સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (SEZ)ને સપ્લાય અંગે વાંચો આ ખાસ લેખ

Spread the love
Reading Time: 7 minutes

By અલ્કેશ જાની

  1. 1.  SEZ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને પૂરો પાડવામાં આવતા પુરવઠો એટલે કે સપ્લાયને સમજતા પહેલા આપણે આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન શું છે તેના વિશે પણ થોડું જાણવું જોઈએ. ભારત સરકારે નિકાસને વેગ આપવા  માટે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એક્ટ, 2005 અમલમાં લાવ્યા જેમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જાહેર કરેલા ક્ષેત્રમાં ઉદ્યોગની સ્થાપના કરે છે તેમને વિશેષ લાભ આપવામાં આવે છે.
  2. જ્યારે ડેવલોપર એસ.ઈ.ઝેડ. ક્ષેત્રનું નિર્માણ કરે છે અને કોઈ ઉદ્યોગસાહસિક તેમાં યુનિટ એટલે કે એકમ સ્થાપવા માગે છે તો તેમણે અધિકાર ક્ષેત્રના ડેવલોપમેન્ટ અધિકારીને અરજી કરવાની રહેશે. અરજીની સાથે લાગતા વળગતા ડોક્યુમેન્ટ્સ એટલે કે દસ્તાવેજ જેમાં ઉત્પાદન કરતા હોય તો ઉત્પાદનની  પ્રક્રિયા, તેમાં ઉપયોગમાં લેવામાં આવે તેવી કાચી સામગ્રી અને સેવા વગેરે સાથે ની વિગતો આપવાની રહેશે, ત્યારબાદ બોર્ડ ઓફ એપ્રુવલ (Board of Approval)  તેની સમીક્ષા કરી અને અધિકૃત કામગીરીને મંજૂરી આપશે જેને (LOA) ‘લેટર ઓફ એપ્રુવલ’ કહે છે. જોકે, અધિકૃત કામગીરી માટે  મંજુરીમાં શરતો અને નિયંત્રણ પણ લાગુ પડતા હોય છે. એસ.ઈ.ઝેડ.  યુનિટ ડ્યુટી ભર્યા વગર આયાત કરી શકે છે અને સ્થાનિક બજારમાંથી ખરીદી પણ કરી શકે છે. એસ.ઈ.ઝેડની વ્યાખ્યા મુજબ ભારતની સીમાઓ પણ એસ.ઈ.ઝેડ.  ક્ષેત્ર સિવાયની, જેને ડોમેસ્ટિક ટેરિફ એરીયા (Domestic Tariff Area (DTA))  કહે છે.
  3. એસ.ઈ.ઝેડ. એક્ટ 2005 હેઠળ અન્ય કાયદાની જેમ વ્યાખ્યાઓ આપવામાં આવી છે, જેમાં જો કોઈ વ્યક્તિ એસ.ઈ.ઝેડ યુનિટને સપ્લાય કરે છે તો તેને નિકાસ કરી છે તેમ માનવામાં આવશે. વધુમાં એસ.ઈ.ઝેડ એક્ટની કલમ 51 મુજબ એસ.ઈ.ઝેડ કાયદાને અન્ય કાયદાથી ઉપરવટની અસર (overriding effect) આપવામાં આવી છે, એટલે કે જો અન્ય કાયદામાં કોઈ વ્યાખ્યા/ જોગવાઇ આપી હોય અને એ જ વ્યાખ્યા/ જોગવાઇ એસ.ઈ.ઝેડ એક્ટમાં પણ આપી હોય તો એસ.ઈ.ઝેડ.ની વ્યાખ્યા/ જોગવાઇ સર્વોપરિ માનવામાં આવશે.
  4. એસ.ઈ.ઝેડનો કાયદો 2005માં ભારતના બંધારણના અનુચ્છેદ નંબર 246 હેઠળ લાવવામાં આવ્યો જે ભારત સંઘની સૂચીમાં છે. હવે જ્યારે જીએસટી કાયદો લાવવાની વાત આવી ત્યારે “one nation one tax” માટે બંધારણમાં સુધારા નંબર101થી સુધારા કર્યા, જેમાં માલ અને સેવા પર વેરો નાખવા માટે બંધારણમાં અનુચ્છેદ નંબર 246A ઉમેરવામાં આવ્યો. આ જોગવાઈની શરૂઆત “Notwithstanding” થી કરવામાં આવી એટલે કે “અનુચ્છેદ નંબર 246 માં હોવા તેમ છતાં…” તેથી એસ.ઈ.ઝેડની ઉપરવટની અસરને અસર વિનાનું કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો એસ.ઈ.ઝેડ એક્ટની કલમ 51ની ઉપરવટની અસરની જોગવાઈ જી.એસ.ટી. કાયદાને લાગુ નહીં પડે આના માટે કાં તો એસ.ઈ.ઝેડ. કાયદામાં અથવા તો જી.એસ.ટી. કાયદામાં સુધારો કરવો પડે.
