સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે)10th June 2023
Tax Today-The Monthly News Paper
CA મોનીષ શાહ, અમદાવાદ
એડવોકેટ લલિત ગણાત્રા, જેતપુર
CA દિવ્યેશ સોઢા, પોરબંદર
એડવોકેટ ભવ્ય પોપટ, ઉના
____________________________________________________________________________________________
Goods & Services Tax
- અમારા અસીલ માર્કેટિંગ યાર્ડમાં પાક્કા આડતિયા તરીકે ધંધો કરે છે. જી.એસ.ટી. નોંધણી માટે તેઓનું ટર્નઓવર શું ગણવાનું રહે? અમિત ઠક્કર, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: પાક્કા આડતિયા પોતાના નામે જ ખરીદ વેચાણ કરતાં હોય, તેનું વેચાણનું ટર્નઓવર 40 લાખથી વધુ થાય ત્યારે જી.એસ.ટી. નંબર લેવો ફરજિયાત બની જશે તેવો અમારો મત છે.
_____________________________________________________________________________________________
Income Tax
- હું એક પ્રોફેશનલ છું. દર વર્ષે હું ઇન્કમ ટેક્સની કલમ 44ADA હેઠળ રિટર્ન ભરું છું. આ વર્ષે મે F & O ના વ્યવહારો કર્યા છે. આ કારણે મારૂ ટર્નઓવર 50 લાખથી વધુ થઈ ગયું છે. શું F & O ના ટર્નઓવરને કેપિટલ ગેંઇન ગણી હું મારા પ્રોફેશન બાબતે 44ADA નો લાભ લઈ શકું? શફી ડોકડિયા, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: F & O નું ટર્નઓવર એ ધંધાકીય ટર્નઓવર જ ગણાય, કેપિટલ ગેઇન ગણી શકાય નહીં. F & O એ અલગ ધંધો હોય, પ્રોફેશનની આવક 50 લાખ સુધીની હોય તો પ્રોફેશનલ ઇન્કમ બાબતે 44ADA નો લાભ મળે તેવો અમારો મત છે.
_____________________________________________________________________________________________
2. અમારા અસીલ ઓપ્શનમાં ટ્રેડિંગ કરે છે. તેઓ મોટાભાગે F & O માં પણ ઇન્ટ્રા ડે વ્યવહારો જ કરે છે. આવા કિસ્સામાં ટર્નઓવરની ગણતરી કેવી રીતે કરવાની રહે? તેઓના M2M જ જોવાનો રહે કે ઓપ્શન સોદાની કુલ વેલ્યૂ જોવાની રહે? જીતેશ સી. વોરા, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: F & O માં જે તે કોન્ટ્રાક્ટ પર થયેલ નફો અથવા નુકસાનના સરવાળો એ ટર્નઓવર ગણાય તેવો અમારો મત છે.
_____________________________________________________________________________________________
3. અમારા અસીલ કમોડિટીમાં NSE Commodity માં ટ્રેડિંગ કરેલ છે. શું આ ટર્નઓવર તેઓના ધંધાકીય ટર્નઓવર માં ગણાય? અમિત ઠક્કર, ટેક્સ કન્સલ્ટન્ટ
જવાબ: હા, NSE Commodity માં કરવામાં આવેલ ટ્રેડિંગ એ ધંધાકીય વ્યવહાર જ ગણાય તેવો અમારો મત છે.
_____________________________________________________________________________________________
4. અમારા અસીલ માર્કેટિંગ યાર્ડમાં એજન્ટ (પાક્કા અડતીયા) તરીકે ધંધો કરે છે. ઓડિટ માટે ટર્નઓવરની ગણતરી કેવી રીતે કરવી જોઈએ?
જવાબ: પાક્કા આડતિયાએ પોતાના નામ ઉપર ખરીદી તથા વેચાણ કરતાં હોય છે. આમ, તેઓ દ્વારા કરવામાં આવેલ વેચાણ જો 1 કરોડથી વધુ થઈ જાય તો ઓડિટને પાત્ર ગણાય તેવો અમારો મત છે.
_____________________________________________________________________________________________
ખાસ નોંધ
- જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
- જી.એસ.ટી. અંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈ. કારણકે જી.એસ.ટી. હેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છે. વેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે. આ અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
- અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને આ સેવા વાચકો ના લાભાર્થે આપે છે. તમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ ઇ મેઈલ પર મોકલે. કોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.
આ કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર ઇ મેઈલ કરી શકો છો. આપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.
ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.