ઇન્કમ ટેક્સ ઇ એસેસમેન્ટ નોટિફિકેશન અંગે સરળ સમજૂતી

Spread the love
Reading Time: 3 minutes

તા. 14.09.2019: છેલ્લા બે વખતની બજેટ સ્પીચમાં જેનો ઉલ્લેખ થયો છે તે ઈ-એશેસમેન્ટ એટલે કે ફેસલેશ એશેસમેન્ટ અંગેનું નોટીફીકેશન તા. 09.09.2019 ના રોજ જાહેર કરી દેવામાં આવ્યું જેની અમલની તારીખ હવે પછી નોટીફાય થશે. મોદી સરકાર પહેલાંથી જ આ ફેસલેશ ઈ-એશેસમેન્ટ ની તારીખ જાહેર કરી ચુકી છે. તા. 08.10.2019 એટલે કે વીજયા દશમી ના દીવસ થી આ સ્કીમ લાગું કરી દેવામાં આવશે.

આ નોટીફીકેશન મુજબ

1) નેશનલ ઈ-એશેસમેન્ટ સેન્ટર, દેશ આખામાં એક જ હશે. આમના દ્વારા જ આખી ઈ-એશેસમેન્ટની કામગીરી મેનેજ થશે.

2) રીઝીનલ ઈ-એશેસમેન્ટ સેન્ટર કે જેમાં એક પ્રીન્સીપાલ ચીફ કમીશ્નરની અંદર આવતા દરેક એશેસમેન્ટ યુનીટ નો સમાવેશ થશે

3)ઈ-એશેસમેન્ટની કામગીરીમાં મદદરૂપ થવા એશેસમેન્ટ યુનીટ કામ કરશે જે કેસ મુજબ માહિતી શું લેવાની છે તેની વીગતો તૈયાર કરશે

4) વેરીફીકેશન યુનીટ કે જે એશેસમેન્ટ યુનીટ દ્વારા મંગાવેલ માહીતી મળ્યાં બાદ તે માહિતી નું વેરીફીકેશન, ચોપડા તપાસ, ક્રોસ વેરીફીકેશન, પુછપરછ, વીટનેસ તપાસ જેવી કામગીરી કરશે

5) ટેકનીકલ યુનીટ આ યુનીટ ઈન્ફોર્મેશન ટેકનોલોજી બાબતે લીગલ બાબતે, એકાઉન્ટીગ, ફોરેન્સિક , ડેટા એનાલીસીસ વીગેરે જેવી કામગીરી કરશે

6) રીવ્યુ યુનીટ, આ યુનીટ તૈયાર થયેલ ડ્રાફ્ટ ઈ-એશેસમેન્ટને તપાસ કરી કોઈ મુદો કે કોઈ ભુલ રહી નથી ગઈ ને તપાસ કરશે.

આમાં સૌથી અગત્યનો ભાગ નેશનલ ઈ એશેસમેન્ટ સેન્ટર નો છે. એક બીજા યુનીટ જેવાકે એશેસમેન્ટ યુનીટ, ટેકનીકલ યુનીટ, રીવ્યુ યુનીટ અને એશેસી નું સાથેનું સંપૂર્ણ કોમ્યુનિકેશન ફકત નેશનલ ઈ એશેસમેન્ટ સેન્ટર દ્વારા જ કરવામાં આવશે.

ઉપરોક્ત 3,4,5 અને 6 નંબરમાં એડીશનલ કમીશનર, જોઈન્ટ કમીશનર, જેવા જરૂરિયાત મુજબના મુખ્ય અધિકારી હશે જેમની નીચે સર્કલ ઓફીસર, ઈન્કમટેક્ષ ઓફીસર, અને અન્ય જરૂરી સ્ટાફ હશે.

આ ફેશલેસ ઈ- એસેસમેન્ટ માં
સર્વ પ્રથમ નેશનલ ઈ-એશેસમેન્ટ સેન્ટર કરદાતાને 143(2) ની નોટિસ આપશે જેમાં કરદાતા અથવા તેમના ઓથોરાઝડ લીગલ રીપ્રેશન્ટેટીવ મારફતે 15 દીવસમાં જવાબ ઓનલાઈન થી નેશનલ ઈ-એશેસમેન્ટ સેન્ટરને આપવાનો રહેશે.

આ જવાબ કરદાતા પાસેથી મળ્યા બાદ નેશનલ ઈ-એશેસમેન્ટ સેન્ટર રીઝીનલ એશેસમેન્ટ સેન્ટર ની નીચે આવતા એશેસમેન્ટ સેન્ટર ને ઓટોમેટિક સીસ્ટમ થી એશેસમેન્ટની કામગીરી માટે કેસ ટ્રાન્સફર કરશે.

આ એશેસમેન્ટ સેન્ટર રીટર્ન મુદ્દા તપાસી વધારાની વીગતો, ડોક્યુમેન્ટ, કવેરી કે કોઈ ટેકનીકલ માહીતી જરૂર હોય તો તેની વીગત મેળવવા ફરીથી નેશનલ ઈ-એશેસમેન્ટ સેન્ટર ને વીગત આપશે જે નેશનલ ઈએસેસમેન્ટ સેન્ટર કરદાતા ને વીગત માટે મોકલી આપશે અને જો ટેકનીકલ માહિતી માટે જરૂરી હશે તો તે વીગત ટેકનીકલ યુનીટ ને મોકલી અપાશે.