  5. આઇ.જી.એસ.ટી.ની કલમ (7) મુજબ એસ.ઈ.ઝેડ.ને અથવા એસ.ઈ.ઝેડ દ્વારા પુરો પાડવામાં આવતો પુરવઠાને આંતર રાજ્ય (inter-state) પુરવઠો માનવામાં આવે છે. જ્યારે આઇ.જી.એસ.ટી.ની કલમ 8 સ્પષ્ટ કહે છે કે એસ.ઈ.ઝેડને અથવા તેના દ્વારા પૂરો પાડવામાં આવતા પુરવઠાને રાજ્ય અંતર્ગત (intra-state) માનવામાં આવશે નહીં.
  6. સી.જી.એસ.ટી. એક્ટ ની કલમ 25(1)ના પરંતુક મુજબ જે વ્યક્તિનું યુનિટ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં હોય તેણે અલગથી રજિસ્ટ્રેશન લેવું પડશે અને તેને અલગ વ્યક્તિ તરીકે માનવામાં આવશે. તેથી જો કોઈ વ્યક્તિ એસ.ઈ.ઝેડ. યુનિટને પૂરવઠો પૂરો પાડવામાં આવે છે, પછી ભલે તે એક જ રાજ્યમાં હોય તો પણ તેને આંતર રાજ્ય (inter-state) પૂરવઠો પૂરો પાડવામાં આવ્યો છે તેમ માનવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો કોઈ ગુજરાતનો સપ્લાયર ગુજરાતમાં સ્થિત એસ.ઈ.ઝેડ યુનિટને પુરવઠો પૂરો પાડે છે તો, તેને આંતરરાજ્ય પુરવઠો માનવામાં આવશે.
  7. એસ.ઈ.ઝેડ યુનિટને આપેલા વિશેષ દરજ્જો અને લાભને કોઈ હાનિ ન પહોંચે તે માટે આઇ.જી.એસ.ટી.ની કલમ 16 હેઠળ તેને શૂન્ય દરનો પુરવઠો માનવામાં આવે છે. શૂન્ય દરના પુરવઠાની વ્યાખ્યામાં નિકાસ અને એસ.ઈ.ઝેડ યુનિટને પુરો પાડવામાં આવતો પુરવઠાનો સમાવેશ થાય છે. નિકાસની વ્યાખ્યા આઇ.જી.એસ.ટી.ની કલમ (2)(5)માં આપવામાં આવી છે, તે મુજબ ‘માલને ભારત પ્રદેશથી બહારના પ્રદેશ..’. એસ.ઈ.ઝેડ. યુનિટને પણ નિકાસની સમકક્ષ દરજ્જો આપવામાં આવ્યો છે એટલે કે તે પણ શૂન્ય દરનો પુરવઠો ગણાય. જો કોઈ વ્યક્તિ એસ.ઈ.ઝેડ. યુનિટને પુરવઠો પુરો પાડે છે તો તેને નિકાસના પુરવઠાના જે લાભ મળે છે તે લાભ મળશે. નિકાસની જેમ જ એસ.ઈ.ઝેડ.ને પૂરો પાડવામાં આવતો પુરવઠાને એલ.યુ.ટી./ બોન્ડ હેઠળ, જેમાં વેરો ભર્યા વગર પુરવઠો પુરો પાડી શકાય છે અથવા તો વેરો ભરીને પણ  પુરવઠો પુરો  પાડી શકાય છે. નિકાસના પુરવઠાને જેમ વેરાનું  રિફંડ મળે છે તેમ એસ.ઈ.ઝેડ.ને પૂરો પાડવામાં આવતો પુરવઠાને પણ મળશે. અહીં ધ્યાન રાખવા જેવી વાત એ છે કે એસ.ઈ.ઝેડને પુરો પાડવામાં આવતો પુરવઠો શૂન્ય દરનો છે પણ નિકાસ નથી, કારણ કે તે ભારતની બહાર ના પ્રદેશમાં પુરો પાડવામાં આવતો નથી.
  8. હવે આપણે એસ.ઈ.ઝેડ.ને પુરવઠો પૂરો પાડવા માટેના કેટલાક મહત્વના મુદ્દાની ચર્ચા કરીશું. આપણે પહેલા જોયું કે ભલે એસ.ઈ.ઝેડ.યુનિટ એક જ રાજ્યમાં હોય તો પણ તેને આંતરરાજ્ય (inter-state) પુરવઠો માનવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ એસ.ઈ.ઝેડ.યુનિટને પૂરવઠો પૂરો પાડવા માંગતો હોય તો તેને કલમ 24 મુજબ ફરજિયાત જીએસટી રજીસ્ટ્રેશન લેવું પડે. રજીસ્ટર વ્યક્તિ એલ.યુ. ટી. (બાંયધરી પત્ર)/ બોન્ડ હેઠળ વેરાની ચૂકવણી કર્યા વિના અથવા વેરાની ચૂકવણી કરી એસ.ઈ.ઝેડ.યુનિટને પુરવઠો પૂરો પાડી શકે છે.
  9. Letter of Undertaking (L.U.T)( બાંયધરી પત્ર) / બૉન્ડ વિશે સંક્ષિપ્તમાં

