યોગ્ય કારણ હોય તો ઇ વે બિલ વેલીડના હોય તો પણ દંડ લાગી શકે નહીં: તેલંગાણા હાઇકોર્ટ

Spread the love
Reading Time: 3 minutes

Important Judgements with Tax Today

M S Satyam Shivam Papers Pvt Ltd Vs Asst Commissioner (State Tax)

Writ Petition no. 9688/2020

Date of Order: 02.06.2021


કેસના તથ્યો:

  • પિટિશનરએ એક પ્રાઈવેટ લિમિટેડ કંપની છે અને તેલંગાણા ખાતે જી.એસ.ટી. હેઠળ નોંધાયલ છે.
  • તેઓના દ્વારા 04.01.2020 ના રોજ માલનું આંતરરાજ્ય વેચાણ અયપ્પા સ્ટેશનરી એન્ડ જનરલ સ્ટોરને કરવામાં આવ્યું હતું. આ વેચાણનું ઇ વે બિલ 04.01.2020 ના રોજ બનાવવામાં આવ્યું હતું.
  • આ માલની ડિલિવરી ટ્રાન્સપોર્ટરને એ જ દિવસે આપવામાં આવી હતી અને માલનું વહન પણ એજ દિવસે શરૂ થયું હતું.
  • રસ્તામાં Citizen Amendment Act (CAA) સામે કોઈ રાજકીય પક્ષે પ્રદર્શન કર્યું હતું અને તેના કારણે માલ વહન બશીરબાગ, હૈદરાબાદ ખાતે રાત્રિના 8:30 કલાક બાદ જ આગળ ચાલી શક્યું હતું.
  • ટ્રૉલીના ડ્રાઈવરના માનવા મુજબ ખરીદનારની દુકાન એ સમયે બંધ થઈ ગઈ હોય અને માટે તે ટ્રૉલી લઈ પોતાના ઘરે જતો રહેલો.
  • ત્યારપછીનો દિવસ એટલેકે 05.01.2020 એ રવિવાર હતો અને ખરીદનારની દુકાન બંધ હતી. પછીનો કામકાજનો દિવસ 06.01.2020 એટ્લે સોમવાર હતો.
  • 06.01.2020 ના રોજ જ્યારે ડ્રાઈવર ટ્રૉલી દ્વારા ખરીદનારને માલ પહોચડવા જઇ રહ્યા હતા ત્યારે અધિકારી દ્વારા માલ રોકવામાં આવ્યો હતો અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
  • અધિકારીની નોટિસ સામે પિટિશનર દ્વારા હકીકત રજૂ કરવામાં આવી હતી. આ રજૂઆતનો સ્વીકાર પત્ર આપવાનો પણ અધિકારી દ્વારા ઇનકાર કરવામાં આવ્યો હતો.
  • માલ જ્યારે રોકવામાં આવ્યો ત્યારે ઇ વે બિલ વેલીડ ના હતું (સમય પૂરો થઈ ગયો હતો) આને આ કારણે માલ જપ્ત કરવામાં આવ્યો હતો.
  • પિટિશનર દ્વારા 19 જાન્યુઆરી સુધી માલ જપ્તી છોડવા માટે રજૂઆત કરવામાં આવી હતી જે અંગે અધિકારી દ્વારા કોઈ હકારાત્મક પ્રતીભાવ ના મળતા તેઓએ અધિકારી દ્વારા આકારવામાં આવેલ ટેક્સ તથા પેનલ્ટી ભરવામાં આવેલ હતી.

કરદાતા તરફે દલીલ:

  • માલ વહન દરમ્યાન આવેલ રાજકીય પક્ષની રેલીના કારણે એટલેકે કાબૂ બહારના સંજોગોના કારણે માલ વહનમાં મોડુ થયું હતું.
  • અધિકારીને આ અંગે અનેક રજૂઆતો કરી હોવા છતાં તેઓએ રજૂઆત ઉપર ધ્યાન આપવ્યું ના હતું.
  • જે અધિકારીએ આદેશ પસાર કર્યો છે તે આ આદેશ પસાર કરવાનો અધિકાર તેમની પાસે નથી.
  • અધિકારીએ કાયદા હેઠળ માત્ર 3 દિવસ માલ રોકી શકાય છે છતાં પણ ઘણા વધુ દિવસ માલ રોકી રાખ્યો હતો.
  • અધિકારીએ માલ પોતાના સબંધીને ત્યાં રાખવામા આવ્યો હતો જે કાયદા મુજબ યોગ્ય નથી.