આ ઉપરાંત જો વીગતો વેરીફીકેશન કરવાની હશે કે વધુ તપાસ કરવાની હશે તો તે વીગત નેશનલ ઈ-એશેસમેન્ટ મારફતે વેરીફીકેશન યુનીટને મોકલી અપાશે

આ બધી માહિતી મળેલ.મટીરિયલ મુજબ એશેસમેન્ટ યુનીટ કરદાતાએ ભરેલું ઈન્કમટેક્ષ રીટર્ન નો સંપૂર્ણ સ્વીકાર અથવા આવકમાં ઉમેરો કરવાનો હશે તો તે કરીને ડ્રાફટ એશેસમેન્ટ ઓર્ડર તૈયાર કરવામાં આવશે.

આવી રીતે તૈયાર થયેલ ડ્રાફટ એશેસમેન્ટ ઓર્ડરને નેશનલ ઈ-એશેસમેન્ટ યુનીટ ને મોકલી અપાશે જ્યાંથી કોઈ એક વીકલ્પથી
1) ડ્રાફ્ટ એશેસમેન્ટ ઓર્ડર રીસ્ક ક્રાયટેરિયા મુજબ ઓકે જણાશે તો ફાઈનલ કરી કરદાતાને મોકલી અપાશે
2) શો કોઝ આપી કરદાતાને તૈયાર થયા મુજબ નું એશેસમેન્ટ કેમ ફાઇનલ ના કરવું તે અંગે ફાઇનલ નોટિસ અપાશે
3) ડ્રાફ્ટ એશેસમેન્ટ તપાસ કરતાં જરૂર જણાય તો રીવ્યુ યુનીટમાં મોકલી અપાશે.

શો કોઝ નોટિસ આપ્યા બાદ કરદાતા અથવા તેનાં ઓથોરાઝડ લીગલ રીપ્રેશન્ટેટીવ વ્યક્તિગત રજૂઆત કરવા વીનંતી કરે તો તેમના માટે ટેલી કોમ્યુનિકેશન વીડિયો દ્વારા એશેસમેન્ટ યુનીટ દ્વારા સાભળવામાં આવશે.

શો કોઝ ના જવાબ થી જરૂર જણાય તો ફરીથી એશેસમેન્ટ યુનીટ ને મોકલી અપાશે તે જ મુજબ જો રીવ્યુ યુનીટની કોઈ સુધારા માટેની ભલામણ હશે તો તે ફરીથી એશેસમેન્ટ યુનીટ માં મોકલવામાં આવશે.

આ રીતે ફાઇનલ એશેસમેન્ટ ઓર્ડર તૈયાર થયા પછી ઓર્ડર કરદાતાને મોકલી આપવામાં આવશે અને તે કેસમાં પેનલ્ટી પ્રોસીડીગ, રીકવરી ની કામગીરી માટે બધો ઈલેક્ટ્રોનિક રેકોર્ડ વોર્ડ જ્યુરીડીકનશ ઓફીસમાં મોકલી આપવામાં આવશે.

એક વખત ઓર્ડર થયા બાદ અપીલ ની કાર્યવાહી કરવાની રહેશે.

આ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન પ્રોફાઈલમાં અને રીટર્નમાં દર્શાવેલ રજીસ્ટર્ડ ઇમેઇલથી નોટિસથી લઈ એશેસમેન્ટ સુધી ફેસલેશ પ્રક્રિયા છે
ઉપરોક્ત ઈ-એશેસમેન્ટ ની પ્રોસીઝર જોતાં આપણે એવું કહી શકીએ કે આવનાર સમયમાં કરદાતાએ અને તેમના વકીલે ખુબ જ જાગૃત રહેવું પડશે. વારંવાર ફાઇલ અને વકીલો ફેરવાથી ઈમેઈલ આઇડી જુના વકીલો સલાહકાર ના રહી જતાં હોય છે. આવાં કેસોમાં જુના વકીલ પાસેથી ફાઇલ જતી રહી હોય આવી નોટિસ ઓનલાઈન મળે તો પણ તે રસ લેતાં નથી અને જાણ કરતાં નથી. જેના પરીણામ સ્વરૂપે એકતરફી ઓર્ડર થવાની શક્યતા ખુબ જ વધારે રહેલ છે

આ ઈ-એશેસમેન્ટની પ્રક્રિયામાં લેખીત રજૂઆતો જ મહત્વનો ભાગ ભજવાની છે કેમ કે વકીલોની કે કરદાતાઓની ફેસ ટુ ફેસ રજુઆતો ને અવકાશ રહેતો નથી તે ઉપરાંત આપનો કેસ ક્યાં આકારણી થઈ રહી છે તે પણ જાણી શકવું અશક્ય છે

સ્કીમ સારી છે સફળતા કે નીષ્ફળતા એ કહેવું મુશ્કેલ છે જે સમય જ સાબિત કરી બતાવશે
લલિત ગણાત્રા – એડવોકેટ જેતપુર, પત્રકાર ટેક્ષ ટુડે ગૃપ

error: Content is protected !!