સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) Dt 06.01.2024

Spread the love
Reading Time: 3 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના

Goods & Services Tax

  1. અમારા અસીલ કેટરિંગનો ધંધો કરે છે. જી.એસ.ટી. હેઠળ તેઓ રેગ્યુલર સ્કીમમાં છે. તો તેમાં જી.એસ.ટી. નો દર શું રહે? શું તેઓને કેપિટલ ગુડ્સ અને અન્ય ખરીદીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે? શું કંપોઝીશન સ્કીમમાં જવું ફરજિયાત રહે?                                જિગર પી. વોરા, ટેક્સ કન્સલ્ટન્ટ,

જવાબ: કેટરિંગ સેવા માટે જી.એસ.ટી. નો દર સમય રીતે 5% રહે તેવો અમારો મત છે. કોઈ હોટેલ કે જેમાં “ડિકલેરડ ટેરિફ” 7500 કે તેથી વધુ હોય “સ્પેસિફાઇડ પ્રિમાઈસિસ” તેમાં જ્યારે કેટરિંગ સેવા આપવામાં આવે ત્યારે જી.એસ.ટી. નો દર 18% થાય તેવો અમારો મત છે. જ્યારે કેટરિંગ સેવા 5% લેખે આપવામાં આવેલ હોય તો ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે નહીં. પરંતુ જ્યારે કેટરિંગ સેવા 18% ના દરે આપવામાં આવેલ હોય તે સેવા ઉપર કેપિટલ ગુડ્સ તથા અન્ય ઈન્પુટ ક્રેડિટ મળે તેવો અમારો મત છે. કંપોઝીશનમાં જવું ફરજિયાત નથી તેવો અમારો મત છે.   

  1. અમારા એક અસીલ ના કેસ માં વર્ષ ૨૨-૨૩ માં તેઓ એપ્રિલ ૨૨ થી ડીસેમ્બર ૨૨ દરમિયાન કામ્પોઝીશન સ્કીમ માં હતા જેમાં તેમનું એગ્રીગેટT .O. 1.5 કરોડ છે  તેમજ જાન્યુઆરી ૨૩ થી માર્ચ ૨૩ રેગ્યુલર સ્કીમ માં છે જેમાં તેમનું એગ્રીગેટ T.O. 48 લાખ છે  , વધુમાં વર્ષ દરમિયાન f d વ્યાજ ની આવક જે કરમુક્ત છે તે 2 લાખ ની છે . અમારા ઉક્ત અસીલે કમ્પોઝીશન નું વાર્ષિક GSTR 4 ફાઈલ કરેલ છે પરંતુ શું તેમણે વર્ષ ૨૨-૨૩ નું GSTR 9 પણ ફાઈલ કરવું પડે ?                                                                                                    ધર્મેશ પરમાર ( જુનાગઢ )  

જવાબ: હા, આપના અસીલ દ્વારા આ સંજોગોમાં GSTR 9 પણ ફાઇલ કરવાનું રહે તેઓ અમારો મત છે.


INCOME TAX

  1. મારા અસીલ ને પગાર ની આવક છે અને આની સાથે તેઓ ને એક HUF પણ બનાવેલ છે જેમાં તેઓ ને દર મહિને રૂ.25000 રિયલ એસ્ટેટ માં કામ કરવાથી  કમિશન પેટે મળતી રોકડ રકમ તેઓ HUF ના બેંક ખાતા માં જમા કરાવે છે.
    મારો પ્રશ્ન એ છે. શું મારા અસીલ HUF ના બેંક ખાતા માં કમિશન પેટે મળેલ રોકડ જમાં કરાવી શકે ?…HUF માં તેમની ટોટલ આવક 4 લાખ થી ઓછી હોય છે જેમાં તેઓ ૫% ટકા ના દરે વેરો ભરી ને આવક દર્શાવે છે.                                                                  બાબુભાઇ ખરેચા (ધંધુકા)
                                                                                                                                       

જવાબ: હા, HUF કમિશન પેટે મેળવેલ રકમ જમા કરવી શકે તેવો અમારો મત છે. આ રકમ ઉપર જે તે સામાન્ય દર ઉપર વેરો ભરવાની જવાબદારી આવે.

 

 

ખાસ નોંધ:

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!