સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 30 એપ્રિલ 2022

Spread the love
Reading Time: 4 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


જી.એસ.ટી.

  1. અમારા અસીલ જમીન ચકાસણીની સેવા APMCને કોન્ટ્રાક્ટ દ્વારા આપીએ છીએ. આ સેવા ઉપર ટેક્સનો દર તથા HSN જણાવવા વિનંતી.                                                                                                                                                                    બી.બી. કાચડિયા, ટેક્સ કન્સલ્ટન્ટ, ધોરાજી

જવાબ: જમીન ચકાસણીની APMC ને આપવામાં આવેલ સેવા ઉપર 18% જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ સેંટરલ ગવર્નમેંટના બ્રિજના કામ કરે છે તથા લોકલ ઓથોરીટીના રોડ રસ્તાના કામો કરીએ છીએ. હાલમાં જે સુધારો થયો છે તે બાદ અમારી આ સેવા ઉપર ક્યાં દરે વેરો લાગે?                                                                                                                     ધ્રુવી શાહ, અમદાવાદ

જવાબ:  સેંટરલ ગવર્નમેંટના બ્રિજના કામ તથા લોકલ ઓથોરીટીના રોડના કામ કરવા અંગે જી.એસ.ટી. દરોમાં કોઈ ફેરફાર થયો નથી અને બન્ને કામો ઉપર 12% જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.

  1. અમારા અસીલ પ્રાઈવેટ તથા ટ્રસ્ટની હોસ્પિટલમાં વેસ્ટ મેનેજમેંટ તથા સફાઈ અંગેના “મેન પાવર” પૂરા પાડવાની સેવા આપે છે. આ સેવા ઉપર ક્યાં દરે વેરો લાગે.                                                                                                                                                                   ધ્રુવી શાહ, અમદાવાદ

જવાબ: “મેન પાવર સપ્લાય” અંગેની સેવા ઉપર 18% ના દરે જી.એસ.ટી. લાગુ પડે અને આ સેવા કોને આપવામાં આવી છે તેનાથી જી.એસ.ટી. દરોમાં કોઈ ફેરફાર ના પડે તેવો અમારો મત છે.  

  1. અમારા એક વેપારી એ મુંબઈ થી રાજકોટ માટે કોપર (તાંબું ) 10 ટન ટુ પે મુજબ ટ્રક માં માલ બૂક મોકલ્યો. વેપારી નું ટર્નઓવર 20 કરોડ કરતાં વધારે હોય વેપારીએ e-invoice બનાવેલ છે. તેમજ e-waybill તેમજ R., weighment Slip  જેવા દરેક ડોકયુમેંટ બનાવેલ છે. પાંચ દિવસ થવા છતાં માલ ડેસ્ટિનેસન ઉપર નહીં પહોચતા માલૂમ પડ્યું કે માલ ભરેલ ટ્રકનો કોઈ પતો લાગતો નહીં હોવાથી ચોરીની શંકા લાગતાં  પોલીસમાં FIR દાખલ કરેલ છે. આ કેસ માં વેપારીએ શું કરવું જોઈએ?

જીએસટીઆર-1 ફાઇલ માં આ વ્યવહાર ની વિગત દર્શાવી જોઈએ કે નહીં? જો જીએસટીઆર-1 માં બતાવવામાં આવે તો વેપારી ને ટેક્સ ભરવો પડે અને સામે ખરીદનારને માલ નહીં મળ્યો હોય ITC ની ક્રેડિટ તેને મળશે નહીં. તો ઉપરોક્ત કેસ માં શું કરવું તે અંગે આપનું મંતવ્ય આપવા વિનંતી.                                                                                                                                                                                                                વિપુલ વ્યાસ – રાજકોટ 

જવાબ: આપના અસિલે ઇ વે બિલ તથા ઇ ઈંવોઇસ હવે “કેન્સલ થઈ શકે તેમ ના હોય તે ધારણા સાથે અમારા મતે આ કિસ્સામાં તમારે જી.એસ.ટી.આર. 1 માં આ ઈંવોઇસનું વેચાણ દર્શાવી આ અંગે એ જ રિટર્નમાં ક્રેડિટ નોટ દર્શાવવી જોઈએ તેવો અમારો મત છે. આ વેચાણ સંદર્ભે તમારે ખરીદીની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ ઘટાડવાની રહે તે બાબતની નોંધ લેવી.

 

ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!