જી.એસ.ટી. કાયદા હેઠળ ત્રિમાસિક GSTR 1 ની તારીખ ઘટાડવામાં આવી
તા. 12.11.2020:
જી.એસ.ટી. આર. 1 ભરવાની તારીખ સામાન્ય રીતે જે તે મહિનો પુર્ણ થયા પછીની 11 તારીખ છે. જ્યાર સમાન્ય રીતે ત્રિમાસિક રિટર્ન ભરવા માટે જે તે ત્રિમાસ પુર્ણ થયા પછી 30 દિવસ જેવો સમય આપવામાં આવતો હતો. પરંતુ હવે આ અંગે ફેરફાર કરી નીચેના ફેરફારો કરવામાં આવ્યા છે.
- 01 જાન્યુઆરી 2020થી ત્રિમાસિક GSTR 1 ભરવા જવાબદાર કરદાતા એ પોતાનું ત્રિમાસિક GSTR 1 ત્રિમાસ પૂરો થયા પછીના 13 દિવસમાં ભરવાનું રહેશે.
- આમ, જાન્યુઆરી થી માર્ચ 2021 નું GSTR 1 કરદાતાએ 13 એપ્રિલ સુધીમાં ભરવાનું રહેશે.
ઇનવર્ડ સપ્લાય ઓટોમેટિક જનરેટ થાય તે હેતુથી આ ફેરફાર કરવામાં આવ્યો છે. ખરીદનાર કરદાતાને ઈન્પુટ ટેક્સ ક્રેડિટ માત્ર વેચનારે આપેલ GSTR 1 ઉપરથીજ આપવામાં આવશે તેવા પ્રયાસો થઈ રહ્યા છે. આ પદ્ધતિ ખરેખર અવ્યવહારિક છે અને આનો જમીની સ્તરે અમલ કરવો ખૂબ મુશ્કેલ સાબિત થશે તેવું માનવમાં આવી રહ્યું છે. ભવ્ય પોપટ, એડિટર ટેક્સ ટુડે.
Notification 83/2020, dt. 10.11.2020: notfctn-83-central-tax-GSTR 1 Dates
Reference Notification 75/2020, dt. 15.10.2020: Noti 75 GSTR 1 Date Ref Not