સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 02nd July 2022
:ટેક્સ ટુડે એક્સપર્ટ:
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
- અમારા અસીલ કન્સલ્ટિંગ એંજિનિયર છે. તેઓ નગરપાલિકાને પ્યોર સર્વિસ આપે છે. તેમની સર્વિસ CGST રેઇટ નોટિફિકેશન 12/2017, તા. 28.06.2017 ની એન્ટ્રી 3 મુજબ NIL રેટેડ નો લાભ મળે કે કેમ તે જણાવવા વિનંતી. સાથે સાથે આ સેવાનો HSN જણાવવા વિનંતી. જગદીશભાઇ વ્યાસ, એડવોકેટ, ડીસા
જવાબ: હા, કન્સલ્ટિંગ એંજિનિયર દ્વારા નગરપાલિકાને આપવામાં આવતી “પ્યોર સર્વિસ” ને નોટિફિકેશન CGST (રેઇટ) નોટિફિકેશન 12/2017 ની એન્ટ્રી 3 નો લાભ મળે અને તેને NIL રેટેડનો લાભ મળે તેવો અમારો મત છે.
- અમારા અસીલ GIDC માં પ્લોટ ધરાવે છે. તેઓએ જ્યારે ભૂતકાળમાં પ્લોટ ખરીદેલ હતો ત્યારે ટ્રાન્સફર ફી GIDC દ્વારા લગાડવામાં આવી ના હતી. ગત વર્ષે આ ટ્રાન્સફર ફી GIDC દ્વારા વસૂલ કરવામાં આવી છે. આ ટ્રાન્સફર ફી ઉપર લાગેલ જી.એસ.ટી. ની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓને મળે? CA કલ્પેશ પટેલ, નડિયાદ
જવાબ: ના, જી.એસ.ટી હેઠળ GIDC પ્લોટ માટે લગાડવામાં આવેલ ટ્રાન્સફર ફીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ જી.એસ.ટી. કાયદાની કલામ 17(5) હેઠળ મળે નહીં તેવો અમારો મત છે.
- અમારા અસીલ GIDC માં પ્લોટ ધરાવે છે. તેઓ દ્વારા આ પ્લોટ અન્ય વ્યક્તિને તબદીલ કરવામાં આવે તો તે વ્યવહાર ઉપર જી.એસ.ટી. લાગુ પડે? CA કલ્પેશ પટેલ, નડિયાદ
જવાબ: હા, અમારા માટે GIDC ના પ્લોટ માટે ભરવામાં આવેલ ટ્રાન્સફર ફી એ “રાઇટ ટુ યુઝ” તબદીલ થયેલ ગણાય અને આ વ્યવહાર ઉપર જી.એસ.ટી. ની જવાબદારી લાગુ પડે. આ માટે J M Chemicals (AAR-ગુજરાત) નો રેફરન્સ મળી શકે.
- અમારા અસીલ થ્રેશર મશીન બનાવે છે. તેઓનો માલ કરપાત્ર છે. આ થ્રેશર માશીન ઉત્પાદન માટે વીજળીની જરૂર હોય તેઓ ફેક્ટરીમાં સોલર સિસ્ટમ લગાડવાના છે. ઉત્પાદન માટે જ લગાડવામાં આવતી આ સોલર સિસ્ટમની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ તેઓને મળે? અરવિંદ આર. પટેલ, ટેક્સ એડવોકેટ, વિસનગર
જવાબ: હા, અમારા મતે આ સોલર સિસ્ટમ એ કેપિટલ ગુડ્સ ગણાય અને તેની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે.
ઇન્કમ ટેક્સ
- અમારા અસીલ પોતાના પુત્રને 30 લાખ જેવી રકમ ગિફ્ટ આપવા માંગે છે. આ ગિફ્ટ ઉપર તેમના પુત્રની ટેક્સ ભરવા જવાબદારી આવે? ગૌરવ પટેલ, એડવોકેટ, ખેડા
જવાબ: ના, પિતાએ પોતાના પુત્રને ગિફ્ટ આપેલ હોય ત્યારે ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 56(2) હેઠળ કરમુક્તિનો લાભ મળે. આ વ્યવહાર ઉપર ટેક્સ ભરવાની જવાબદારી ના આવે તેવો અમારો મત છે.
- અમારા અસીલનું રહેણાંકી મકાન તેઓના પત્નીના નામે છે. બેન્કની હાઉસિંગ લોન પતિ પત્ની બન્નેના સંયુક્ત નામે છે. શું આ હાઉસિંગ લોનના વ્યાજની ટેક્સ કપાત (કલમ 24 હેઠળની) પતિને મળી શકે? પ્રશાંત મકવાણા, એડવોકેટ
જવાબ: આ પ્રકારના વ્યવહારમાં મકાનની માલિકી અને લોનના બોરોવર બન્નેની વિગતો તપાસવી જરૂરી છે. લોનનું વ્યાજ બાદ લેવા મતે પ્રથમ શરત માલિકી છે. જે વ્યક્તિ માલિક જ ના હોય તેઓને હાઉસિંગ લોનના વ્યાજની કપાત મળી શકે નહીં.
- અમારા અસીલ એગ્રીકલ્ચર જમીન ધરાવે છે. તે જમીન NA કરવી તેઓ દ્વારા પ્લોટિંગ કરાવી વેચાણ કરવામાં આવ્યું છે. આ પ્લોટના વેચાણની આવક બાબતે ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 44AD હેઠળ રિટર્ન ભરવાનો લાભ લઈ શકે? હિત લિંબાણી, ટેક્સ કન્સલ્ટન્ટ, કચ્છ
જવાબ: હા, પ્લોટને સ્ટોક તરીકે દર્શાવેલ હોય તો આ પ્રકારના પ્લોટિંગના ધંધાને ઇન્કમ ટેક્સ હેઠળ કલમ 44AD નો લાભ મળે તેવો અમારો મત છે.
ખાસ નોંધ:
- મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.