સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 27th May 2023

Spread the love
Reading Time: 2 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax

  1. અમારા અસીલનો ધંધો પ્રસંગ ઉપર તથા ગ્રાહકના દુકાને, ઘરે પાણીના વાટેર જગમાં પાણી SUPPLY કરવાનો છે અને તેમનું વાર્ષિક વેચાણ રૂ ૫૦ લાખથી પણ વધારે છે. આ અંગે અમારા નીચે મુજબના પ્રશ્નો છે.  
    1. શું માત્ર વોટર જગ મારફત પાણીનું વેચાણ જ કરતાં હોય તો જી.એસ.ટી. નંબર લેવો ફરજિયાત બને?
    2. વોટર જગ દ્વારા પાણી સપ્લાય ઉપરાંત બેકરીની ચીજ વસ્તુનું વેચાણ કરતાં હોય તો જી.એસ.ટી. નંબર ફરજિયાત બને?
    3. વોટર જગ દ્વારા પાણી સપ્લાય ઉપરાંત છૂટક દૂધની ચીજ વસ્તુનું વેચાણ કરતાં હોય તો જી.એસ.ટી. નંબર ફરજિયાત બને?

જવાબ: આપના પ્રશ્નોના અમો નીચે મુજબ જવાબ આપીએ છીએ   

  1. વોટર જગ મારફત “પ્યોરીફાય” (RO) કર્યા સિવાય પાણીનું વેચાણ કરતાં હોય તો જી.એસ.ટી. રેઇટ નોટિફિકેશન 2/2017 ની એન્ટ્રી 99 નો લાભ મળે અને કરમુક્ત વેચાણ ગણાય. વેચાણ ફક્ત કરમુક્ત ચીજવસ્તુનું થતું હોય જી.એસ.ટી. નંબર લેવાની જવાબદારી ના આવે તેવો અમારો મત છે.
  2. વોટર જગ દ્વારા પાણી સપ્લાય સાથે બેકરી ચીજ વસ્તુનું વેચાણ થતું હોય, કુલ ટર્નઓવર 40 લાખથી વધુ હોય જી.એસ.ટી. નોંધણી નંબર લેવાની જવાબદારી આવે તેવો અમારો મત છે.
  3. વોટર જગ દ્વારા પાણી સપ્લાય સાથે દૂધની કરપાત્ર ચીજ વસ્તુનું વેચાણ થતું હોય, કુલ ટર્નઓવર 40 લાખથી વધુ હોય જી.એસ.ટી. નોંધણી નંબર લેવાની જવાબદારી આવે તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ હોટેલિયર છે. તેઓ AP ધોરણે એટ્લે કે બ્રેકફાસ્ટ, લંચ તથા ડિનર તમામ સાથે પેકેજ વેચાણ કરે છે અને ગ્રાહક પાસેથી પેમેન્ટ મેળવે છે. શું તેઓ રેસ્ટોરન્ટનું અલગથી બિલ બનાવી, ફૂડ સપ્લાય બાબતે અલગ બિલ બનાવી 5% વેરો ઉઘરવી શકે છે કે તેઓની આ સપ્લાય મિક્સ સપ્લાય જ ગણાય?

જવાબ: આ વ્યવહાર એ પેકેજ તરીકે વેચાણ થતાં હોય મિક્સ સપ્લાય જ ગણાય તેવો અમારો મત છે.


ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!