લો આવી ગઈ એક નવી “લોકલ સ્ટાર્ટ અપ”…..Duzzy 

Spread the love
Reading Time: 5 minutes
Be Vocal For Local…. પ્રધાનમંત્રી મોદીની મુહિમને આપો સાથ….
તા. 12.09.2021:
“મેઇક ઇન ઈન્ડિયા” એ પ્રધાનમંત્રી મોદીનું ભારતના અર્થતંત્ર માટે ખૂબ મોટું પગલું ગણવામાં આવી રહ્યું છે. આ મુહિમ હેઠળ લોકલ સ્ટાર્ટ અપ તથા Be Vocal for Local ને પણ એટલુ જ  મહત્વ આપવામાં આવી રહ્યું છે. ભારતના નાના નાના શહેરોમાં સ્થાનિક સ્ટાર્ટ અપ ઊભા થઈ રહ્યા છે. ગુજરાતના ગિર સોમનાથ જિલ્લાના એક નાનકડા શહેર ઉનામાં પણ આવું એક સ્ટાર્ટ અપ એક ઉત્સાહી યુવાન દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ સ્ટાર્ટ અપનું નામ છે Duzzy અને આ સ્ટાર્ટ અપના સહ સ્થાપક છે દિલિપ ડાંગોદરા. આજે ટેક્સ ટુડેમાં વાંચો આ સ્ટાર્ટ અપના પ્રમોટર સાથેની ખાસ મુલાકાત:
1. Duzzy સ્ટાર્ટ અપ શરૂ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો?
હું અમદાવાદમાં મારો અભ્યાસ પૂર્ણ કરી નોકરી કરતો હતો.  આપણા ઉના ઘણા મિત્રો સાથે વિકેન્ડમાં મળવાનું થતું અને અમે લોકો જયારે મળીયે ત્યારે સ્ટાર્ટ અપ વિષે ખુબ લાંબી ચર્ચાઓ થતી. પણ દરેક સ્ટાર્ટ અપની અમુક વસ્તુઓ કોમન હતી કે મોટા ભાગના સ્ટાર્ટ અપ બેંગ્લોર અથવા તો દિલ્હી જેવા મોટા શહેરોમાંથી જ આવતા હોય છે. આ વિષય પાર ચર્ચા ખુબ જ ગંભીર રીતે થતી કે આપણાં ગુજરાત માંથી કેમ આવું સ્ટાર્ટ અપ નથી બહાર આવતું!!
એક વાર વાતમાંથી વાત નીકળી કે આપણે અહીંયા અમદાવાદમાં દરેક વસ્તુ માટે એક એપ છે પણ બીજા એવા ઘણા બધા શહેરો છે જ્યાં હજુ સુધી લોકોને દરેક જ વસ્તુઓ જાતે લેવા જવી પડે છે અથવા શોધવી પડે છે. આપણે એવા શહેરોમાં ફૂડ ડિલિવરીની સર્વિસ આપવામાં આવે જ્યાં હજુ સુધી ઝોમાટો અને સ્વિગી કે ગ્રોફર્સ જેવી કંપનીઑ સર્વિસ નથી આપી રહી. આ સેવા શરૂ કરવામાં અમને એક પ્રોબ્લેમ એ હતી માત્ર ફૂડ ડિલિવરીની સેવા ઉપર નાના શહેરો માટે સેવા આપવી શક્ય બને નહીં.  ત્યારે અમે વિચાર્યું માત્ર ફૂડ ડિલિવરી કરવાથી લોકોના પ્રોબ્લેમનું સોલ્યૂશન નહિ આવે અને આપણાં સ્ટાર્ટ અપને સસ્ટેઇન (ટકાવી રાખવા) કરવામાં પણ ઘણી બધી તકલીફ થશે.
