સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર સોમવારે પ્રસિદ્ધ થશે) 14th June 2021

Spread the love
Reading Time: 4 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ

જી.એસ.ટી

  1. અમારા અસીલ એક પ્રાઈવેટ લિમિટેડ કંપની છે. તેઓ ધંધાના ઉપયોગ માટે બિન નોંધાયેલ વ્યક્તિ પાસેથી ટેક્સી અંગેની સેવા (રેન્ટ અ કેબ સર્વિસ) લે છે. શું આ સેવા ઉપર રિવર્સ ચાર્જ ધોરણે જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે? જો આવે તો કેટલા ટકાના દરે જી.એસ.ટી. ભરવાંની જવાબદારી આવે? જો RCM ની જવાબદારી આવે તો શું આ RCM ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓને મળે?                            ધ્રુવી શાહ, અમદાવાદ 

જવાબ: હા, પ્રાઈવેટ લિમિટેડ કંપની (એક બોડી કોર્પોરેટ) એ અન્ય બિન નોંધાયેલ (બોડી કોર્પોરેટના હોય તેવી વ્યક્તિ) હોય તેવી વ્યક્તિ પાસે ટેક્સીની સેવા લેવામાં આવે ત્યારે રિવર્સ ચાર્જ ધોરણે જી.એસ.ટી. ભરવાની જવાબદારી આવે. રિવર્સ ચાર્જ હેઠળ જી.એસ.ટી. નો દર 5% રહે.  13 વ્યક્તિઓ સુધી સિટિંગ કેપેસિટી ધરાવતી કેબ હોય તો ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી નહીં તેવો અમારો મત છે.

 

  1. અમારા અસીલ કમિશન એજન્ટ છે હાલ માં તેમને ફોરેન (વિદેશ) થી કમિશન US DOLLAR માં પ્રાપ્ત કર્યું છે. તેમને આ કમિશન દુબઈથી માલ ઓમાન દેશ વચ્ચે વેચાણ કરી આપેલી સર્વિસ માટે પ્રાપ્ત થયું છે. તો આ મળેલી કમિશનની આવક ઉપર જી.એસ.ટી લાગુ પડે? જો હા તો કેટલા ટકા જી.એસ.ટી. અને CGST/SGST/IGST કે RCM  શું લાગુ પડેશે અને આ જીએસટી રિફંડ મળી શકે? સતિષ જશવાણી, એડવોકેટ, વેરાવળ

જવાબ:ના, નોટિફિકેશન 20/2019 (રેઇટ) એન્ટ્રી12AA મુજબ જ્યારે કોઈ “ઇન્ટરમીડિયરી” એવા વ્યક્તિને સેવા આપે જ્યાં રેસિપીયન્ટ તથા સપ્લાયર બન્ને “ટેકસેબલ ટેરિટરી” બહાર હોય ત્યારે આ પ્રકારની સેવા ઉપર જી.એસ.ટી. લાગુ પડે નહીં. આ એક્સપોર્ટ ઓફ સર્વિસ નથી તેથી રિફંડ મળવા પાત્ર નથી.

(આ જવાબ અપડેટ કરવામાં આવેલ છે) 

  1. અમારા જિનિંગ યુનિટસને “તાઉ-તે” વાવાઝોડા હેઠળ મોટું નુકસાન થયેલ છે. મોટાભાગના આ નુકસાન એ ભાવમાં છે, માલના જથ્થામાં નહીં. ઉદાહરણ તરીકે જે જિનિંગ યુનિટ પાસે 100 ગાંસળી કપાસ હતી તે 100 ગાંસળી જ રહી છે પરંતુ આ ગાંસળીનો બજાર ભાવ 42000 હતો તે ભાવ તેમણે 30000 મળવા પાત્ર થાય છે. તેઓએ વીમા કંપનીમાં નુકસાન વળતરનો દાવો કરેલ છે. જે રકમ અમને ભવિષ્યમાં મળશે. શું આ વિમાની રકમ ઉપર જી.એસ.ટી. ભરવાની અમારી જવાબદારી આવે? શું આ નુકસાન બાબતે અમારે ઈન્પુટ ટેક્સ ક્રેડિટ (RCM હેઠળ ભરેલ) રિવર્સ કરવાની રહે?                                                                                                                                                    જિનિંગ એસોશીએશન, ઉના

જવાબ: ના, અમારા મતે માલના જથ્થામાં કોઈ નુકસાન થયું ના હોય અને માત્ર વેલ્યૂ ઓછી થઈ હોય જી.એસ.ટી. કાયદાની કલમ 17(5) હેઠળ ઈન્પુટ ટેક્સ ક્રેડિટ રિવર્સ કરવાની જરૂર રહે નહીં તેવો અમારો મત છે. આ અંગે આકારણીમાં થોડા પ્રશ્નો આવશે તે બાબત જાણવી જરૂરી છે.  

 

  1. અમારો ધંધો ચોખા ઉપર પ્રોસેસ કરી વેચાણ કરવાનો છે. આ ચોખા અમારી અનરજીસ્ટર્ડ બ્રાન્ડ હેઠળ વેચવામાં આવે છે. અમે અમારા ઘટક અધિકારીને “એક્ષનેબલ ક્લેમ” જતું કરવા અંગેનું એફિડેવિટ આપેલ છે. અમારો પ્રશ્નએ છે કે શું આ એફિડેવિટ “કમિશ્નર” ને આપવું જોઈએ? શું આ એફિડેવિટ દર વર્ષે આપવું પડે?                                                                                                                                એક વેપારી, ઉના

જવાબ: હા, એક્શનેબલ ક્લેમ જતું કરવા અંગેનું એફિડેવિટ કમિશ્નરશ્રીને આપવાનું રહે. આ એફિડેવિટ દર વર્ષે આપવું જરૂરી નથી. આ ઉપરાંત દરેક પેકેજ ઉપર પોતે એક્ષનેબલ ક્લેમ જતો કરે છે તે અંગે જાણકારી છાપવી જરૂરી છે.   

                                       

 :ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિતિ થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.

 

  1. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.


કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોસોમવાર થી શુક્રવાર સુધી આવેલા પ્રશ્નો ના જવાબ શક્ય હોય ત્યાં સુધી પછીના સોમવારે પ્રસિદ્ધ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!
18108