GST અંતર્ગત માર્ચ-2023માં આ કર્યો કરવાનું ચૂકશો નહીં!! By Prashant Makwana
Reading Time: 2 minutes
By Prashant Makwana
તારીખ : 01/03/2023
નાણાકીય વર્ષ 2022-23 પૂરું થવા જઈ રહ્યું છે ત્યારે GST અંતર્ગત અમુક કાર્ય માર્ચ-2023 માં મહિના માં કરવા જરૂરી હોય છે. આ આર્ટીકલ માં આપડે આવા કાર્ય ની સરળ ભાષામાં માહિતી આપેલ છે.
- REGULAR TO COMPOSITION
- નાણાકીય વર્ષ 2022-23 માં જે વ્યક્તિ REGULAR માં ટેક્ષ ભરતા હોય અને નાણાકીય વર્ષ 2023-24 થી જો COMPOSITION SCHEME (ઉચક્વેરા) માં ટેક્ષ ભરવો હોય તે વ્યક્તિ 31/03/2023 સુધીમાં GST PORTAL પર એપ્લીકેશન કરવાની હોય છે. હાલમાં GST પોર્ટલ પર આ એપ્લીકેશન કરવાનો ઓપ્સન શરુ થય ગયો છે.
- QRMPS માંથી MONTHLY RETURN ફાઈલ કરવા માટે
- જે GST માં રજીસ્ટર વ્યક્તિ નું પાછલા વર્ષ માં 5 કરોડ સુધીનું ટર્ન ઓવર હોય તે જ કરદાતા QRMPS અંતરગત QUARTLY RETURN ફાઈલ કરી શકે. જો કોઈ કરદાતા નાણાકીય વર્ષ 2022-23 માં QRMPS અંતરગત QUARTLY RETURN ફાઈલ કરે છે, પરંતુ નાણાકીય વર્ષ 2022-23 માં તેમનું ટર્ન ઓવર 5 કરોડ થી વધી ગયું હોય તો નાણાકીય વર્ષ 2023-24 થી ફરજીયાત MONTHLY RETURN ફાઈલ કરવા પડે. જે GST માં રજીસ્ટર વ્યક્તિ નું નાણાકીય વર્ષ 2022-23 માં તેમનું ટર્નઓવર 5 કરોડ થી વધી ગયું, અથવા GST માં રજીસ્ટર વ્યક્તિ સ્વૈચ્છિક QRMPS માંથી MONTHLY RETURN ફાઈલ કરવા ઇરછતા હોય તેમને 01/02/2023 થી 30/04/2023 સુધીમાં GST પોર્ટલ પર QRMPS માંથી MONTHLY રીટર્ન ફાઈલ કરવાનો વિકલ્પ સિલેક્ટ કરી લેવાનો રહેશે.
- LUT RENEWAL
- GST માં રજીસ્ટર વ્યક્તિ જે EXPORT (નિકાસ ) કરતા હોય તે વ્યક્તિ LUT (LATTER OF UNDERTAKING) 31/03/2023 પહેલા રીન્યુ કરાવી લેવી ફરજીયાત છે. હાલમાં GST પોર્ટલ પર આ સુવિધા શરુ થય ગયેલ છે.
- GTA ANNEXTURE–V
- તારીખ 13/07/2022 ના સેન્ટ્રલ ટેક્ષ ના નોટીફીકેસન 03/2022 મુજબ દરેક GTA (GOODS TRANSPORT AGENCIES) એ દર વર્ષ ની 15 માર્ચ પહેલા આગળના નાણાકીય વર્ષ માં ફોરવર્ડ ચાર્જ માં ટેક્ષ ભરવા માટે ANNEXURE V GST પોર્ટલ પર સબમિટ કરી ને તે ઓપ્સન સિલેક્ટ કરી લેવાનો હોય છે.
ઉદાહરણ:
નાણાકીય વર્ષ 2023-24 માટે 15/03/2023 પહેલા GST પોર્ટલ પર ફોરવર્ડ ચાર્જ માં ટેક્ષ ભરવા માટે ANNEXURE V સબમિટ કરી દેવું ફરજીયાત છે.
- જે GTA ફોરવર્ડ ચાર્જ માં ટેક્ષ ભરવા માટે ANNEXURE V સબમિટ નથી કરતા તે ઓટોમેટીક RCM માં ગણવામાં આવશે.
- એક વાર ઓપ્સન સિલેક્ટ થયા પછી તેમાં નાણાકીય વર્ષ દરમિયાન કોઈ ફેરફાર થશે નહિ.
GST પોર્ટલ પર અત્યારે આ સુવિધા શરુ કરી દેવામાં આવી છે.
LOGIN TO GST PORTAL
USER SERVICE
OPTING FORWARD CHANGE PAYMENT BY GTA (ANNEXTURE V )
આમ, જો આપને ઉપરના કોઈ પણ કર્યો લાગુ પડતાં હોય તો આ કર્યો નિયત તારીખ સુધીમાં કરી આપવામાં આવે તે જરૂરી છે.
Nice articals we have copy of tax today to new update by courior