Call Me Psycho (કોલ મી સાયકો) ના યુવાન લેખક કૂલદીપ મકવાણા સાથે ખાસ મુલાકાત

Spread the love
Reading Time: 3 minutes

ટેક્સ ટુડે સમાજ રત્ન: કુલદીપ સુરેશભાઇ મકવાણા

            ટેક્સ ટુડે માં અમે સમયાંતરે અલગ અલગ ક્ષેત્રે સારું કામ કરનાર વ્યક્તિઓ ના ઇન્ટરવ્યુ કરવામાં હોય છે. સમાજ ના એવા રત્નો કે જેમણે પોતાના કામ દ્વારા સમાજ ને ઉપયોગી કર્યો કર્યા હોય, તેમનું સન્માન કરવું એ ટેક્સ ટુડે પોતાનું ગૌરવ સમજે છે. આજે આ “સમાજ રત્ન” તરીકે મૂળ ઉના ના અને હાલ હૈદરાબાદ સ્થાયી થયેલ કુલદીપ મકવાણા ને સન્માનીત કરતાં ટેક્સ ટુડે હર્ષ તથા ગૌરવ અનુભવે છે. મૂળભૂત રીતે એક એંજિનિયર તરીકે  પ્રાઈવેટ કંપની માં નોકરી કરે છે. કુલદીપભાઈ નું એક પુસ્તક “Call Me Psycho” ટૂંક સમય પહેલા પબ્લીશ થયેલ છે. આ “બુક” એક “fiction” છે. લેખક ઉના જેવા નાના ગામ ના વાતની છે. લેખન માટે શોખ ધરાવતા કુલદીપ મકવાણાનો ઇન્ટરવ્યુ આજે આપ સૌ વાચકો માટે રજૂ કરું છે. બની શકે આ ઇન્ટરવ્યુ ઘણા છુપાયેલા લેખકો માટે પ્રેરણા રૂપ બની શકે!!

  1. કુલદીપભાઈ, આ વાર્તા લેખન નો પહેલો અનુભવ છે કે આ પહેલા પણ તમે કોઈ વાર્તા લખેલી છે?

 

:- ના , આ મારી પ્રથમ વાર્તા છે. પણ મેં મારાં નાનપણમાં થોડી કવિતાઓ લખી હતી અને તેનો અનુભવ અહીં મને ઘણો મદદરૂપ થયો છે.

 

  1. વાર્તા લખવાની પ્રેરણા તમને કેવી રીતે મળી?

 

:- જેમ મેં કીધું તેમ મને કવિતાઓ લખવાનો શોખ હતો અને તેમાંથી જ મને એક નવો વિષય મળ્યો કે જેના પર મને આગળ જતાં એક વાર્તા લખવા માટેના પ્ર્યાપ્ત મુદ્દા તથા મારી કાલ્પનિક શક્તિને ઓળખ આપવાની એક તક મળી.

 

  1. આમ તો આ વાર્તા કાલ્પનિક છે તેવું જણાવેલ છે. પણ ખરેખર શું આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે કે તમારી કે તમારા નજીકના વ્યક્તિ ની સાથે કોઈ સંબંધ છે ખરો?

:- આમ આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક કહી શકાય. આમાં મે અલગ તથા રસપ્રદ કિસ્સાઓ આપવાની કોશિશ કરી છે. વાર્તા વાંચતાં તમે અનુભવ કરી શકશો કે તમને કેટલા રહસ્ય જાણવા મળશે. તે સિવાય મે જીવનમાં એકલતા તથા આત્મવિશ્વાશની કમી ધરાવતા લોકો માટે પણ અમુક પ્રસંગ રાખેલા છે જે મારાં જીવન તથા મારાં અમુક પ્રેણાદાયી વ્યક્તિના અનુભવ છે અને તે લોકોને ઘણી  મદદરૂપ થશે તેની મને ખાતરી છે.

 

  1. લેખક તરીકે આ પુસ્તક લખવાના તમારા અનુભવો વિષે અમારા વાચકો ને જણાવશો.

:- એક લેખક તરીકે મને મારી કલ્પનાશક્તિ વધારવાની તક મળી છે તથા માત્ર એક વાર્તાના શીર્ષકથી લઈ તેને એક સંપૂર્ણ કિતાબનું સ્વરૂપ આપવાના સફરમાં મારે ઘણાં સંશોધન તથા પરિશ્રમ કરવા પડયા છે . જેને અંત સ્વરૂપ મારામાં ઘણા ઈછનીય પરિવર્તન જોઇ શકું છુ.