9.1    એલ.યુ.ટી માટેની લાયકાત: – એલ.યુ.ટી. ની સુવિધા હવે તમામ રજિસ્ટર્ડ વ્યક્તિઓને આપવામાં આવી છે, જે આઇજીએસટી વેરાની ચૂકવણી કર્યા વિના શૂન્ય દરનો પુરવઠો પૂરો પાડી શકે છે,  સિવાય કે તે વ્યક્તિ, જેને જીએસટી અથવા આઇજીએસટી અથવા અગાઉના કાયદા જેમ કે, સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટ અથવા કસ્ટમ્સ ઍક્ટ, વગેરે હેઠળ કર/વેરા ચોરીની કાર્યવાહી કરવામાં આવી છે,  અને કર/વેરાની રકમ રૂ. બે કરોડ પચાસ લાખથી વધુ છે. એલ.યુ.ટી. માટે લાયક રજિસ્ટર્ડ વ્યક્તિ ઑનલાઇન (online) અરજી કરી શકે છે અને એ.આર.એન.(ARN) ડિપાર્ટમેન્ટ દ્વારા એલ.યુ.ટી. સ્વીકૃતિનો પુરાવો છે. જો રજિસ્ટર્ડ વ્યક્તિ વિશે પ્રતિકૂળ માહિતી મળી આવે તો એલ.યુ.ટી. ને રદ કરવામાં આવશે અને ડિપાર્ટમેન્ટ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી શકે છે.

9.2    એલ.યુ.ટી.ની માન્યતા: – એલ.યુ.ટી. નાણાકીય વર્ષ માટે માન્ય રહેશે.

