એજીએફટીસી ૩જી મેનેજીંગ કમિટી મિટિંગ યોજાઈ..

ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્ષ કન્સલ્ટન્ટ, અમદાવાદ ની હોટલ ગ્રાન્ડ પ્રગતિ ઇનન ખાતે ૩જી મેનેજીંગ કમિટી મિટિંગ પ્રમુખશ્રી ર્ડો સીએ વિશ્વેશભાઈ શાહના અધ્યક્ષ સ્થાને મળી. સભામાં પ્રમુખશ્રીએ સૌ ને આવકાર આપેલ. ફેડરેશનની અત્યાર સુધી ના થયેલ સેમિનાર અને વેબિનાર અંગે માહિતી આપી, આગામી ૬ઠી ટુ ડે કોન્કલેવ ના આયોજન વિશે માહિતગાર કર્યા. પાસ્ટ પ્રેસિડેન્ટશ્રીઓ અને દરેક ઝોન ના પ્રતિનિધોએ ફેડરેશનના આગામી કાર્યકમો વધુ સારા થાય અંગે સૂચનો આપેલ. ફેડરેશનના સભ્યોમાંથી ભારત સરકારના નોટરી પદે વરણી થવા બદલ એડવોકેટ ર્ડો. ધ્રુવેન શાહ, અમિત સોની, મૃદાંગ વકીલ ને શુભેચ્છા પાઠવવામાં આવી. અંતમાં મંત્રી મૃદાંગભાઈ એ આભાર વિધિ કરેલ.
આ પ્રસંગે ઈમીરેટ પ્રેસિડેન્ટ ધીરેશભાઈ શાહ, પ્રમુખશ્રી ર્ડો સીએ વિશ્વેશ શાહ, મંત્રી મૃદાંગ વકીલ, ખજાનચી મૌલિન શાહ, પાસ્ટ પ્રેસિડેન્ટશ્રીઓ, કારોબારી સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સભા ને સફળ બનાવેલ..