સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 14th May 2022

Spread the love
Reading Time: 2 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


જી.એસ.ટી.

  1. અમારા અસીલના માલનું વાહન એક કરતાં વધુ ટ્રકમાં થવાનું છે. જ્યારે ઈંવોઇસ એક જ છે. આવા કિસ્સામાં મલ્ટી વિહિકલ વિકલ્પ દ્વારા E Way જનરેટ કરી શકાય?                                                                પ્રશાંત મકવાણા, ટેક્સ કન્સલ્ટન્ટ

વાબ: આ પ્રકારના સંજોગોમાં E Way બિલ બનાવવામાં CKD/SKD નો વિકલ્પ પસંદ કરવાનો રહે. જે ટ્રક સાથે પહેલો કનસાઈનમેંટ મોકલવામાં આવે તેની સાથે ઓરિજનલ ઇંવોઇસ મોકલવાનું રહે જ્યારે ત્યારબાદના તમામ કનસાઈનમેંટ સાથે ડિલિવરી ચલણ મોકલવાનું રહે તેવો અમારો મત છે. આ ડિલિવરી ચલણમાં ઇંવોઇસની વિગતો લખવાની રહે.

 

  1. અમારા અસીલને કેટરિંગ સર્વિસ પૂરી પાડવાનો ધંધો છે. તેઓ માલ સમાન સાથેના કેટરિંગ કોન્ટ્રાક્ટ રાખે છે. અમુક સંજોગોમાં માત્ર મજૂરી ઉપર જમવાનું બનાવવાના કોન્ટ્રાક્ટ રાખે છે. આ બન્ને સપ્લાયમાં વેરાના જણાવવા વિનંતી.          પટેલ અરવિંદકુમાર રણછોડલાલ એન્ડ કૂ. વિસનગર

જવાબ: આપના અસીલ જ્યારે માલ સાથેનો કોન્ટ્રાક્ટ હોય તો જ આ સેવાને કેટરિંગ સર્વિસ કહેવાય. આ પ્રકારના માલ સાથેના કોન્ટ્રાક્ટ ઉપર 5% લેખે જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે. માત્ર મજૂરીને લગતા કોન્ટ્રાક્ટ ઉપર 18% લેખે જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.

ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડેને સેવા વાચકોના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

error: Content is protected !!
18108