9.3    એલ.યુ.ટી માટે જરૂરી દસ્તાવેજો: રજિસ્ટર્ડ વ્યક્તિ અરજી સાથે સ્વ-ઘોષણાપત્ર (સેલ્ફ-ડેકલેરેશન) કે તેની સામે વેરા/કર ચોરીની કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી અને એલ.યુ.ટી.ની શરતો પૂરી કરેલ છે.  સિવાય કે ડિપાર્ટમેન્ટ પાસે કોઈ ચોક્કસ માહિતી હોય તો ફેર ચકાસણી કરી શકે છે.

9.4    એલ.યુ.ટી.ની સ્વીકૃતિ માટેનો સમય: શૂન્ય દરના પુરવઠા માટે એલ.યુ.ટી.એ પ્રાથમિક જરૂરિયાત છે, એલ.યુ.ટી. પર તાકીદે કાર્યવાહી કરવી જોઈએ. તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રજિસ્ટર્ડ વ્યક્તિ દ્વારા અરજી સાથે સ્વ-ઘોષણા મળ્યાના ત્રણ કામકાજના દિવસોના સમયગાળા દરમિયાન એલ.યુ.ટી સ્વીકારવામાં આવશે. જો અરજીની તારીખથી ત્રણ કામકાજના દિવસોની અંદર કોઇ જવાબ નહીં આવે, તો અરજી આપમેળે સ્વીકારવામાં આવી છે તેવુ માની લેવાનુ.

9.5    બોન્ડ /બૅન્ક બાંયધરી (ગેરેંટી ): જો કે તમામ રજિસ્ટર્ડ વ્યક્તિને એલ.યુ.ટી. હેઠળ નિકાસ કરવાની સુવિધા આપવામાં આવી છે, પણ બોન્ડ ફક્ત તે જ વ્યક્તિઓ દ્વારા જમા કરાવવું જરૂરી છે, જેમની સામે  વેરા/કર ચોરી માટે કાર્યવાહી કરવામાં આવી છે અને તે રકમ રૂ. બે કરોડ પચાસ લાખથી વધુ છે. આવા  કિસ્સાઓમાં, બોન્ડની રકમના 15% ની બૅન્ક ગેરેંટી પણ આપવાની રહેશે.

  1. 10. બિલ ઓફ એક્સપોર્ટ વિશે પણ થોડું જાણી લઈએ:-

10.1  માલનું ટ્રાન્સપોર્ટેશન મુખ્યત્વે ત્રણ રીતે થઈ શકે છે, પહેલું માર્ગ અથવા રોડ દ્વારા બીજુ દરિયાઈ માર્ગ દ્વારા અને ત્રીજો હવાઈ માર્ગ દ્વારા. કસ્ટમ શિપિંગ બિલ રેગ્યુલેશન મુજબ જો માલનું ટ્રાન્સપોર્ટેશન માર્ગ દ્વારા થાય છે એટલે કે રોડ દ્વારા તો બિલ ઓફ એક્સપોર્ટ  ફાઈલ કરવાનું છે અને દરિયાઈ અથવા હવાઈ માર્ગ દ્વારા થાય છે ત્યારે શિપિંગ બિલ ફાઈલ કરવાનું થાય છે. એસ.ઈ.ઝેડ.ને પૂરવઠો પૂરો પાડવામાં આવે છે, તો એસ.ઈ.ઝેડ. ના નિયમ 30 મુજબ જીએસટીમાં દર્શાવેલા દસ્તાવેજોથી પૂરવઠો પૂરો પાડી શકાય. જીએસટીમાં એલ.યુ.ટી./ બોન્ડ અને ઇન્વોઇસનો જ ઉલ્લેખ કર્યો છે. પણ જો કોઈ નિકાસના લાભ લેવાના હોય અથવા તો નિકાસની જવાબદારી પૂરી કરવાની હોય જેમકે એડવાન્સ ઓથોરાઇઝેશન, DEPB, વગેરે સ્કીમ માટે, તો બિલ ઓફ એક્સપોર્ટ ફાઇલ કરવું જરૂરી છે, જ્યારે પડોશી દેશ જેમકે, નેપાળ, ભુતાન, બાંગ્લાદેશ વગેરે ને નિકાસ કરવામાં આવે છે ત્યારે બિલ ઓફ એક્સપોર્ટ ફાઈલ કરવાનું હોય છે.

