AIS-TIS ડાઉનલોડ થવામાં છેલ્લા ત્રણ દિવસથી મુશ્કેલીઓ!! કરદાતા ફરી ઇન્કમ ટેક્સ પોર્ટલથી પરેશાન

Spread the love
Reading Time: < 1 minute

AIS-TIS વગર ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા બની જાય છે જોખમી

તા. 13.06.2023: ઇન્કમ ટેક્સ હેઠળ કરદાતાની સગવડતા માટે અન્યુલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS) તથા ટેક્સ પેયર્સ ઇન્ફોરમેશન સમરીની (TIS) સગવડ આપવામાં આવેલ છે. આ સગવડ આપવામાં આવતા કરદાતાઓના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા પહેલા આ  AIS તથા TIS જોઈ લેવા જરૂરી છે. છેલ્લા ત્રણ દિવસથી ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર AIS તથા TIS ડાઉનલોડ થતાં નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે. કરદાતાઓ મોટા ભાગે પોતાના ઇન્કમ ટેક્સ રિટર્ન ભરાવવાનું કામ પોતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ટેક્સ એડવોકેટ કે ટેક્સ કન્સલ્ટન્ટ જેવા ટેક્સ પ્રોફેશનલ્સ પાસે કરાવતા હોય છે. હાલ કરદાતાના રિટર્ન ભરતા ટેક્સ પ્રોફેશનલ્સ AIS તથા TIS ડાઉનલોડના થવાના કારણે ખૂબ પરેશાન થઈ રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. જે કરદાતાઓ માટે ઓડિટ લાગુ ના પડતું હોય તેઓના ઇન્કમ ટેક્સ રિટર્ન 31 જુલાઇ સુધીમાં ભરવાના રહેતા હોય છે. આમ, અંદાજે 45 દિવસ જેવો સમય જ આ રિટર્ન ભરવામાં બાકી રહેતો હોય કરદાતાઓ તથા ટેક્સ પ્રોફેશનલ્સ સતત પરેશાન થઈ રહ્યા છે. ઇન્કમ ટેક્સ પોર્ટલ ઉપર AIS-TIS ની ડાઉનલોડ કરવાની સગવડ દુરસ્ત કરવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે.

“AIS તથા TIS જોયા વગર રિટર્ન ભરવું શક્ય નથી. છેલ્લા ત્રણ દિવસથી AIS-TIS ડાઉનલોડ થતાં ના હોય ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં આવી રહ્યા નથી. આ કારણે કરદાતાઓ ટેક્સ પણ ભરી શકતા નથી. ટેક્સ પ્રોફેશનલ્સ તથા કરદાતા તો પોર્ટલથી પરેશાન છે જ પરંતુ સરકારી આવકને પણ આથી નુકસાન જતું હોય છે. પોર્ટલ ઉપર ટેકનિકલ ફેરફાર જલ્દી કરવામાં આવે તે જરૂરી છે”

-લલિત ગણાત્રા, ટેક્સ એડવોકેટ, જેતપુર   

error: Content is protected !!