શરતચૂકથી નોંધણી દાખલો રદ થયાના કિસ્સામાં રદ્દ થયેલ નંબરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ટ્રાન્સફર કરી આપે અધિકારી: ગુજરાત હાઇકોર્ટ
Important Judgement With Tax Today
નેત્રિકા ટ્રેન્ડસ પ્રા. વી. ડે. કમિશ્નર ઓફ અપિલ્સ, SGST, GSTN વી.
ગુજરાત હાઇકોર્ટ રિટ પિટિશન 13296/2020
ઓર્ડર તારીખ: 08.02.2021
કેસના તથ્યો:
- કરદાતા દ્વારા જી.એસ.ટી. માઈગ્રેશન સમયે જી.એસ.ટી. નંબર ફાળવેલ હતો.
- આ માઈગ્રેટેડ નંબરમાં કોઈ ટેકનિકલ ક્ષતિ હોવાથી કરદાતા દ્વારા નવો નંબર મેળવવામાં આવેલ હતો.
- કરદાતા દ્વારા આ બીજો નંબર ઉપયોગમાં લેવામાં આવેલ હતો.
- કરદાતા દ્વારા તેમના ટેક્સ કન્સલ્ટન્ટને માઈગ્રેટ થયેલ નંબર રદ્દ કરવા જણાવવામાં આવ્યું હતું.
- શરતચૂકથી માઈગ્રેટ થયેલ નંબર સિવાયનો નવો નંબર રદ થવા અરજી કરવામાં આવેલ હતી, જે અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યો હતો.
- કરદાતાને આ બાબતની જાણ ના હોય તેઓએ ધંધો રદ થયેલ નંબર ઉપર ચાલુ રાખવામા આવેલ હતો.
- રદ થયેલ નંબરમાં કરદાતા પાસે ક્રેડિટ રહેતી હતી.
- કરદાતાએ આ રદ થયેલ નંબર રિસ્ટોર કરવા ક્ષેત્રાધિકાર ધરાવતા અધિકારીને અરજી કરવામાં આવેલ હતી જે અધિકારીએ નામંજૂર કરવામાં આવેલ હતી.
- આ સામે કરદાતા દ્વારા અપીલ કરવામાં આવેલ હતી જે પણ નામંજૂર કરવામાં આવી હતી.
- આ સામે કરદાતા દ્વારા આ રિટ પિટિશન કરવામાં આવેલ છે.
કરદાતા તરફે દલીલ:
- કરદાતાનો નંબર શરતચૂકથી રદ થયો હોય આ નંબર રિસ્ટોર કરી આપવામાં આવે.
- આ રદ થયેલ નોંધણી દાખલામાં રહેલ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ટ્રાન્સફર કરી આપવામાં આવે.
સરકાર તરફે દલીલ:
- કરદાતા દ્વારા અરજીથી રદ કરેલ જી.એસ.ટી. નંબર રિવોકેશન કરવાની જોગવાઈ કાયદામાં નથી.
- કરદાતાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ટ્રાન્સફર કરવા અધિકારીને અરજી કરવામાં આવે જે કરી આપવામાં આવશે.
- ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ટ્રાન્સફર કરવાનો કાયદા હેઠળનો સમય જતો રહ્યો હોય આ ક્રેડિટ ટ્રાન્સફર કરવામાં થોડી ટેકનિકલ મુશ્કેલી આવશે.
- આ બાબતે GSTN ની મદદ પણ અનિવાર્ય બનશે.
કોર્ટનો ચુકાદો:
- સરકાર દ્વારા કરદાતાની મુશ્કેલી નિવારણ માટે તત્પરતા દર્શાવેલ છે.
- કરદાતા દ્વારા અધિકારીનો સંપર્ક કરવામાં આવે.
- અધિકારી દ્વારા કરદાતાની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ કલમ 18 ની જોગવાઈને આધીન ટ્રાન્સફર કરી આપવામાં આવે.
- આ ક્રેડિટ ટ્રાન્સફરના આવેજીમાં કરદાતા કાયદાને આધીન રિફંડ પણ માંગી શકે છે.
- GSTN પણ આ વિધિમાં અધિકારીને તમામ સહકાર આપે તેવી સૂચના પણ આપવામાં આવે છે.
(સંપાદક નોંધ: આ કેસ ખૂબ મહત્વનો ગણી શકાય. આ પ્રકારે ટેકનિકલ-ક્લેરિકલ ભૂલ કોઈ પણ કરદાતા-ટેક્સ પ્રોફેશનલ્સ થી થઈ શકે છે. આ અંગે વાત કરતાં આ કેસમાં કરદાતા વતી સફળતા પૂર્વક રજૂઆત કરનાર એડવોકેટ ડો. અવિનાશ પોદ્દાર જણાવે છે કે આ કેસમાં SGST ડિપાર્ટમેંટ તથા GSTN નું વલણ પણ ખૂબ સકારાત્મક હતું. આ કેસ ભવિષ્યમાં કરદાતાઓ/ટેક્સ પ્રોફેશનલ્સને ખૂબ ઉપયોગી થશે અને જરૂર જણાય ત્યાં કોર્ટના દ્વાર ખખડાવી શકાય છે.)
આ કેસ અંગે ટેક્સ ટુડે ન્યૂઝ ચેનલ (YouTube) ઉપર એડવોકેટ અવિનાશ પોદ્દાર દ્વારા આપવામાં આવેલ ખાસ ઇન્ટરવ્યૂ જોવા નીચેની લિન્ક ક્લિક કરશો.
https://www.youtube.com/watch?v=SZuqno-SKsw&t=13s