  1. બોન્ડ / એલ.યુ.ટી. (બાંયધરીપત્ર) હેઠળ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ડેવલપર અથવા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન યુનિટને આઇજીએસટી વેરાની ચૂકવણી કર્યા વિનાનો શૂન્ય દરનો પુરવઠો

11.1  માલ માટે: – રજિસ્ટર્ડ વ્યક્તિ બોન્ડ / એલ.યુ.ટી હેઠળ આઇજીએસટી વેરાની ચૂકવણી કર્યા વગર એસ.ઈ.ઝેડ. યુનિટને (એકમ) / ડેવલપરને માલ સપ્લાય કરી શકે છે. આ માટેના મુખ્ય દસ્તાવેજો નીચે મુજબ છે:-

(i) એસ.ઈ.ઝેડ. યુનિટે આપેલો પરચેસ ઓર્ડર (Purchase Order), જો હોય તો

(ii) નિયમ 46 મુજબ ઇન્વોઇસ, અને તેના માથાળે “SUPPLY TO SEZ UNIT OR SEZ DEVELOPER FOR AUTHORISED OPERATIONS UNDER BOND OR LETTER OF UNDERTAKING WITHOUT PAYMENT OF INTEGRATED TAX” એવું લખવું પડશે.

(iii) ઇન્વોઇસમાં એલ.યુ.ટી. નંબર અથવા તો અરજી કર્યાનો ARN નંબર લખવો.

(iv) પેકેજીંગ લિસ્ટ (Packaging List).

11.2  સેવા માટે:-

(i) એસ.ઈ.ઝેડ. યુનિટે આપેલો પરચેસ ઓર્ડર (Purchase Order), જો હોય તો

(ii) નિયમ 46 મુજબ ઇન્વોઇસ, અને તેના માથાળે “SUPPLY TO SEZ UNIT OR SEZ DEVELOPER FOR AUTHORISED OPERATIONS UNDER BOND OR LETTER OF UNDERTAKING WITHOUT PAYMENT OF INTEGRATED TAX” એવું લખવું પડશે.

(iii) ઇન્વોઇસમાં એલ.યુ.ટી. નંબર અથવા તો અરજી કર્યાનો ARN નંબર લખવો.

#ઇન્વોઇસ માં ટેક્સની રકમ “0” દેખાડવાની છે.

## GSTR-1માં ટેબલ 6Bમાં આ ઇન્વોઇસની વિગતો ભરવાની છે અને GSTR-3Bમાં આની વિગતો ટેબલ 3.1(b)માં ભરવાની છે.

11.3  એસ.ઈ.ઝેડ.ના નિર્ધારિત અધિકારી, ઇન્વોઇસ પર, એસ.ઈ.ઝેડ. યુનિટ અથવા ડેવલોપરને પુરો માલ મળ્યો છે અને અથવા પુરી  સેવા મળી છે અને તે અધિકૃત કામગીરી માટે છે તેની ખરાઇના સહિ સિક્કા કરશે. સંચિત એટલે કે એકત્રિત થયેલી આઈ.ટી.સી. માટે રિફંડ ક્લેમ ફાઇલ કરી શકાય છે.

  1. આઇજીએસટી વેરાની ચૂકવણી કરી સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ડેવલપર અથવા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન યુનિટને શૂન્ય દરનો પુરવઠો

12.1  માલ માટે: – રજિસ્ટર્ડ વ્યક્તિ આઇજીએસટી વેરાની ચૂકવણી કરી એસ.ઈ.ઝેડ. યુનિટને (એકમ) અથવા ડેવલપરને માલ સપ્લાય કરી શકે છે. આ માટેના મુખ્ય દસ્તાવેજો નીચે મુજબ છે:-

(i) એસ.ઈ.ઝેડ. યુનિટે આપેલો પરચેસ ઓર્ડર (Purchase Order), જો હોય તો

(ii) નિયમ 46 મુજબ ઇન્વોઇસ, અને તેના માથાળે “SUPPLY TO SEZ UNIT OR SEZ DEVELOPER FOR AUTHORISED OPERATIONS ON PAYMENT OF INTEGRATED TAX” એવું લખવું પડશે.

