  ના દરે ૧ Rs ના  ટ્રાન્સપોર્ટેશન થી GST લાગુ પડશે.

 18/07/2022 થી  ટ્રાન્સપોર્ટરે જો RCM સિલેક્ટ કર્યું હોય તો જે વક્તિ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ રીસીવ કરે છે તે વય્ક્તિ એ  ૧ Rs નો  ટ્રાન્સપોર્ટેશન ખર્ચ હોય તો પણ   5%  RCM ટેક્ષ ભરવો પડે.

  • ૧૮/૦૭/૨૦૨૨ સુધી GTA ને FORWARD CHARGE કે REVERSE CHARGE MECHENISUM (RCM) માં ટેક્ષ ભરવા માટે કોઈ ડેકલેરેશન આવવાનું નથી.
  • 18/07/2022 થી GTA તે FORWARD CHARGE માં રહેવા માટે ડેકલેરેશન ANNEXTURE-A માં આપવું પડે.
  • નાણાકીય વર્ષ 2022-23 માટે ડેકલેરેશન સબમિટ કરવાની છેલ્લી તારીખ 16/08/2022 હતી.
  • GST પોર્ટલ પર 16/08/2022 સુધી ડેકલેરેશન ANNEXTURE-A લાઇવ થયું નહોતું, તેથી નાણાકીય વર્ષ 2022-23 માટે GTA એ મેન્યુઅલ ફોર્મ ભરીને ડીપાર્ટમેન્ટ માં સબમિટ કરવાનું હતું.
  • નાણાકીય વર્ષ 2023-24 માટે ડેકલેરેશન સબમિટ કરવાની છેલ્લી તારીખ 15/03/2023 હતી.
  • તારીખ 24/02/2023 ના રોજ ANNEXTURE-A પોર્ટલ પર લાઇવ થય ગયું હતું.
  • નાણાકીય વર્ષ 2023-24 માટે ટેક્ષ પેયર ને સમય ઓછો પડતો તો તેથી નાણાકીય વર્ષ 2023-24 માટે GTA દ્વારા ANNEXTURE-A માં જે ડેકલેરેશન ફાઈલ કરવાની તારીખ 15/03/2023 હતી તે વધારીને 31/05/2023 કરવામાં આવી હતી.
  • જો કોઈ GTA નવો બીઝનેસ શરુ કરતા હોય

               અથવા

 નાણાકીય વર્ષમાં ટર્ન ઓવર વધવાના કારણે નવો GST નંબર માટે એપ્લીકેસન કરી હોય ત્યારે

  • જે તારીખે નવા નંબર ની એપ્લીકેસન કરી છે ત્યાર થી 45 દિવસ

                              અથવા

  • GST નંબર આવી જાય ત્યારથી 1 મહિનામાં

બે માંથી જે તારીખ પછી આવે ત્યાં સુધીમાં GTA FORWARD CHARGE માં રહેવા માટેનું ડેકલેરેશન ફાઈલ કરી શકે છે.

  • ત્યાર બાદ 26/07/2023 ના રોજ નોટીફીકેશન NO.06/2023 (CENTRAL TAX RATE) દ્વારા GTA નો FORWARD CHARGE માં રહેવા માટે ડેકલેરેશન ફાઈલ કરવાની તારીખ માં સુધારો કરવામાં આવ્યો છે.

જે મુજબ  જે નાણાકીય વર્ષ માટે ડેકલેરેશન આપવાનું છે તે નાણાકીય વર્ષ ના  પાછળના વર્ષની 15-માર્ચ હતી તે તારીખ ફેરવીને પાછળના વર્ષની 1 જાન્યુઆરી થી 31  માર્ચ કરવામાં આવી છે.

  • તેથી નાણાકીય વર્ષ 2024-25 માટે જે GTA ને FORWARD CHARGE માં રહેવું છે તે ટેક્ષ પેયરે 01/01/2024 થી 31/03/2024 પહેલા પોર્ટલ પર ડેકલેરેશન ફાઈલ કરવાનું રહેશે.
  • એક વાર GTA દ્વારા FORWARD CHARGE માં રહેવા માટે ડેકલેરેશન ફાઈલ કટી દીધું ત્યાર બાદ પછીના બધાજ નાણાકીય વર્ષ માટે તે ઓટોમેટીક FORWARD CHARGE માં જ રહેશે. દર વર્ષ GTA FORWARD CHARGE માં રહેવા માંગતા હોય તો દર વર્ષે આ ડેકલેરેશન ફાઈલ કરવાનું જરૂરી નથી.
  • જો કોઈ GTA FORWARD CHARGE માંથી REVERSE CHARGE માં ટેક્ષ ભરવા ઇરછતા હોય તો GTA દ્વારા ANNEXTURE-VI દ્વારા ડેકલેરેશન ફાઈલ કરવું ફરજીયાત છે.
  • ANNEXTURE-VI જે નાણાકીય વર્ષ માટે ફાઈલ કરવાનું હોય તે નાણાકીય વર્ષ ના પાછળના નાણાકોય વર્ષથી 1-જાન્યુઆરી થી 31-માર્ચ સુધીમાં GST પોર્ટલ પર ફાઈલ કરવાનું રહેશે.
  • જો કોઈ GTA નાણાકીય વર્ષ 2022-23 અને 2023-24 માં FORWARD CHARGE માં હોય પરંતુ નાણાંકીય વર્ષ 2024-25 માં REVERSE CHARGE માં ટેક્ષ ભરવો હોય તો 01/01/2024 થી 31/03/2024 સુધીમાં ANNEXTURE-VI દ્વારા ડેકલેરેશન ફાઈલ કરીને REVERSE CHARGE માં ટેક્ષ ભરી શકે છે.
  • જો GTA ટેક્ષ પેયરે નાણાકીય વર્ષ 2023-24 માટે મેન્યુઅલ ANNEXTURE-V જ્યુરીડીકશન ઓથોરીટીને સબમિટ કર્યું હોય તો તે ટેક્ષ પેયરે GST પોર્ટલ પર ANNEXTURE-V ની ઓથોરીટી દ્વારા રીસીવ કરેલ કોપી, મેન્યુઅલ ફોર્મ માં જે વિગત ભરી છે તે પોર્ટલ પર ભરવાની અને જે તારીખે મેન્યુઅલ ફોર્મ સબમિટ કર્યું છે તે તારીખ પોર્ટલ પર લખી ને  સબમિટ કરવાનું રહેશે.
  • જે GST ડેકલેરેશન ફાઈલ કરી તે FORWARD CHARGE માં રહેવાનો વિકલ્પ સિલેક્ટ નથી કરતા તે ઓટોમેટીક REVERSE CHARGE માં રહેશે, તેમ માની લેવામાં આવશે.

(લેખક  થાનગઢ ખાતે ઇન્કમ ટેક્સ તથા જી.એસ.ટી. ની પ્રેક્ટિસ કરે છે અને નિયમિત રીતે ટેક્સ ટુડેમાં લેખ લખે છે) 

error: Content is protected !!