મહેસાણા ખાતે કોરોના મહામારીમાં ટેક્સ પ્રોફેશનલ્સ દ્વારા કરવામાં આવ્યું રક્તદાન

Spread the love
Reading Time: < 1 minute

પ્રતિનિધિ દ્વારા, મહેસાણા
તા.૨૦ મે ૨૦૨૧

મહેસાણા ઈન્કમ ટેક્ષ બાર એસોસિએશનન, મહેસાણા સેલ્સ ટેક્સ બાર અસોશોસીએસન અને MEHSANA CPE CHAPTER OF WIRC ICAIના સંયુક્ત ઉપક્રમે મહેસાણા ખાતે એક ઉમદા સેવાકાર્ય નુ આયોજન કરવામાં આવ્યું, જેના આયોજક તરીકે CTP કીરીટ એન પટેલ, CTP કૌશીકભાઈ છાબડા, CTP સુનિલભાઈ કંસારા, CA જપનભાઈ યાજ્ઞિક, CA મેહુલ દોશી, CA અર્પણ યાજ્ઞિક, CA હિતેષભાઈ પ્રજાપતિ, CA ઋતુલ કંસારા અને ટેક્ષ~એડવોકેટ હર્ષદકુમાર વી ઓઝાએ સક્રીય સેવા આપી સમગ્ર સેવાકાર્યને સફળ બનાવેલ. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં બ્લડ બેન્કમાં બ્લડ બોટલની ખુબ જ અછત હતી ત્યારે આવા સેવાકાર્ય દ્વારા ઉજવાયેલ સાપ્તાહિક કાર્યક્રમ (તા-૧૪ મે ૨૦૨૧ થી ૨૦ મે ૨૦૨૧ સુધી) દ્વારા નવીન ઉર્જાનો સ્ત્રોત પ્રજ્વલિત થયેલ છે. આમ તમામ રક્તદાતાનો એસો. આભાર વ્યકત કરે છે. સ્થાન સંકોચનના કારણે સભ્ય એવા રક્તદાતાના નામ પ્રસિધ્ધ કરી શકતો નથી તેનો ખેદ છે. રક્તદાન માટે સદાય તત્પર રહેતા શ્રીમાન અશોકભાઈ પટેલને યાદગીરીના ભાગરૂપે ઉપહારથી નવાજતા આમારા કટાર લેખક હર્ષદકુમાર ઓઝા (વકીલ), તેમજ નવયુવાન મિત્રોએ ખુબજ ઉમંગ-ભેર ભાગ લીધો જેમાં દેવ કિરીટભાઈ પટેલ, રુષીન ગૌતમભાઈ પટેલ અને લવ પટેલ કે જેઓ એ સૌપ્રથમ વાર રક્તદાન કરીને શુભ શરૂઆત કરી આપણાં એસોસિએશનના સેવાકાર્યમાં જોડાયા તે બદલ એસોસિએશન હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.

સંકલન : હર્ષદકુમાર ઓઝા (વકીલ)

error: Content is protected !!