ઇ વે બિલમાં જી.એસ.ટી. ની રકમ ના લખી હોય તો પણ માલ જપ્તી થઈ શકે નહીં.. વાંચો હાઇકોર્ટનો આ મહત્વનો ચુકાદો
Important Case Law with Tax Today: Krishnakumar Vs Asst State Tax Officer-1 Thiruvananthpuram & Others
Court Kerela High Court Writ Petition No 16961 of 2020, ચુકાદો તા. 19.08.2020
કેસના તથ્યો:
- કરદાતાનો માલ વહન થતો હતો તેમાં ઇ વે બિલ બનાવવું ફરજિયાત હતું જે બનાવેલ હતું પરંતુ ઇ વે બિલમાં IGST ની રકમ અલગ દર્શાવેલ ના હતી.
- કરદાતાના માલ જોડે વહન સાથે બિલ પણ જોડવામાં આવેલ હતું જેવા IGST ની રકમ સ્પષ્ટ પણે દર્શાવેલ હતી.
- સર્વેલન્સ સ્કોવડના અધિકારી દ્વારા ઇ વે બિલમાં IGST ની રકમ અલગના દર્શાવવાના કારણે માલ જપ્ત કરવા હૂકુમ કરવામાં આવ્યો હતો.
કરદાતા તરફે દલીલ:
જી.એસ.ટી. હેઠળ નિયમ 138A હેઠળ ઇ વે બિલમાં ટેક્સ ફરજિયાત અલગ દર્શાવવો જોઈએ એ અંગે કોઈ જોગવાઈ નથી.
માત્ર IGST ની રકમ ના દર્શાવવાના કારણે માલને ટાંચમાં લેવો યોગ્ય નથી.
કોર્ટનો ચુકાદો:
જી.એસ.ટી. કાયદાના નિયમ 138A હેઠળ ઇ વે બિલમાં IGST ની રકમ અલગ દર્શાવવી ફરજિયાત છે તેવો કોઈ નિયમ નથી.
ટેક્સની રકમ બિલમાં દર્શાવવામાં આવેલ છે તે અંગે કોઈ વિવાદ નથી.
આ કારણોસર આ કેસના સમવાળા (રાજ્ય SGST ઓફિસર) દ્વારા કરવામાં આવેલ માલ ટાંચના આદેશો રદબાતલ ઠરાવવામાં આવે છે.
આ કેસના સમવાળાને આ ઓર્ડર મળતાજ કરદાતાનો માલ છોડી દેવા આથી હૂકુમ કરવામાં આવે છે.
લેખક નોંધ: જી.એસ.ટી. કાયદા હેઠળ 50000 થી વધુના મૂલ્યના માલ નું જ્યારે વહન થતું હોય ત્યારે ઇ વે બિલ બનાવવાનું રહેતું હોય છે. આ ઇ વે બિલ બનાવવામાં થોડી “ક્લેરિકલ” ભૂલો થાય તો પણ અધિકારીઓએ ગંભીરતા થી લઈ માલ ટાંચમાં લેવા સુધીના આદેશ કરતાં રહ્યા છે. આ આદેશ કરદાતાઑને ચેક પોસ્ટ સામેની કાર્યવાહીમાં ઉપયોગી થશે.
ચુકાદાની નકલ:Krishnakumar Vs SGST Officer