જો તમારું ખાતું આ બેન્કોમાં હોય તો GST પોર્ટલ ઉપર તમારો IFSC કરો અપડેટ!!
Reading Time: < 1 minute
8 બેન્કોના મર્જરના કારણે IFSC અપડેટના કરવામાં આવે તો રિફંડ મેળવવામાં પડી શકે છે મુશ્કેલી:GST પોર્ટલ
તા. 16.03.2021: GST પોર્ટલ ઉપર કરદાતાઓ માટે એક મહત્વની સૂચના બહાર પાડવામાં આવી છે. આ સૂચના મુજબ જે કરદાતાઓના ખાતા એવી બેન્કોમાં છે જે બેન્કોનું અન્ય બેન્કમાં મર્જર કરી દેવાયું છે તેવા કરદાતાઓ એ “નોન કોર એમેંડમેંટમાં” જઈ પોતાના બેન્ક ખાતાનો IFSC અપડેટ કરી આપવો જોઈએ. આ 8 બેન્કોમાં નીચેની બેન્કોનો સમાવેશ થાય છે.
- દેના બેન્ક
- વિજિયા બેન્ક
- ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ
- યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા
- સિંડિકેટ બેન્ક
- આંધ્રા બેન્ક
- કોર્પોરેશન બેન્ક
- અલ્હાબાદ બેન્ક
ઉપર જણાવેલ 8 બેન્કોમાં જો કરદાતાઓનું ખાતું હોય તો GST પોર્ટલ ઉપર સુધારો કરવો જરૂરી છે તેવું સૂચનામાં જણાવવામાં આવ્યું છે. ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે.