લાગુ થઈ શકે છે “યુનિફોર્મ સિવિલ કોડ” ટૂંક સમયમાં!!!

Spread the love
Reading Time: 2 minutes

યુનિફોર્મ સિવિલ કોડનો અંગે જાહેર જનતા-માન્ય ધાર્મિક સંગઠનો પાસે માંગવામાં આવ્યા સૂચનો

તા. 16.06.2023: લો કમિશન દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ એટ્લે કે સમાન નાગરિક ધારો તૈયાર કરવા જાહેર જનતા તથા માન્ય ધાર્મિક સંગઠનો પાસેથી સૂચનો મંગાવવા અંગે 14 જૂન 2023 ના રોજ પ્રેસ વિજ્ઞપ્તિ બહાર પાડવામાં આવી છે. આ પ્રેસ વિજ્ઞપ્તિમાં 30 દિવસમાં પોતાના સૂચનો membersecretary-lci@gov.in પર ઇ મેઈલ દ્વારા મોકલવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આ પ્રેસ વિજ્ઞપ્તિ માંજ આપવામાં આવેલી લિન્ક ઉપર પણ આ સૂચનો આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ભારતમાં વિવિધ ધર્મના લોકો વસવાટ કરે છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં તમામ ધર્મના લોકો માટે સમાન “ક્રિમિનલ લો” તો છે જ પરંતુ સમાન “સિવિલ લો” નથી. હાલ, દરેક ધર્મના લોકોના ધર્મને આધારિત અલગ અલગ “સિવિલ લો” (નાગરિક ધારો) લાગુ છે. લગ્ન, છૂટાછેડા, વારસદારો નક્કી કરવા જેવી બાબતો માટે અલગ અલગ ધર્મના લોકો પોતાના ધર્મના મુજબ અલગ અલગ નિયમો લાગુ પડે છે. આ ધર્મ પ્રમાણેના અલગ અલગ કાયદા ખૂબ જૂના હોય, સમાન નાગરિક ધારો અમલમાં આવવો જોઈએ તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. આ સામે રૂઢિચુસ્તા લોકો સામાજિક બાબતો માટે ધર્મ આધારિત કાયદા તથા નિયમોની તરફેણ કરતાં હોય છે. 26 જાન્યુઆરી 1950 માં જ્યારે બંધારણ અમલમાં આવ્યું ત્યારથી જ બંધારણમાં “યુનિફોર્મ સિવિલ કોડ” વિષે જોગવાઈ કરવામાં આવી છે. આજે બંધારણ લાગુ થયાના 73 વર્ષ પછી પણ આ સમાન નાગરિક ધારો અમલમાં આવી શક્યો નથી. એ બાબત પણ જાણવી જરૂરી છે કે વર્તમાન કેન્દ્રમાં શાશન કરી રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકારના સૌથી જૂના મુદ્દાઓ પૈકી સમાન નાગરિક ધારો એક મહત્વનો મુદ્દો છે.

ભારત જેવા બહુ ધાર્મિક દેશમાં સમાન નાગરિક ધારો અમલમાં લાવવો મુશ્કેલ બની રહેશે તે ચોક્કસ છે. “લો કમિશન” દ્વારા જ્યારે આ અંગે સૂચનો મંગાવવામાં આવ્યા છે ત્યારે બુદ્ધિજીવીઓ ફરી આ ધારા પસાર થવા અંગે આશા રાખી રહ્યા છે. આગામી લોકસભા ચૂટણી પહેલા મોદી સરકાર યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરી શકે છે તેવી અટકળોને આ પ્રેસ વિજ્ઞપ્તિ થકી વેગ મળ્યો છે તે ચોક્કસ છે. કાશ્મીર માટેના વિશેષ દરજજો આપતી બંધારણના અનુછેદ 370 હટાવવા, રામ મંદિરનું નિર્માણ કરવાના પોતાના મુદ્દાઑ પૂરા કરી ચૂકેલી મોદી સરકાર યુનિફોર્મ સિવિલ કોડનો અમલ પણ કરવામાં સફળ રહેશે?? આ પ્રશ્ન ઉપર સૌની મિટ રહેશે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

error: Content is protected !!