(iii) પેકેજીંગ લિસ્ટ (Packaging List).

12.2  સેવાઓ માટે:-

(i) એસ.ઈ.ઝેડ. યુનિટે આપેલો પરચેસ ઓર્ડર (Purchase Order), જો હોય તો

(ii) નિયમ 46 મુજબ ઇન્વોઇસ, અને તેના માથાળે “SUPPLY TO SEZ UNIT OR SEZ DEVELOPER FOR AUTHORISED OPERATIONS ON PAYMENT OF INTEGRATED TAX” એવું લખવું પડશે.

# GSTR-1માં ટેબલ 6Bમાં આ ઇન્વોઇસની વિગતો ભરવાની છે અને GSTR-3Bમાં આની વિગતો ટેબલ 3.1(b)માં ભરવાની છે.

12.3  એસ.ઈ.ઝેડ.ના નિર્ધારિત અધિકારી, ઇન્વોઇસ પર, એસ.ઈ.ઝેડ. યુનિટ અથવા ડેવલોપરને પુરો માલ મળ્યો છે અને અથવા પુરી  સેવાઓ મળી છે અને તે અધિકૃત કામગીરી માટે છે તેની ખરાઇના સહિ સિક્કા કરશે. ભરેલા વેરા માટે રિફંડ ક્લેમ ફાઇલ કરી શકાય છે.

  1. રિફંડ FORM RFD-01માં ઓનલાઇન ફાઇલ કરવાનુ છે અને સાથે જોડવાના જરૂરી દસ્તાવેજો માટે સર્ક્યુલર નંબર 125/2019ના Annexure-A & B (સંબંધિત ભાગ) નીચે મુજબ છે:-

ANNEXURE-A

રિફંડ એપ્લિકેશન સાથે અપલોડ કરવાના બધા સ્ટેટમેન્ટ / ઘોષણા પત્ર /બાંયધરી પત્ર / પ્રમાણ પત્રો અને અન્ય સહાયક દસ્તાવેજોની સૂચિ

  1. વેરો ચૂકવ્યા વિના એસઈઝેડ યુનિટ/એસઈઝેડ ડેવલપરને આપવામાં આવેલા પુરવઠાને કારણે વણ-વપરાયેલી આઇટીસીનું રિફંડ
સ્ટેટમેન્ટ / ઘોષણા પત્ર /બાંયધરી પત્ર / પ્રમાણ પત્રો જે ઓનલાઇન ભરવાના છે વધારાના સહાયક દસ્તાવેજો જે અપલોડ કરવાના છે
કલમ 54 (3)ના ત્રીજા પરંતુક (પ્રોવિઝો) હેઠળ ઘોષણા પત્ર સંબંધિત સમયગાળાના GSTR-2Aની નકલ
(સ્ટેટમેન્ટ) પત્રક-5 નિયમ 89 (2) (d) અને નિયમ

89 (2) (e) હેઠળ

ઇન્વૉઇસેસનું (સ્ટેટમેન્ટ) પત્રક (Annexure-B)
(સ્ટેટમેન્ટ) પત્રક-5A નિયમ 89 (4) હેઠળ Annexure-Bમાં દેખાડેલા ઇન્વૉઇસેસની સ્વ-પ્રમાણિત નકલો, જેની વિગતો સંબંધિત સમયગાળાના GSTR-2Aમાં દેખાતી નથી.
નિયમ 89 (2) (f) હેઠળ ઘોષણા પત્ર નિયમ 89 (1)ના બીજા પરંતુક (પ્રોવિઝો)ની જોગવાઈ હેઠળ સેઝના નિર્દેશ કરાયેલ અધિકારી પાસેથી સમર્થન પત્ર કે  માલ / સેવાઓની અધિકૃત કામગીરી માટે પ્રાપ્તિ થઇ છે
કલમ 16 (2) (c) અને કલમ 42 (2) ના સંબંધમાં બાંયધરી પત્ર
નિયમ 89 (2) (l) હેઠળ સ્વ-ઘોષણા પત્ર જો ક્લેમ કરેલી રકમ બે લાખ રૂપિયાથી વધુ ન હોય તો અન્યથા નિયમ 89 (2) (m) હેઠળનું પ્રમાણપત્ર