સરકાર તરફે દલીલ:

  • ટ્રકનું ચેકિંગ તેમણે જ્યારે કર્યું અને ડ્રાઈવરને ઇ વે બિલ વેલીડ નથી તે અંગે પુછવામાં આવતા ડ્રાઇવરે આ અંગે પોતાને કશું ખબર નથી તેવું જણાવ્યુ હતું.
  • પીટીશનર ઇ વે બિલની સમયમર્યાદા વધારી શકતા હતા જે તેમણે વધારી ના હતી.
  • કરદાતાએ ઇ વે બિલની મર્યાદા વધારવાના બદલે અલગ અલગ કારણો આપ્યા જે ટેક્સ ચોરીનો ઇરાદો દર્શાવે છે.
  • ઇ વે બિલની એક્સપાયરી એ માત્ર ટેકનિકલ કારણ ગણી શકાય નહીં આમ અધિકારી દ્વારા કરવામાં આવેલ ટેક્સ અને પેનલ્ટીનો આદેશ યોગ્ય છે.
  • માલની “સેફ્ટી” માટે માલને અધિકારીના સબંધીને ત્યાં રાખવામા આવ્યો હતો જ્યાં માલ ઉપર CC TV દ્વારા નજર રહી શકે.

કોર્ટનો આદેશ:

  • પિટિશનરનો માલ જ્યારે વહન થઈ રહ્યો હતો ત્યારે CAA સામે રાજકીય પક્ષની રેલી હતી અને રોડ બ્લોક હતા તે અંગે કોઈ તકરાર નથી.
  • માલ અલગ અધિકારી દ્વારા રોકવામાં આવ્યો હતો અને માલ છોડવાનો આદેશ અલગ અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે જે અંગે પણ સંતોષ કારક ખુલાસો કરી શક્ય નથી.
  • અધિકારીએ પિટિશનરની પોલિટિકલ રેલી અંગેની રજૂઆત ધ્યાને લેવી જરૂરી હતી.
  • અધિકારીએ એફિડેવિટમાં માત્ર એવું જણાવેલ છે કે ઇ વે બિલની સમય મર્યાદા ના વધારવી એના કારણે કર ચોરી કરેલ છે પરંતુ કર ચોરી અંગે પોતાની માન્યતાના અન્ય કોઈ ઠોસ કારણો આપેલ નથી.
  • પિટિશનર દ્વારા રજૂ કરવામાં આવેલ Mov-07 સામે Mov-09 માં પ્રતિઉતર આપવાની પણ તસ્દી અધિકારી દ્વારા લેવામાં આવી નથી જેનો અમે અસ્વીકાર કરીએ છીએ.
  • અધિકારી દ્વારા 20.01.2020 ના રોજ કરવામાં આવેલ ટેક્સ અને દંડનો આદેશ રદ્દ કરવા ઠરાવવામાં આવે છે.
  • કરદાતા દ્વારા ભરવામાં આવેલ રકમ રકમ ભર્યાથી 6% ના વ્યાજ સાથે ચૂકવવા આદેશ કરવામાં આવે છે.

(સંપાદક નોંધ: આ કેસ ઇ વે બિલ અંગેના કેસોમાં ખૂબ મહત્વનો ગણાય. તેલંગાણા હાઇકોર્ટ દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે ઇ વે બિલ માં ચૂકના કિસ્સામાં કરચોરીનો ઇરાદો પુરવાર કરવો મહત્વનો છે. આ ઉપરાંત કાયદા તથા નિયમોમાં આપવામાં આવેલ જવાબદારી કરદાતાઓએ પૂરી કરવી જરૂરી છે તેવી જ રીતે અધિકારીઓએ પણ આ જવાબદારી પૂરી કરવી જરૂરી છે.)

ભવ્ય પોપટ, ટેક્સ ટુડે

error: Content is protected !!