સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 02nd  એપ્રિલ 2022

Spread the love
Reading Time: 2 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના

જી.એસ.ટી.

  1. અમારા અસીલ મિલ્કત (ઓફિસ તથા ફ્લેટ) ભાડે આપવાનો ધંધો કરે છે. આ મિલ્કતમાં ફર્નિચર લગાડવામાં આવેલ છે. શું આ મિલ્કતને સલગ્ન ફર્નિચર ખરીદી ઉપર જી.એસ.ટી. ની ક્રેડિટ અમોને મળે?                                                                                                   જીગ્નેસ દેત્રોજા, ધોરાજી

જવાબ: જી.એસ.ટી. હેઠળ જે ફર્નિચર ઓફિસ કે ફ્લેટ સાથે ફિક્સ કરી આપવામાં આવે તેવા ફર્નિચરને “ઇમુવેબલ એસેટ” ગણાય અને આવા ફર્નિચરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળી શકે નહીં. પરંતુ જે ફર્નિચર “ફિક્સ” ના કરવામાં આવેલ હોય તેવા ફર્નિચરની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે તેવો અમારો મત છે.  


ઇન્કમ ટેક્સ

  1. અમારા અસીલ એ 1999 માં એક ફ્લેટ ખરીદ્યો હતો. નાણાકીય વર્ષ 2018 19 ના વર્ષમાં તેઓનું અવસાન થયેલ છે. ત્યારબાદ આ ફ્લેટ તેમના વારસદાર તરીકે તેમના પત્નીના નામે થયેલ છે. આ ફ્લેટનું નાણાકીય વર્ષ 2021 22 માં વેચાણ થયેલ છે. હવે અમારા અસીલના પત્ની માટે આ ફ્લેટની કિમંત કેવી રીતે નક્કી કરવાની રહે?                                                                                        પિયુષભાઈ લિંબાણી, ટેક્સ કન્સલ્ટન્ટ, કચ્છ

જવાબ: તમારા અસીલના પત્નીની કિમત ગણવા માટે તમારે ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 49 હેઠળ “પ્રિવિયસ ઓનર” એટલેકે અગાઉના માલિક તેમના પતિની કોસ્ટ (પડતર) લેવાની રહે. 2001 પહેલા આ ખરીદી કરેલ હોય રજિસ્ટર્ડ વેલ્યુયર પાસે વેલ્યુએશન કરવવાનો વિકલ્પ પણ મળે તેવો અમારો મત છે.   


ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!