ઇ વે બિલમાં જી.એસ.ટી. ની રકમ ના લખી હોય તો પણ માલ જપ્તી થઈ શકે નહીં.. વાંચો હાઇકોર્ટનો આ મહત્વનો ચુકાદો

Spread the love
Reading Time: < 1 minute

Important Case Law with Tax Today: Krishnakumar Vs Asst State Tax Officer-1 Thiruvananthpuram & Others

Court Kerela High Court Writ Petition No 16961 of 2020, ચુકાદો તા. 19.08.2020


કેસના તથ્યો:

  • કરદાતાનો માલ વહન થતો હતો તેમાં ઇ વે બિલ બનાવવું ફરજિયાત હતું જે બનાવેલ હતું પરંતુ ઇ વે બિલમાં IGST ની રકમ અલગ દર્શાવેલ ના હતી.
  • કરદાતાના માલ જોડે વહન સાથે બિલ પણ જોડવામાં આવેલ હતું જેવા IGST ની રકમ સ્પષ્ટ પણે દર્શાવેલ હતી.
  • સર્વેલન્સ સ્કોવડના અધિકારી દ્વારા ઇ વે બિલમાં IGST ની રકમ અલગના દર્શાવવાના કારણે માલ જપ્ત કરવા હૂકુમ કરવામાં આવ્યો હતો.

કરદાતા તરફે દલીલ:

જી.એસ.ટી. હેઠળ નિયમ 138A હેઠળ ઇ વે બિલમાં ટેક્સ ફરજિયાત અલગ દર્શાવવો જોઈએ એ અંગે કોઈ જોગવાઈ નથી.

માત્ર IGST ની રકમ ના દર્શાવવાના કારણે માલને ટાંચમાં લેવો યોગ્ય નથી.

 

કોર્ટનો ચુકાદો:

જી.એસ.ટી. કાયદાના નિયમ 138A હેઠળ ઇ વે બિલમાં IGST ની રકમ અલગ દર્શાવવી ફરજિયાત છે તેવો કોઈ નિયમ નથી.

ટેક્સની રકમ બિલમાં દર્શાવવામાં આવેલ છે તે અંગે કોઈ વિવાદ નથી.

આ કારણોસર આ કેસના સમવાળા (રાજ્ય SGST ઓફિસર) દ્વારા કરવામાં આવેલ માલ ટાંચના આદેશો રદબાતલ ઠરાવવામાં આવે છે.

આ કેસના સમવાળાને આ ઓર્ડર મળતાજ કરદાતાનો માલ છોડી દેવા આથી હૂકુમ કરવામાં આવે છે.

લેખક નોંધ: જી.એસ.ટી. કાયદા હેઠળ 50000 થી વધુના મૂલ્યના માલ નું જ્યારે વહન થતું હોય ત્યારે ઇ વે બિલ બનાવવાનું રહેતું હોય છે. આ ઇ વે બિલ બનાવવામાં થોડી “ક્લેરિકલ” ભૂલો થાય તો પણ અધિકારીઓએ ગંભીરતા થી લઈ માલ ટાંચમાં લેવા સુધીના આદેશ કરતાં રહ્યા છે. આ આદેશ કરદાતાઑને ચેક પોસ્ટ સામેની કાર્યવાહીમાં ઉપયોગી થશે.

ચુકાદાની નકલ:Krishnakumar Vs SGST Officer

 

 

 

error: Content is protected !!