સધર્ન ગુજરાત કોમર્શિયલ ટેક્સ બાર એસોસિએશના નવા હોદ્દેદારોની સર્વાનુંમતે વરણી
જાણીતા એડવોકેટ શશાંક મીઠાઈવાલાની ફરી પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી
સુરત, તા. ૧૬ જુલાઈ, 2026
ધી સધર્ન ગુજરાત કોમર્શિયલ ટેક્સ બાર એસોસિએશન, સુરત દ્વારા વર્ષ 2025-27 માટે નવી કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. એસોસિએશનની 65મી વાર્ષિક સાધારણ સભા, તા. 29 જૂન, 2025ના રોજ યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હોવાનું એસોસિએશનના સચિવ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
નવી કારોબારીમાં નીચે મુજબ હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી છે:
- પ્રમુખ: શ્રી શશાંક એમ. મિઠાઈવાલા
- ઉપપ્રમુખ: શ્રી મનીષ એસ. મહેતા
- સચિવ: શ્રી રોનક પારેખ
- સંયુક્ત સચિવ: શ્રી તિલક એમ. મુકાતીવાલા
ઉલ્લેખનીય છે કે સધર્ન ગુજરાત કોમર્શિયલ ટેક્સ બાર એસોસિએશન સુરતના અગ્રણી કરવ્યવસાયિકોની સંસ્થા છે અને રાજ્યના કર કાયદા, જીએસટી તેમજ આવકવેરા સંબંધિત મુદ્દાઓ પર સભ્યોના હિતમાં સતત કાર્યરત રહી છે. નવી કારોબારીના નેતૃત્વ હેઠળ એસોસિએશન કરક્ષેત્રના વ્યાવસાયિકો માટે વધુ અસરકારક કામગીરી કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
