જી.એસ.ટી. કાયદા હેઠળ GSTR 1 તથા GSTR 3B રિટર્ન ભરવાના નિયમોમાં કરવામાં આવ્યા મહત્વના ફેરફાર:

Spread the love
Reading Time: 2 minutes

નોટિફિકેશન: 81/2020: 

નોટિફિકેશનની મહત્વની બાબતો::

  • GSTR 1 ત્રિમાસિક ધોરણે ભરવા જવાબદાર કરદાતાઓ પાસે ત્રિમાસના પ્રથમ બે મહિના માટે GSTR 1 ની જગ્યાએ “ઇંવોઇસ ફર્નિશિંગ ફેસિલિટી” નામની સુવિધા રહેશે.
  • આ સુવિધા વડે પ્રતિ માહ મહત્તમ 50 લાખ સુધીના ઇંવોઇસ કરદાતા અપલોડ કરી શકશે.
  • આ અપલોડીંગ જે-તે મહિના પછીની 1 તારીખથી 13 તારીખ સુધી કરી શકાશે.
  • આ “ઇંવોઇસ ફર્નિશિંગ ફેસિલિટી” વડે  અપલોડ કરેલ બિલોને ફરી GSTR 1 માં દર્શાવવાના રહેશે નહીં.
  • આ “ઇંવોઇસ ફર્નિશિંગ ફેસિલિટી” માં  B2B વ્યવહારો 2.5 લાખ ઉપરના B2C વ્યવહારોની માહિતી બિલ પ્રમાણે આપવાની રહેશે.
  • આ ઉપરાંત “ઇંવોઇસ ફર્નિશિંગ ફેસિલિટી” માં B2C વ્યવહારો ની રેઇટ પ્રમાણે માહિતી અને 2.5 લાખ સુધીના આંતરરાજ્ય વ્યવહારોની માહિતી રાજ્ય પ્રમાણે આપવાની રહેશે.
  • આ ઉપરાંત “ઇંવોઇસ ફર્નિશિંગ ફેસિલિટી” માં ડેબિટ-ક્રેડિટ નોટ ની માહિતી આપવાની રહેશે.
  • કરદાતાઑ માટે ઇનવર્ડ સપ્લાય દર્શાવવા માટે ફોર્મ ઓટો પોપ્યુલેટ થશે.
  • કંપોઝીશનના કરદાતાઓ માટે GSTR 4A અને એ સિવાયના કરદાતાઓ માટે GSTR 2A પરથી આ માહિતી લેવાની રહેશે.
  • ઇમ્પોર્ટ ઉપર ભરેલ IGSTની માહિતી પણ GSTR 2A માં આપવામા આવશે.
  • કરદાતાઓને GSTR 2B માં મળવાપાત્ર ઈન્પુટ ટેક્સ ક્રેડિટની માહિતી આપી દેવામાં આવશે.
  • જે કરદાતાઓનું પાછલા વર્ષનું ટર્નઓવર 5 કરોડ સુધીનું હોય તેવા કરદાતા માટે 01 જાન્યુઆરી 2021 થી નીચેના ફેરફારો લાગુ પડશે
  •          આવા કરદાતાઓ ગુજરાત-દમણ દીવ જેવા ગ્રૂપ 1 ના રાજ્યોમાં ધંધા નું મુખ્ય સ્થળ ધરાવતા હોય તો જે તે ત્રિમાસ પૂર્ણ થયાની  22 તારીખ સુધીમાં પોતાનું ત્રિમાસિક GSTR 3B ભરી શકશે.
  •          ગ્રૂપ B રાજ્યોમાં ધંધાનું મુખ્ય સ્થળ ધરાવતા કરદાતા જે તે ત્રિમાસ પૂર્ણ થયાના 24 તારીખ સુધીમાં GSTR 3B ત્રિમાસિક                 ધોરણે ભરી શકશે.
  •  આ પ્રકારે ત્રિમાસિક GSTR 3B ભરવા જવાબદાર કરદાતાઓએ પોતાને ભરવા પાત્ર ટેક્સ PMT 06 માં માસિક ધોરણે ભરવાનો રહેશે.
  • ત્રિમાસિક રિટર્ન ભરવા હક્કદાર કરદાતાઓએ ટેક્સ જે-તે મહિના પછીની 25 તારીખ સુધીમાં ભરી આપવાનો રહેશે.

લેખક નોંધ:

  • “ઇંવોઇસ ફર્નિશિંગ ફેસિલિટી” નામે જે સુવિધા શરૂ કરવા જઇ રહ્યા છે તે સુવિધાના કારણે માસિક રિટર્ન ભરવા જવાબદાર કરદાતાઓ, ત્રિમાસિક રિટર્ન ભરવા જવાબદાર કરદાતાઓ પાસેથી ખરીદી કરશે તો પણ તેમને નિયમ 36(4) હેઠળ ક્રેડિટ લેવામાં મુશ્કેલી નહીં પડે. આ એક આવકારદાયક સુધારો છે.
  • પરંતુ ફરી ઇંવોઇસ પ્રમાણે રિયલ ટાઈમ મેચિંગ કોન્સેપ્ટમાં ઉતારવા GSTN દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે. 1 થી 13 તારીખ સુધીમાં કરદાતાના વેચનારો દ્વારા જે ઇંવોઇસ અપલોડ થાય તેની ક્રેડિટ જ કરદાતાને આપવી એ ખૂબ અન્યાયી બાબત ગણાય. અગાઉજે GSTR 2 માં મુશ્કેલી ઊભી થઈ હતી એ જ મુશ્કેલી આ નવી પદ્ધતિમાં થશે તેવું હું ચોક્કસ માનું છું. આજ કારણે આ પદ્ધતિ પણ GSTN દ્વારા પરત લેવી પડશે તેવું હું માનું છું.
  • નાના કરદાતાઓને ત્રિમાસિક 3B ભરવાનો લાભ આપવામાં આવ્યો છે તે આવકાર દાયક છે. PMT 06 નું ફોર્મ આવા કરદાતાઓ પૈકી ટેક્સ જેમને ભરવાપાત્ર હોય તેવા કરદાતાએ ચોક્કસ ભરવાનું છે. પણ જે કરદાતાઓ ને ટેક્સ ભરવાનો થતો નથી તેમણે PMT 06 ફોર્મ ભરવામાંથી પણ મુક્તિ મળશે. આ ઉપરાંત GSTR 3B માં જે લેઇટ ફી લાગે છે તેમાંથી પણ નાના કરદાતાઓને રાહત મળશે.

ભવ્ય પોપટ, એડિટર, ટેક્સ ટુડે

 

(આ લેખ નોટિફિકેશન ઉપર લેખકના અંગત અભિપ્રાય છે)

Notification 81/2020, dt: 10.11.2020: notfctn-82-central-tax 10112020 PMT 06

error: Content is protected !!