HSN લખવા બાબતે મહત્વના ફેરફારો જે જાણવા છે તમારે જરૂરી
તારીખ: ૦૬/૧૧/૨૦૨૨
By Prashant Makwana
HSN કોડ ટેક્ષ ઇન્વોઇસ અને GSTR-1 માં લખવા અંગેની સરળ સમજુતી
નોટીફીકેશન નંબર 78/2020 સેન્ટ્રલ ટેક્ષ દ્વારા HSN કોડ લખવાના નિયમ માં ફેરફાર કરવામાં આવ્યા છે. આ નોટીફીકેશન 78/2020 સેન્ટ્રલ ટેક્ષ 1/4/2021 થી અમલમાં આવ્યું છે. એટલે કે 01/04/2021 થી નીચે મુજબ ની રીતે TAX INVOICE માં HSN કોડ ફરજીયાત લખવો પડે. આ ફેરફાર HSN કોડ GSTR-1 માં લખવા માટે GST PORTAL પર અમલ ન તો થયો તે 01/04/2022 થી તબક્કા વાર GST PORTAL પર સરૂ થયું છે. તે આપણે આર્ટીકલ માં વિગતવાર જોવી.
તારીખ 01/04/2021 થી ટેક્ષ ઇન્વોઇસ માં નીચે મુજબ HSN કોડ દર્શાવવો ફરજીયાત છે.
અનુક્રમ નંબર પાછલા વર્ષનું ટર્ન ઓવર HSN કોડ ના ડીજીટ
- 5 કરોડ સુધી 4 ડીજીટ HSN કોડ
- 5 કરોડ થી વધુ 6 ડીજીટ HSN કોડ
જે રજીસ્ટર્ડ વેપારીનું ટર્ન ઓવર 5 કરોડથી વધુ હોય તે વેપારીએ B2B અને B2C બંને પ્રકાર ના વ્યવહારો માં 6 ડીજીટ નો HSN કોડ લખવો ફરજીયાત છે.
જે રજીસ્ટર વેપારીનું ટર્ન ઓવર 5 કરોડ સુધી હોય તે વેપારી એ B2C એટલે કે GST માં રજીસ્ટર્ડનો હોય તો તે વેપારીને માલ કે સેવા આપવામાં આવે ત્યારે 4 ડીજીટ HSN કોડ લખવો વૈકલ્પિક છે.
EXPORT ના વ્યવહાર માં કુલ વાર્ષિક ટર્નઓવર 5 કરોડ સુધી હોય કે 5 કરોડ થી વધુ હોય તો બધાજ કરદાતા એ 8 ડીજીટનો HSN કોડ લખવો ફરજીયાત છે.
GST પોર્ટલ પર GSTR -1 માં નીચે મુજબ ની તારીખ થી HSN કોડ લખવા નું ફરજીયાત થયું છે.
કૂલ વાર્ષિક ટર્નઓવર 5 કરોડ સુધી | કૂલ વાર્ષિક ટર્નઓવર 5 કરોડથી વધુ |
GSTR-1 માં 4 ડીજીટ HSN કોડ 01/04/2022 ફરજીયાત કરેલ છે. | GSTR-1 માં 4 ડીજીટ HSN કોડ લખવો 01/04/2022 થી ફરજીયાત કરેલ છે.
11/08/2022 થી 6 ડીજીટ HSN કોડ લખવો ફરજીયાત કરેલ છે.
|
તારીખ 01/11/2022 થી GSTR-1 ફાઈલ કરીશું. તેમાં નીચે મુજબની રીતે HSN કોડ લખવો ફરજીયાત છે.
જે કરદાતા નું પાછલા વર્ષનું કૂલ વાર્ષિક ટર્નઓવર 5 કરોડ સુધી હોય તે કરદાતા એ 01/11/2022 થી GSTR -1 માં 4 ડીજીટ નો HSN કોડ લખવો ફરજીયાત છે. 5 કરોડ સુધીના કરદાતા એ 01/11/2022 થી GSTR-1 માં પોર્ટલ પર 4 ડીજીટ HSN કોડ ફરજીયાત લખવો છે. તો કોઈ કરદાતા OCT-2022 , SEP-2022 કે તે પહેલાના કોઈ પણ પીરીયડ નું રીટર્ન ફાઈલ કરે તો 4 ડીજીટ HSN કોડ લખવો ફરજીયાત છે.
જાતે એન્ટ્રી કરીને HSN કોડ અથવા ડીસ્ક્રીપસન લખી શકીશું. જો HSN કોડ અથવા ડીસ્ક્રીપસન ખોટું હશે તો એલર્ટ મેસેજ આવશે. પરંતુ GSTR-1 ફાઈલ થય જશે.
(લેખક થાનગઢ ખાતે ટેક્સેશન ઉપર પ્રેક્ટિસ કરે છે)