પછી અમે લોકો એ બ્રેઈનસ્ટોર્મિંગ (વિચાર મંથન) કર્યું અને “ડઝિ” શરુ કરવાનો આઈડિયા ઉદ્ભવ્યો. શરૂવાતમાં જયારે અમારો આઈડિયા અમારા મિત્ર વર્તુળ-પરિવારમાં શેર કર્યો તો મોટાભાગના લોકોનું એવું માનવું હતું કે આ પ્રકારની સેવા ઉના જેવા નાના શહેરોમાં ના ચાલે. અમને એમ પણ પ્રશ્નો કરવામાં આવ્યા કે જો ચાલે એવું હોઈ તો બીજા લોકો એ આ ના કરી નાખ્યું હોઈ? પણ અમે મનથી નક્કી કરી લીધું હતું કે રિસ્ક તો લેવું જ છે અને આવી રીતે “ડઝિ” થઇ શરૂઆત.
2. Duzzy ક્યાં પ્રકારે કામ કરે છે, આ એપ ઉપર ગ્રાહકોને શું સેવા આપવામાં આવે છે?
અમે લોકો “ડઝિ” પર એવી ચીજ વસ્તુ તથા સેવાઓ પૂરી પાડીએ છીએ કે જેની લોકોને અવારનવાર જરૂરત પડતી હોઈ છે. જેમ કે ફૂડ (રેસ્ટોરંટ ફૂડ), કરિયાણું, મીઠાઈ અને ફરસાણ, આઈસ્ક્રીમ, ફળ-ફ્રૂટ , શાકભાજી જેવી વસ્તુઓ અમે લોકોના ઓર્ડર્સ ઉપર ઘરે ડિલિવર કરીયે છીએ
3. હાલ તમારી સેવા ઉનામાં ઉપલબ્ધ છે. ઉનાના લોકો તમારી એપ ઉપર કેવો રિસ્પોન્સ આપી રહ્યા છે?
હાલ માં ઉના માં ખુબ જ સારો રેસ્પોન્સે મળ્યો છે. અમને લોન્ચ કર્યાના પ્રથમ મહિનામાં જ અમે ૧૦૦૦ ઓર્ડર્સ ડિલિવર કર્યા છે. જે અમારા વિચાર્યા કરતા ઘણો સારો રિસ્પોન્સ છે. આ માટે અમને ઘણા બધા લોકોએ ખુબ જ મદદ કરી છે.
4. આપની એપ આ પ્રકારે માર્કેટમાં રહેલી અન્ય એપ કરતાં કેવી રીતે અલગ છે? 
સામાન્ય રીતે પ્રચલિત એપ એ માત્ર ફૂડ ડિલિવરી કરતી હોય છે અથવા તો માત્ર “ગ્રોસરી” ડિલિવર કરવાની સેવા આપતી હોય છે. અમારી “ડઝી એપ” માત્ર ફૂડ ડિલિવરી નહિ પણ એ સિવાયની પણ ઘણી બધી વસ્તુઓની ડિલિવરી આપે છે. અહીંયા યુઝર્સ ડિલિવરીનો પોતાના અનુકૂળ સમય પણ શેડ્યુલ પણ કરી શકે છે. બીજી એપ મોટા શહેરોને જ પ્રાથમિકતા આપતી હોઈ છે જ્યાં તેમને મોટા પ્રમાણમાં બિઝનેસ મળે. જ્યારે અમે ઉના જેવા નાના શહેરોને પ્રાથમિકતા આપી અને સારી સર્વિસ આપવાનું કરવાનું પ્રયોજન ધરાવીએ છીએ.
5. હાલ તમારી ટિમમાં કેટલા સભ્યો છે?
હાલ, અમારી ટીમમાં ૩ ફાઉન્ડર્સ છે. માનવ પટેલ જે એપને નાણાકીય અને ટેક્નિકલી સપોર્ટ આપે છે તથા માર્ગદર્શન પૂરું પાડે છે. બીજા ફાઉન્ડર્સ સંજય કીડેચા જે એપ બિઝનેસ પ્લાન, માર્કેટિંગ તથા સ્ટ્રેટેજિક મદદ કરે છે. હું ડેયલી ઓપેરશન (રોજબરોજના કર્યો), ઓર્ડર્સ મેનેજ કરવા, નવા સ્ટોર ઉમેરવા, આ બધું જોતો હોઉં છું.
