01 ઓગસ્ટ 2025થી જૂન 2022 સલગ્ન રિટર્ન કરદાતાઓ ભરી શકશે નહીં!!

કરદાતાઓને પોતાના બાકી રિટર્ન ત્રણ વર્ષ પૂર્ણ થાય તે પહેલા ભરી દેવા અંગે સૂચના:
તા. 21.06.2025: જી.એસ.ટી. કાયદામાં 01.10.2023 થી નોટિફિકેશ 28/2023, સેંટરલ ટેક્સ દ્વારા મહત્વનો સુધારો કરવામાં આવેલ છે. આ સુધારા મુજબ કરદાતાને જે તે રિટર્નની છેલ્લી મુદતથી ત્રણ વર્ષ બાદ રિટર્ન ભરવાની પરવાનગી આપવામાં આવશે નહીં. જુલાઇ 2025 થી આ સુધારો જી.એસ.ટી. પોર્ટલ ઉપર લાગુ કરવામાં આવશે. આ નિયમ કરદાતાઓ દ્વારા ભરવાના થતાં GSTR 1, GSTR 3B, GSTR 4, GSTR 5, GSTR 5A, GSTR 6, GSTR 7, GSTR 8, GSTR 9, GSTR 9C જેવા રિટર્ન માટે લાગુ પડશે. 31 જુલાઇ એ જૂન 2022 ને લગતા રિટર્ન, નાણાકીય વર્ષ 2021 22 ના GSTR 4, નાણાકીય વર્ષ 2020-21 ના GSTR 9-9C રિટર્ન ભરવાનો વિકલ્પ બંધ કરી આપવામાં આવશે. કરદાતાએ પોતાના ઉપર પૈકી બાકી રિટર્ન 31 જુલાઇ સુધીમાં ભરી આપવા જોઈએ. ભવ્ય પોપટ, ટેક્સ ટુડે