સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 30th July 2022

Spread the love
Reading Time: 3 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


જી.એસ.ટી.

  1. અમારા અસીલ ટ્રાન્સપોર્ટેશનના ધંધા સાથે સંકળાયેલ છે. તેઓ પોતાના ટ્રક બીજા ટ્રાન્સપોર્ટર્સને ભાડે આપે છે. તેઓ કોઈ જી.એસ.ટી. વસૂલતા નથી. તેઓના રેસિપીયન્ટ આ વ્યવહારનો જી.એસ.ટી. ભરે છે તેવું અમને જણાવે છે. આ વ્યવહારની જે રકમ મળે તે GSTR 1 તથા GSTR 3B માં ક્યાં દર્શાવવાની રહે? નિમેષ પરિખ, ટેક્સ કન્સલ્ટન્ટ, જુનાગઢ

જવાબ:  જી.એસ.ટી. (નોટિફિકેશન 12/2017 એંટ્રી નો. 22) મૂજબ જો એક ટ્રાન્સપોર્ટર બીજા ટ્રાન્સપોર્ટર્સ ને ટ્રક ભાડે આપવાનો વ્યવસાય કરતાં હોય તો આવા સંજોગોમાં ટેક્સ ભરવાની જવાબદારી બન્ને માથી કોઈ ટ્રાન્સપોર્ટર્સ પર આવે નહીં. આવા વ્યવહારને કરમુક્ત વ્યવહારોમાં સામેલ કરવામાં આવેલ છે એવો અમારો મત છે.

આવા વ્યવહારો કરમુક્ત હોવાથી GSTR 1 અને 3B માં પણ કરમુક્ત વ્યવહાર તરીકે દર્શાવાના રહશે અને બિલ બનાવતી વખતે RCM ના વિકલ્પમાં હા ન થઈ જાય તેની પણ કાળજી રાખવી જોઈએ.

  1. અમારા અસીલ ભંગારના વેપારી છે અને કંપોઝીશનની પરવાનગી ધરાવે છે. તેઓ લોખંડ-પ્લાસ્ટિક ભંગારની ખરીદી બિન નોંધાયેલ વ્યક્તિ પાસેથી કરે છે. શું આ ખરીદી ઉપર RCM ભરવાની જવાબદારી આવે? પટેલ અરવિંદકુમાર રણછોડલાલ, ટેક્સ એડવોકેટ, વિસનગર

જવાબ: જી.એસ.ટી ની કલમ 9(4) મૂજબ RCM માં ટેક્સ ભરવાની જવાબદારી માત્ર સૂચિત યાદીમાં સામેલ વ્યક્તિઓની જ છે. અત્યાર સુધીની સૂચિત યાદી મૂજબ આ યાદીમાં માત્ર બિલ્ડરો અને રહેણાંક મિલકતોનું વેચાણ કરતાં વ્યક્તિઓ નો સમાવેશ થાય છે. તેથી જણાવેલ કેસમાં અમારા મતે કરદાતાની RCM માં ટેક્સ ભરવાની જવાબદારી રહશે નહીં.

  1. અમારા અસીલ ભંગારના વેપારી છે. તેઓ રેગ્યુલર સ્કીમમાં છે. તેઓ લોખંડ-પ્લાસ્ટિક ભંગારની ખરીદી બિન નોંધાયેલ વ્યક્તિ પાસેથી કરે છે. શું આ ખરીદી ઉપર RCM ભરવાની જવાબદારી આવે? પટેલ અરવિંદકુમાર રણછોડલાલ, ટેક્સ એડવોકેટ, વિસનગર

જવાબ: જી.એસ.ટી ની કલમ 9(4) મૂજબ RCM માં ટેક્સ ભરવાની જવાબદારી માત્ર સૂચિત યાદીમાં સામેલ વ્યક્તિઓની જ છે. અત્યાર સુધીની સૂચિત યાદી મૂજબ આ યાદીમાં માત્ર બિલ્ડરો અને રહેણાંક મિલકતોનું વેચાણ કરતાં વ્યક્તિઓ નો સમાવેશ થાય છે. કંપોઝીશન સ્કીમ અને  રેગ્યુલર સ્કીમ આ બન્ને માં લાગુ પડે છે તેથી જણાવેલ કેસમાં અમારા મતે કરદાતાની RCM માં ટેક્સ ભરવાની જવાબદારી રહશે નહીં.

  1. અમારા અસીલ અનાજ કઠોળ, દાળ વગેરે નું ફરી વેચાણ કરવાનો ધંધો કરે છે. તેઓની પાસે 18 જુલાઇ 2022 ના રોજ 25 કિલોગ્રામ સુધીના પેકિંગ-લેબલિંગ સહિતનો 3 કરોડ જેવો માલ સ્ટોક હતો. તેઓ દ્વારા 18 જુલાઇ બાદ આ માલ તેઓ દ્વારા પેકિંગ હટાવી લુઝ વેચાણ કરવામાં આવેલ છે. શું આવા વેચાણ ઉપર તેઓની જી.એસ.ટી. ભરવાની જવાબદારી બને? પટેલ અરવિંદકુમાર રણછોડલાલ, ટેક્સ એડવોકેટ, વિસનગર

જવાબ: અમારા મતે કરદાતા જો જણાવ્યા માલનું વેચાણ પૂર્વ પેકેજીંગ અને લેબલીંગ વગર કરે તો તે માલના વેચાણ પર કરદાતાને જી.એસ.ટી ભરવાની કોઈ જવાદારી આવે નહીં. જી.એસ.ટી ભરવાની જવાબદારી તો જ આવે જો તે માલનું વેચાણ 25 કિલોગ્રામ સુધીના પેકિંગ-લેબલિંગ સાથે કરેલું હોય.

 

ઇન્કમ ટેક્સ

  1. શું પેન્શનની આવક ઉપર 50000 ના સ્ટાન્ડર્ડ ડિડકશનનો લાભ મળે?     સચિનભાઈ, એક કરદાતા

જવાબ: હા, ઇન્કમ ટેક્સની કલમ 16(IA) મૂજબ 50000 ના સ્ટાન્ડર્ડ ડિડકશનનો લાભ પેન્શનની આવક ધરાવતા કરદાતાઓ ને પણ મળે.

 

ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર: આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!