6. હાલ, આપની કંપનીનું કાર્યક્ષેત્ર કેટલા શહેરોમાં ઉપલબ્ધ છે? 
હાલમાં ડઝી માત્ર ઉના પૂરતું કાર્યરત છે.
7. ભવિષ્યમાં અન્ય શહેરોમાં આપની સેવા વધારવા અંગે શું પ્રયોજન છે?
અમે નજીકના ભવિષ્યમાં ઉના જેવા ૨૦ શહેરોમાં અમારી સર્વિસ શરૂવાત કરવાં પ્રયોજન ધરાવીએ છીએ.
8. ભવિષ્યમાં અન્ય ચીજ વસ્તુ તથા સેવા વધારવા અંગે શું આયોજન છે?
અત્યારે અમારી ટીમ અમારી ચીજવસ્તુ તથા સેવાઓ વધારવા, એપનો વિકાસ કરવાં સતત રિસર્ચ કરતી રહેતી હોઈ છે. પણ અમે જ્યાં સુધી અમારો હાલની સેવાઓમાં  “કસ્ટમર સેટિસ્ફેકશન ગોલ” સિદ્ધ  ના કરી લઈએ ત્યાં સુધી નવી સર્વિસીસનો ઉમેરો નથી કરવા માંગતા.
9. આ પ્રકારના સ્ટાર્ટ અપને માર્કેટમાં ટકી રહેવા ખૂબ મોટા રોકાણ ની જરૂર પડે. હાલ તમારી કંપનીમાં કોઈ અન્ય કંપનીઓનું રોકાણ છે?
હાલમાં તો રોકાણ ની બધી જ જવાબદારી માનવ પટેલ મેનેજ કરી રહ્યા છે. તેમની કંપની Kody Technolab  તરફથી અમે પ્રોડક્ટ બનાવામાં સારો સપોર્ટ મળ્યો છે. બાકી અત્યાર સુધી અમે બહારથી રોકાણ લેવા માટે વિચાર્યું નથી. જયારે અમારી પાસે થોડા યુઝર્સ અને “રેગ્યુલર ઓર્ડર બુક” થઇ જાય પછી જ અમે રોકાણ માટે વિચારીશું એવું અમે નક્કી કર્યું છે.
10. ભવિષ્યમાં તમારી આ કંપનીને આગળ લઈ જવા કોઈ મોટા મૂડી રોકાણનું આયોજન છે? કદાચ કોઈ મોટા “એન્જલ ઇન્વેસ્ટર” મળે તો ઈન્વેસ્ટમેન્ટ સ્વીકારવા તૈયાર છો?
હા, હવે નજીક ના ભવિષ્યમાં જ બીજા ઘણા બધા સિટીમાં એક્સપાન્શન કરવાનું આયોજન છે. ચોક્કસથી બહારથી મૂડી રોકાણ અથવા તો એન્જલ ઇન્વેસ્ટર માટે ની તકો અંગે વિચારશું.
11. હાલ, તમારા ધંધા માટે સૌથી મોટી મુશ્કેલી તમે શું માની રહ્યા છો?
મુશ્કેલી તો દરેક સ્ટાર્ટ અપ માટે આવતી જ હોઈ છે. અમે આ મુશ્કેલીઓને ચેલેન્જ તરીકે લેતા હોઈ છે. હાલમાં તો દરેક નાના સિટીમાં નેટવર્ક ઉભું કરવું અને કેવી રીતે ડિલિવરી ચેઇનનું આયોજન કરવું અને તેની પુરી ક્ષમતા સાથે ઉપયોગ કેવી રીતે કરવો એ અમારા માટે ચેલેન્જ સમાન છે.
12. તમારા આ સાહસ માટેનું ભવિષ્ય તમને કેવું લાગી રહ્યું છે?
