Spread the love
Reading Time: 3 minutes

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


Goods & Services Tax

  1. અમારા અસીલ રેસ્ટોરન્ટ ચલાવે છે અને રેગ્યુલર સ્કીમમાં છે. તેઓ ઝૉમેટો અને સ્વીગી દ્વારા વેચાણ કરે છે. તેઓનું રેસ્ટોરન્ટ ભાડે છે. શું તેઓ નોટિફિકેશન 09/2024 CTR તા. 08.10.2024 હેઠળ RCM ભરવા જવાબદાર થતાં હતા. શું 16 જાન્યુઆરી 2025 થી આ બાબતે આવેલ સુધારામાં કોઈ લાભ અમારા અસીલને મળે?                                                                                                               મંથન સરવૈયા, ટેક્સ કન્સલ્ટન્ટ

જવાબ: ના, 16 જાન્યુઆરી 2025 ના રોજ આવેલ સુધારો માત્ર કંપોઝીશનના વેપારીને લાગુ પડે આને આપના અસીલ તે રેગ્યુલર સ્કીમમાં હોય આ સુધારાનો લાભ આપના અસીલને મળે નહીં તેવો અમારો મત છે.


  1. જી.એસ.ટી. કાઉન્સીલની 53 મી મિટિંગમાં “કેશ લેજર” માં બેલેન્સ હોય તેવા કિસ્સામાં વ્યાજ લાગે નહીં તેવી ભલામણ કરવામાં આવેલ છે. શું આ બાબતે CBIC દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે?                                                                                                                                   જે.વી. પટેલ એન્ડ કૂ. જેતપુર

જવાબ: ના, આ ભલામણ બાબતે CBIC દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી તેવો અમારો મત છે.


ઇન્કમ ટેક્સ 

  1. અમારા અસીલ દ્વારા બેન્ક પાસેથી હરાજીમાં સ્થાવર મિલ્કતની ખરીદી રૂ 2 કરોડમાં કરવામાં આવી હતી. આ મિલ્કતની જંત્રીની કિંમત 3 કરોડની હતી. શું આ માટે કેપિટલ ગેઇનની જવાબદારી આવે જ કે કોઈ રસ્તો છે?                                                                                                                   સુંદરીયા કોલીપરા, પોન્નુર

જવાબ: આ વ્યવહારમાં ખરીદનાર તરીકે કેપીટલ ગેઇનની નહીં પરંતુ “ડીમ્ડ ગિફ્ટ” તરીકે જવાબદારી આવે. આ વ્યવહારને ખરીદ દસ્તાવેજ પહેલા શક્ય હોય તો અથવા પછી પણ “ડેપ્યુટી કમિશ્નર સ્ટેમ્પ ડ્યૂટી” માં પડકારવામાં આવે તે જરૂરી છે. જો આ અધિકારી દ્વારા જંત્રી બાબતે કોઈ રાહત મળે તો આપના અસીલને ફાયદો મળે. બીજા વિકલ્પમાં જ્યારે આ બાબતે પ્રશ્ન ઇન્કમ ટેક્સ દ્વારા ઊભો કરવામાં આવે ત્યારે DVO (ડિપાર્ટમેંટ વેલ્યુએશન ઓફિસર) ને આ બાબત રિફર કરવા આકારણી અધિકારીને વિનંતી કરી શકાય છે તેવો અમારો મત છે. જો કે આ બાબતે ITAT મુંબઈ બેન્ચનો ITO Vs Mahavir Enterprises (ITA No. 1304/Mum./2023 નો ચુકાદો તમને ઉપયોગી બની શકે છે જેમાં ઠરાવવામાં આવ્યું છે કે જાહેર હરરાજીમાં નક્કી કરેલ ભાવ તે ફેર માર્કેટ વેલ્યૂ ગણવાનો રહે અને ખાસ કરીને જ્યારે આ હરરાજી સરકારી પ્રતિનિધિ સામે કરવામાં આવી હોય.


ખાસ નોંધ

  1. જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!