  1. એસઈઝેડ યુનિટ/એસઈઝેડ ડેવલપરને વેરાની ચૂકવણી સાથે કરવામાં આવેલા પુરવઠા પર ચૂકવેલ વેરાનું રિફંડ
સ્ટેટમેન્ટ / ઘોષણા પત્ર /બાંયધરી પત્ર / પ્રમાણ પત્રો જે ઓનલાઇન ભરવાના છે વધારાના સહાયક દસ્તાવેજો જે અપલોડ કરવાના છે
કલમ 54 (3)ના બીજા અને ત્રીજા પરંતુક (પ્રોવિઝો) હેઠળ ઘોષણા પત્ર નિયમ 89 (1)ના બીજા પરંતુક (પ્રોવિઝો)ની જોગવાઈ હેઠળ સેઝના નિર્દેશ કરાયેલ અધિકારી પાસેથી સમર્થન પત્ર કે  માલ / સેવાઓની અધિકૃત કામગીરી માટે પ્રાપ્તિ થઇ છે
નિયમ 89 (2) (f) હેઠળ ઘોષણા પત્ર Annexure-Bમાં દેખાડેલા ઇન્વૉઇસેસની સ્વ-પ્રમાણિત નકલો, જેની વિગતો સંબંધિત સમયગાળાના GSTR-2Aમાં દેખાતી નથી.
(સ્ટેટમેન્ટ) પત્રક-4 નિયમ 89 (2) (d) અને નિયમ

89 (2) (e) હેઠળ

કામચલાઉ રિફંડ મેળવવા માટે સીજીએસટી નિયમોના નિયમ 91 ની પેટા નિયમ (1) હેઠળ સ્વ-ઘોષણા પત્ર કે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી
કલમ 16 (2) (c) અને કલમ 42 (2) ના સંબંધમાં બાંયધરી પત્ર
નિયમ 89 (2) (l) હેઠળ સ્વ-ઘોષણા પત્ર જો ક્લેમ કરેલી રકમ બે લાખ રૂપિયાથી વધુ ન હોય તો અન્યથા નિયમ 89 (2) (m) હેઠળનું પ્રમાણપત્ર

ANNEXURE-B

વણ-વપરાયેલી આઇટીસીના રિફંડની અરજી સાથે ઇન્વોઇસેસ રજૂ કરવાનું પત્રક (સ્ટેટમેન્ટ)

ક્રમ નં. સપ્લાયરનો GSTIN ઇન્વોઇસેસની વિગતો ઇનપુટ સપ્લાયની કેટેગરી કેન્દ્રીય વેરો રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ વેરો સંકલિત વેરો સેસ ITC માટે લાયક લાયક ITCની રકમ
ઇન્વોઇસ નં. તારીખ કિંમત ઇનપુટ/ ઇનપુટ સર્વિસ/ કેપિટલ ગૂડ્સ HSN/SAC હા/ના/અંશત.
1 2 3 4 5 6 7 8 9 10 12 13 14

ખાસ નોંધ:- આ લેખ ભાવાર્થ અનુવાદ અને માહિતી હેતુ માટે જ છે, અન્ય કોઇ હેતુ માટે ઉપયોગમાં લેવો નહીં. આ વિષય બહુ બોહળો હોવાથી માત્ર મહત્વપૂર્ણ મુદ્દાની ચર્ચા કરવામાં આવી છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા તમારી નજીકના નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

(લેખક જાણીતા ટેક્સ બ્લોગર છે)

error: Content is protected !!