વધારે દૂર ના ભવિષ્યની ચિંતા કર્યા વગર અમે “પ્રેસન્ટ” (વર્તમાન) પર ફોકસ કરવા માંગીયે છીએ. અમે અત્યરે ગ્રાહક માટે “બેસ્ટ સર્વિસીસ” અને “બેસ્ટ એક્સપીરીયન્સ” આપવાની ઈચ્છા ધરાવીએ છીએ. જો અમે આ કરવા માં સફળ રહ્યા તો અમારા આ સાહસનું ભવિષ્ય ચોક્કસથી ખુબજ સારું હશે.
13. ભવિષ્યમાં તક મળે અને કોઈ મોટી કંપની તમારી કંપનીને ખરીદવા માંગે તો તમે આ અંગે સકારાત્મક દિશામાં વિચારશો?
મને લાગે છે આ વિષે અત્યારે કોઈ ટિપ્પણી કરવી ના જોઈએ. એ બધી વસ્તુ સમય અને સંજોગ પર વધારે નિર્ભર રહેતી હોઈ છે અને હાલ માં તો આ અંગે કશું વિચાર્યું નથી.
14. Duzzy એ પોતાના ક્ષેત્રમાં રહેલી માર્કેટની મોટી કંપની  Zomato, Swiggy જેવી ધુરંધર કંપનીઓ સાથે હરીફાઈ કરવાની રહે. આ પ્રકારની મોટી કંપનીઓ સામે બાથ ભીડવાનો અનુભવ કેવો રહેતો હોય છે?
એમનું બિઝનેસ મોડેલ અને અમારું બિઝનેસ મોડેલ તદ્દન અલગ છે. ઉપરાંત હાલ તો અમારું અને તેમનું કાર્યક્ષેત્ર વિસ્તાર પ્રમાણે જોઈએ તો ખૂબ અલગ છે. માટે હાલ તો આવી ધુરંધર કંપનીઓ સાથે કોઈ સીધી સ્પર્ધા નથી.
સંપાદક નોંધ:
કહેવાય છે કે “Where there is a will there is a way….” ઉના જેવા નાના શહેરનો આ યુવાન દ્વારા પોતાના મિત્રો સાથે એક અનોખી “સ્ટાર્ટ અપ” શરૂ કરી છે. અનોખી એટલા માટે કહીશ કે આ એપનો મુખ્ય ટાર્ગેટ “tier-2” તથા “tier-3” શહેરો છે. એવા શહેરો જેને શહેર કરતાં “ટાઉન” કહેવું વધુ સારું કહેવાય. આવ નાના શહેરોમાં પણ હવે લોકો “એપ બેઇઝ” માલ અને સેવા ખરીદી રહ્યા છે. આ શહેરોના લોકો, ખાસ કરીને યુવા વર્ગ આ પ્રમાણેની સેવાને ચોક્કસ આવકારશે તેવું હું માનું છું. ટેક્સ ટુડે આ પ્રકારની સેવા શરૂ કરવાના વિચારને ખાસ બિરદાવે છે. વ્યક્તિગત રીતે હું આ સેવા નિયમિત લઈ રહ્યો છું અને આપ સૌ ઉનાના મિત્રોને આ સેવાનો અનુભવ કરવાં ખાસ આગ્રહ કરું છું. અમારા ઉના સિવાયના વાંચકોને પણ ખાસ વિનંતી કે આ ઇન્ટરવ્યુ વાંચી તમને આ યુવાનોના સાહસ પ્રત્યે માન થયું હોય તો એમની એપ ચોક્કસ ડાઉનલોડ કરશો. ઉપરાંત અમારા આ આર્ટિકલ ઉપર નીચે કોમેન્ટ બોક્ષમાં કોમેન્ટ જરૂર આપશો.
ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે
આ એપ એંરોઈડ અને એપલ ડિવાઇસ ઉપર ડાઉનલોડ કરવા નીચેની લિન્ક ક્લિક કરી શકો છો. વધુ માહિતી માટે આપ https://www.duzzy.in/ ની મુલાકાત લઈ શકો છો.
એપ ડાઉનલોડ કરવા:
error: Content is protected !!