સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 28th June 2021

Spread the love
Reading Time: 5 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

જી.એસ.ટી

  1. અમે ખાતર તથા જંતુનાશક દવાનું વેચાણ કરીએ છીએ. આ સાથે ગોડાઉન પણ ભાડે આપીએ છીએ. આ ઉપરાંત અમારા ગોડાઉનમાં રહેલ માલ અમે અમારા ભાડૂત વતી ટ્રાન્સપોર્ટ પણ કરી આપીએ છીએ. અમે ગોડાઉન ભાડાનું 18% જી.એસ.ટી. વાળું બિલ બનાવતા હોય છીએ. મજૂરી માટેનું 5% નું બિલ બનાવતા હોય છે. ટ્રાન્સપોર્ટેશન ઉપર કોઈ જી.એસ.ટી. લગાડતા હોતા નથી કારણકે ટ્રાન્સપોર્ટેશન ઉપર RCM ભરવા પાત્ર છે. શું આ વ્યવહાર બરોબર છે?                                                                                                                                                મયુર બારોટ

જવાબ: ગોડાઉન ભાડે આપવાની, મજૂરીની સેવા પૂરી પાડવાની તથા ટ્રાન્સપોર્ટેશન એમ ત્રણે સેવા આપવા માટે અલગ અલગ બિલ બનાવવામાં આવતા હોય, પેમેન્ટ પણ અલગ અલગ આવતું હોય તો આ વ્યવહાર બરોબર છે. જો બિલ સાથે બનતું હોય, પેમેન્ટ પણ સાથે આવતું હોય તો આ વ્યવહારને મિક્સ સપ્લાય ગણવા અંગે આકારણીમાં અધિકારી પ્રશ્નો ઊભા કરી શકે છે તેવો અમારો મત છે. 

  1. અમારા અસીલ જોબ વર્કના વ્યવહાર કરે છે. તેઓ પોતાનો માલ જોબવર્ક માટે B ને મોકલે છે. આ પૈકી અમુક માલ વધુ જોબવર્ક માટેB દ્વારા C ને મોકલવામાં આવે છે. જોબ વર્કનું જે બિલ બનાવવામાં આવશે તે C દ્વારા B ના નામે બનાવવામાં આવશે. પ્રશ્ન એ છે કે શું B દ્વારા C ને જોબવર્ક પર માલ મોકલવામાં આવે છે. અમારા અસીલ જે A છે તેઓએ B દ્વારા C પાસે કરવવામાં આવતા જોબવર્કના વ્યવહાર પોતાના ITC-04 માં દર્શાવના રહે? શું B દ્વારા માલના માલિક તરીકે C સાથે ના વ્યવહાર માટે ITC-04 ભરવું પડે?                                                                                                                                                                                                                                                                                     મંથન સરવૈયા

જવાબ: ITC 04 ભરવાની એક પ્રિન્સિપાલ” ની આવે. આ કિસ્સામાં B એ પ્રિન્સિપાલ ના ગણાતા હોય તેઓએ ITC 04 ભરવા પાત્ર થાય નહીં તેવો અમારો મત છે. જો કે આ બાબતે ડિપાર્ટમેંટ ભવિષ્યમાં તકરાર લઈ શકે તેની શક્યતા રહેલી છે.  

  1. અમારા અસીલ પ્લાસ્ટિક કન્ટેનરની ખરીદી અનરજીસ્ટર્ડ વેચનાર પાસેથી ખરીદી ઓનલાઈન વેચાણ કરે છે. શું આ ખરીદીના વ્યવહાર ઉપર તેમણે RCM ભરવો પડે?                                                                                                                                                         વિજય પ્રજાપતિ 

જવાબ: ના, તમારા અસીલ જે અનરજિસ્ટર્ડ વ્યક્તિ પાસેથી ખરીદી કરે છે તેના ઉપર જી.એસ.ટી. કાયદાની કલમ 9(4) હેઠળ RCM લાગુ પડે નહીં. 

  1. અમારા અસીલ ઇલેક્ટ્રીક સ્કૂટરના ઉત્પાદક તથા વિક્રેતા છે. તેઓની ઘણી ખરીદી 28% ની હોય છે. જ્યારે તેમનું વેચાણ 18% ના દરે થતું હોય છે. શું આ કિસ્સામાં તેઓ રિફંડ લઈ શકે?                                                                                                                 ભાવિક ગજ્જર, અમદાવાદ.

જવાબ: હા, તમારા અસીલ જ્યારે આ પ્રકારે જ્યારે ખરીદીના માલ ઉપરનો જી.એસ.ટી. ટેકસેબલ વેચાણના વ્યવહારો કરતાં વધુ હોય ત્યારે જી.એસ.ટી. કાયદાની કલમ 54(3) હેઠળ “ઇનવરટેડ રેઇટ” નું રિફંડ મેળવી શકો છો.   

  1. અમારા અસીલ સુઝલોન લી. ને પોતાની ખેતીની જમીન પવન ચક્કી માટે ભાડે આપે છે. કંપની તેઓને ભાડાની ચુકવણી ઉપર 194ib મુજબ TDS ની ચુકવણી કરે છે. શું આ ચુકવણી ઉપર જી.એસ.ટી. લાગુ પડે? લાગુ પડે તો કેટલા દરે લાગુ પડે?                                     હિત લિંબાણી

જવાબ: હા, તમારા અસીલ આ ભાડાની રકમ ઉપર જી.એસ.ટી. ભરવા જવાબદાર બને. આ ભાડાની આવક ઉપર જી.એસ.ટી. 18% ના દરે લાગે તેવો અમારો મત છે. 

 

ઇન્કમ ટેક્સ

  1. ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 194Q હેઠળ TDS કરવાની જવાબદારી 50 લાખ ઉપર પેમેન્ટ ઉપર આવે કે 50 લાખ ઉપર ખરીદી જાય તો આવે?                                                                                                                                                                                                       પ્રશાંત મકવાણા

જવાબ: ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 194Q હેઠળ TDS કરવાની જવાબદારી 50 લાખ ઉપર ખરીદી થાય તો લાગુ પડે તેવો અમારો મત છે. એક વાર ખરીદી 50 લાખ થી વધુ થઈ જાય ત્યારે TDS કરવાની જવાબદારી પેમેન્ટ કરવા સમયે કે ક્રેડિટ કરવા બેમાંથી જે વહેલી આવે ત્યારે ઊભી થાય.   

 

  1. અમારા અસીલનું પોતાનું ટર્નઓવર 10 કરોડ કરતાં નીચું છે. તેઓ એક જ વ્યક્તિ પાસેથી 50 લાખથી વધુની ખરીદી કરે છે. શું તેઓ ઉપર આ નવી TDS/TCS ની જોગવાઈ લાગુ પડે? રાજ ધનેશા, ટેક્સ કન્સલ્ટન્ટ, વેરાવળ

જવાબ: ના, તમારા અસીલની ટર્નઓવર 10 કરોડથી નીચું હોય ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 194Q લાગુ પડે નહીં તેવો અમારો મત છે.   

:ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!