AAR With Tax Today: NAFED ને ટેકાના ભાવની ખરીદી માટે સહકારી મંડળી દ્વારા કરવામાં આવતી ચુકવણી ઉપર TDS લાગુ પડે નહીં
Reading Time: < 1 minute
અરજ્કર્તા: કર્ણાટક સ્ટેટ કો. ઓપ. માર્કેટિંગ ફેડરેશન લી
નંબર: KAR ADRG 53/2020, તા. 12.10.2020
કેસના તથ્યો:
- સરકાર દ્વારા ખેડૂતો પાસેથી વિવિધ ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે.
- અરજ્કર્તા સરકાર દ્વારા માન્ય કંપની છે જે ખેડૂતો પાસેથી સરકાર વતી ટેકાના ભાવે ખરીદી કરે છે.
- NAFED આ પ્રક્રિયાની નોડલ એજન્સી છે.
- અરજ્કર્તા ખેડૂતો પાસેથી તૂર તથા “ગ્રીન ગ્રામ” ની ખરીદી કરી NAFED ને પહોચડે છે.
- અરજ્કર્તા “gunny bag” ની ખરીદી માર્કેટમાંથી કરી ખેતપેદાશોનું પેકિંગ કરે છે.
- આ “Gunny bags” માટેની ચુકવણી NAFED મૂળ કિમત ઉપર કરે છે.
- NAFED દ્વારા અરજ્કર્તાને આ પ્રક્રિયાના ખર્ચ સ્વરૂપે 2% જેવુ વળતર આપે છે.
અરજ્કર્તાના પ્રશ્નો:
- ખેડૂતો પાસેથી ખરીદી NAFED ને વેંચવાની પ્રવૃતિ “ટેકસેબલ સપ્લાય” ગણાય? જો હા તો આ સપ્લાય ઉપર ક્યાં દરે વેરો લાગે?
- આ વ્યવહારમાં કરવામાં આવેલ “gunny bags” ની ખરીદી ઉપર ચૂકવેલ GSTની ઈન્પુટ ટેક્સ ક્રેડિટ મળે?
- અરજ્કર્તા દ્વારા કોઈ ચુકવણી NAFED ને કરવામાં આવે તો TDS ની જોગવાઇઓ લાગુ પડે?
અરજ્કર્તાની રજૂઆતો:
તૂર દાળ અને ગ્રીન ગ્રામ એ ખેત પેદાશો ગણાય, તે HSN 0713 માં પડે અને CGST રેઇટ નોટિફિકેશન 2/2017, તા. 28.06.2020 થી કરમુક્ત ગણાય
પોતે સરકારી કંપની ના હોય TDS ની જોગવાઇઓ લાગુ પડે નહીં.
AAR નું તારણ?
- તૂર દાળ તથા ગ્રીન ગ્રામ એ HSN 0713 હેઠળ પડે અને CGST રેઇટ નોટિફિકેશન 2/2017, તા. 28.06.2020 થી કરમુક્ત ગણાય.
- Gunny Bags નો ઉપયોગ કરમુક્ત માલના સપ્લાય માટે થતો હોય જી.એસ.ટી. કાયદાની કલમ 17(2) હેઠળ ક્રેડિટ મળે નહીં.
- કરદાતા સરકારી કંપનીના હોય, કલમ 51 હેઠળ TDS કરવા જવાબદાર બને નહીં.
(AAR ઉપરનું આ તારણ લેખકના અંગત અભિપ્રાયને આધીન છે)