જોઇન્ટ એશોશીએશન એક્શન કમિટી ગુજરાતના 12 તથા 18 ફેબ્રુઆરીના કાર્યક્રમો ને ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન નું સમર્થન: તમામ વેપારી એશોશીએશનોને સમર્થન આપવા અપીલ કરતાં સંગઠન ના પ્રમુખ જયેન્દ્ર તન્ના

Spread the love
Reading Time: < 1 minute

તા. 10.02.2020: જી.એસ.ટી. પોર્ટલની તકલીફો સામે જોઇન્ટ એશોશીએશન એક્શન કમિટી ગુજરાત દ્વારા 12 ફેબ્રુઆરીએ M P, M L A, કલેક્ટર, CGST તથા SGST અધિકારીઓ તથા વેપારી આગેવાનો ને સમગ્ર ગુજરાતમાં આવેદન આપવાનો કર્યેક્ર્મ જાહેર કર્યો છે. આ ઉપરાંત 18 ફેબ્રુઆરીએ અમદાવાદ ખાતે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને  આજે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા સક્રિય સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેઓએ ચેમ્બર ઓફ કોમર્સ સહિત તમામ વેપારી સંગઠનોને આ આયોજનને ટેકો આપવા અપીલ કરી છે. તેઓ એક પ્રેસ યાદીમાં જણાવે છે કે કમિટી દ્વારા ઉઠાવવા માં આવેલ પ્રશ્નો વેપારીઓનાજ છે. જો આનો ઉકેલ ના આવે તો દંડ ની કાર્યવાહી વેપારીઓએજ ભોગવવા પડતાં હોય છે. આ અંગે તેઓ દ્વારા ખાસ પ્રેસ વિજ્ઞપ્તિ બહાર પડી આ કાર્યક્રમોને સમર્થન આપવા અપીલ કરેલ છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

error: Content is protected !!