 

  1. તમે વ્યવસાયે એક ઇજનેર છો. તમારા અનુભવ મુજબ લેખન ને એક વ્યવસાય તરીકે લઈ શકાય?

 

:- મારા અનુભવ મુજબ જે પણ કામ કરવામાં તથા તેને પાર પાડવામાં તમે ગમે તેટલો સમય તથા પરિશ્રમ કરવા તૈયાર હોય તેમાં તમને સફળતા જરૂર મળે છે. મારા વિષયમાં હું ઈજનેર હોવાં છતાં મારી જાત ને લેખનથી દૂર ના કરી શક્યો. તેથી મારૂ માનવું છે કે  હું લેખન ક્ષેત્રમાં સફળતા મેળવી શકીશ.

 

  1. તમારા લેખક તરીકે પ્રેરણા સ્ત્રોત કોને ગણો છો?

:- લેખક તરીકે મારા પ્રેરણાના સ્ત્રોત મારા પિતાને કહી શકું કારણકે તેમણે પહેલાથી અમારા ઘરમાં ઘણી સારી બૂકોનો સંગ્રહ કરેલો છે. આ બૂકોને વાંચ્યા પછી  જ મને આ ક્ષેત્રે રુચિ ઉદ્ભવી હતી.

 

  1. તમારા મનગમતા લેખક કોણ છે?

:- મારા મનગમતા લેખક નેપોલિયન હીલ છે. જેમણે Think And Grow Rich જેવી બૂક લખેલી છે. જે બૂક એક મોટીવેશનલ છે જેને અંદાજે લાખો લોકોની જીંદગી બદલાવી છે જે એક મોટી વાત છે . આ બૂક લખવા પાછળ તેમણે અંદાજે વીસ વર્ષ ફાળવ્યા હતા જે તેમના અથાક પુરુષાર્થ દર્શાવે છે.

 

  1. આ પુસ્તક લખવાના તમારા સારા નરસા અનુભવો વિષે વાચકો ને જણાવશો.

 

:- નરસા અનુભવ માં બૂક લખતી વખતે શુરુઆતથી લઈ ને અંત સૂધી રસપ્રદ બનાવી તે મારે માટે એક મોટો પડકાર હતો. ઘણી વખત મારે વધુ પડતો સમય ખર્ચ કરવો પડતો અને સારા અનુભવમાં સૌથી પહેલા તો જ્યારે મારી બૂક ને લોકો ને વાંચતાં જોવ ત્યારે જે આનંદ પ્રાપ્ત થાય છે તેની અનુભૂતિ અદ્ભુત છે.

 

  1. તમારા જીવન, લેખન નો શોખ વિષે વાંચકો ને જણાવશો.

 

:- મારા જીવનમાં લેખનનો શોખ મને બાણપણથી જ છે તથા મારી UPSC પરીક્ષાની તૈયારી વખતે મને ઘણી નવી અને જ્ઞાનવર્ધક  માહિતી મળી હતી જેનો મે મારી બૂકમાં પણ ઉપયોગ કર્યો છે. અને મને લેખન સાથે સારા પુસ્તકોના વાંચનનો પણ શોખ છે તથા મારી વિનતી છે કે બધાએ સારા પુસ્તકો વાંચવા જોઈએ.

 

  1. તમારું આ પુસ્તક વાચકો ક્યાં થી ખરીદી શકે છે?

 

:-આ પુસ્તક હાલમાં બધી online sites જેમ કે Amazon, Flipkart માં ઉપલબ્ધ છે. તે સિવાય તમે google માં direct Call Me Psycho સર્ચ કરીને પણ વાંચી શકો છો.

 

કુલદીપ મકવાણા, તમે ટેક્સ ટુડે માટે સમય ફળવ્યો એ બદલ આભાર. ટેક્સ ટુડે તમને “ટેક્સ ટુડે સમાજ રત્ન” તરીકે સન્માનીત કરવા બદલ ગર્વ અનુભવે છે. આપને આપના પુસ્તક “કોલ મી સાયકો” વધુ ને વધુ સફળ થાય તેવી હાર્દિક શુભેચ્છાઓ.

error: Content is protected !!