માત્ર શંકાના આધારે માલ જપ્તી માટેની શો કોઝ નોટિસ આપવી યોગ્ય નથી:ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

Spread the love
Reading Time: 2 minutes

કેસના પક્ષકારો: Anant Jignesh Shah,  Prop: Nakoda and Company Vs Union of India & Others

કેસનંબર: 12712 of 2020, ઓર્ડર તા: 06.11.2020

કેસના તથ્યો:

  • કરદાતા પાન મસાલા ટ્રેડિંગ સાથે જોડાયેલા છે.
  • તેઓએ અથર્વ એન્ટરપ્રાઇઝ ઉજજેનને (મધ્ય પ્રદેશ) માલ ખરીદીનો ઓર્ડર આપેલ હતો.
  • માલની કિમત 35,74,155/- થતી હતી.
  • માલ 08 સપ્ટેમ્બરના રોજ ટ્રાન્સપોર્ટમાં વહન થતો હતો, જેની ડિલિવરી અમદાવાદ થવાની હતી.
  • ઇ વે બિલ યોગ્ય રીતે બનાવવામાં આવ્યું હતું અને તે 08 સપ્ટેમ્બરથી 13 સપ્ટેમ્બર સુધી “વેલીડ” હતું,
  • 12 સપ્ટેમ્બરના રોજ આ કેસના સમવાળા (જી.એસ.ટી. ડિપાર્ટમેંટ) દ્વારા વહન રોકવામાં આવ્યું હતું અને કરદાતાને MOV-06 હેઠળ માલ રોકવાનો આદેશ કરવામાં આવ્યો હતો.
  • ત્યારબાદ MOV 10 માં જપ્તી અંગેની શો કોઝ નોટિસ 15 સપ્ટેમ્બરમાં આપવામાં આવી હતી.
  • આ શો કોઝ નોટિસ સામે કરદાતાએ આ રિટ પિટિશન કરેલ છે.

કરદાતા તરફે દલીલ:

  • જી.એસ.ટી. ડિપાર્ટમેંટ માત્ર અંદાજ કરી શંકાના આધારે કાર્યવાહી કરી રહી છે.
  • જી.એસ.ટી. ડિપાર્ટમેંટ પાસે પોતાના આક્ષેપ અંગે કોઈ પુરાવા નથી.

 

જી.એસ.ટી. ડિપાર્ટમેંટ તરફે દલીલો:

  • ટોલ ટેક્સ ઉપર ટ્રકની આવન જાવન ઉપરથી ફલિત થાય છે કે માલ એકજ બિલ ઉપર બે વાર વહન કરવામાં આવ્યો છે.
  • કરદાતાનો માલ પાન મસાલા હોય, જે સેનસીટીવ કમોડિટી ગણાય છે.

 

કોર્ટનો ચુકાદો:

જી.એસ.ટી. ડિપાર્ટમેંટ દ્વારા જે કારણોને લઈ માલ જપ્તી કરવા કાર્યવાહી કરવા માંગે છે તે કાયદાની દ્રષ્ટિએ યોગ્ય નથી.

ભૂતકાળમાં ડ્રાઈવર આ પ્રકારે ચોરીમાં સામેલ હતો તેવી આશંકાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે જે યોગ્ય નથી.

જી.એસ.ટી. કાયદાની કલમ 130 હેઠળની શો કોઝ નોટિસ માત્ર શંકાના આધારે આપી શકાય નહીં.

આમ, જી.એસ.ટી. ખાતા દ્વારા આપવામાં આવેલ કલમ 130 હેઠળ ની MOV 10 ની નોટિસ રદ્દ કરવા આથી આદેશ આપવામાં આવે છે.

 

લેખકની નોંધ: આ ચુકાદો ખૂબ મહત્વ પૂર્ણ છે. પાન મસાલા, ટોબેકો, સ્ક્રેપ જેવી ચીજ વસ્તુઓને “સેન્સિટિવ” કમોડિટી ગણી ઘણી વાર ચેકપોસ્ટ ઉપર આ પ્રકારે માત્ર શંકાના આધારે કાર્યવાહી થતી હોય છે. ગુજરાત હાઇકોર્ટનો આ ચુકાદો આ પ્રકારની કાર્યવાહીમાં રજૂ કરવાથી કરદાતાને રાહત મળી શકે છે.

 

 

 

 

 

 

 

 

 

 

error: Content is protected !!
18108